મંગળવાર, 12 મે, 2020

ક્યા માસ દરમિયાન શું ખાવું શું ન ખાવું

કાળની યાદી : 


૧ કારતક સુદ - ૧૫ થી ફાગણ સુદ - ૧૪ સુધી પાણીનો કાળ ૪ પ્રહર સુધીનો છે . સુખડી , તળેલું કડક ફરસાણ . દળાવેલા લોટનો કાળ ૧ મહિનાનો છે .

૨ ફાગણ સુદ - ૧૫ થી અષાઢ સુદ - ૧૪ સુધી પાણીનો કાળ ૫ પ્રહર સુધીનો છે . સુખડી , તળેલું કડક ફરસાણ, દળાવેલા લોટનો કાળ ૨૦ દિવસનો છે . 

3 અષાઢ સુદ - ૧૫ થી કારતક સુદ - ૧૪ સુધી પાણીનો કાળ પ્રહર સુધીનો છે . સુખડી , તળેલું કડક ફરસાણ દળાવેલા લોટનો કાળ ૧૫ દિવસનો છે . 

ઉપર જણાવેલા કાળ પહેલા સુખડી વિગેરેમાં વર્ણ , ગંધ , રસ , સ્પર્શ ફરે તો ખપે નહીં , અભક્ષ બને છે . 
______________________________________________

૧ ફાગણ ચોમાસાથી કારતક સુદ - ૧૫ સુધી ખજુર , ખારેક , જરદાલુ , કાજુ , કિસમીસ , અખરોટ , પિસ્તા વિગેરે સુકોમેવો વપરાય નહીં .

૨ ફાગણ ચોમાસાથી પછી ઓસાવ્યા વિનાના તલ ખપે નહીં .

૩ ફાગણ ચોમાસાથી કારતક સુદ - ૧૫ સુધી ભાજીપાલો , પાતરાં , કોથમીર ખપે નહીં .

૪ ચોમાસામાં આજે સમારેલું ટોપરૂ આજે જ ખપે , બીજે દિવસે ખપે નહીં .

૫ ચોમાસામાં મીઠાઈ ઉપર ઉપરથી તેજ દિવસે ફોડેલી બદામ ભભરાવાય નહીં , નહીંતો બીજે દિવસે મીઠાઈ  ન ખપે , જો ધીમાં શેકેલી બદામ ભભરાવવીએ તો ૧૫ દિવસ સુધી મીઠાઈ ખપે .

૬ અષાઢ ચોમાસાથી મીંજ બદામ બંઘ થાય છે , તે દિવસની જોડેલી બદામ તે દિવસે જ ખપે . 

એકાસણું - આયંબિલ - ઉપવાસાદિ પાચખાણ કર્યા હૌય તો પોરિસી પછી જ આહાર / પાણી વાપરી શકાય . ( નવકારશી ના પયખાણમાં ન વપરાય ) 

ઉપર જણાવેલ વિગતોની વધુ માહિતી માટે પૂજય ગુરુભગવંતોને પૂછી લેવું . 

જિનાજ્ઞા વિરૂદ્ધ કાંઈપણ લખાયું હોય તો મિચ્છામિ દુક્કડમ . 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top