મંગળવાર, 12 મે, 2020

જૈન ધર્મ જાણવા જેવું તમને ખ્યાલ છે

જે વસ્તુ માં પાણીનો અંશ રહ્યો હોય , કડક શેકાઈ કે તળાઈ ન હોય 
નરમ કે પોયી હોય તેવી વસ્તુમાં બીજે દીવસે અસંખ્ય બેઈન્દ્રિય જીવોની ઉત્પત્તિ થાય છે .  
તેને વાપરવાથી આ અસંખ્ય જીવોની હિંસાનો દોષ લાગે છે , માટે તેવી વસ્તુઓ અભક્ષ્ય છે .

તમને ખબર છે ? બીજે દિવસે વાસી થતી વસ્તુઓ ? 
કાચો માવો , જે લાલ - કડક ન શેકાયો હોય કે જેમાં ચાસણી કાચી રહી હોય ...

કાયા માવાની મિઠાઈઓ - બરફી , પેંડા વિગેરે ... 

ત્રણ તારની ચાસણીમાં બનેલી બધી જ મિઠાઈઓ જેમ કે જલેબી , ગુલાબજાંબુ , ઘેબર વિગેરે ...

બુંદી , બુંદીના લાડુ કે ટોપરાપાક પણ કાચી ચાસણીના નરમ હોય તો ...

દૂધની મલાઈ , પનીર , બધી જબંગાળી મિઠાઈઓ ...

શ્રીખંડ , શેકેલો પાપડ , નરમ પુરી , વડા , ચટણી ...

ટામેટાનો સોસ , કાચી ચાસણીના નરમ અથાણા ...
નરમ બિસ્કીઢ - પાઉં ( બ્રેડ ) , દૂધી કે ટોપરાનો હલવો ...

કેરીનો રસ , ઘીમાં નહીં શેકેલું ચુરમું ને તેવા ચુરમાનો લાડવો ...

રાતે આથો નાખ્યો હોય તેવા ઈડલી , ઢોકળા ...
જલેબી વિગેરે , ઠંડા પીણા ( કોલ્ડ્રીંક્સ ) ... 

સુધારેલા શાકભાજી , શેરડીનો રસ બે પ્રહર પછી અભક્ષ્ય છે . ( એક પ્રહરઃદિવસનો ચોથો ભાગ ) 

બજારમાંથી ખરીદાયેલી વસ્તુઓ વાસી હોવાની પૂરેપૂરી શક્યતા છે , જેમ કે કેરીનો રસ , શ્રીખંડ , બંગાળી મિઠાઈ , શરબત , સોસ , પનીર , બેડ , બિસ્કીટ વિ .

બજારું બુંદી , લાડું વિ . કાચી ચાસણીના હોવાની પૂરેપરી શકયતા છે .

મિઠાઈ બનાવ્યા પછી ઠારતી વખતે ક્યારે પાણી - દૂધનો ઉપયોગ ઘાવો દેવા માટે કરાતો હોય છે , તે વસ્તુ પણ બીજે દિવસે વાસી થાય છે .

વધેલી રોટલી તેજ દિવસે શેકી નાખવી જોઈએ . બીજે દિવસે રાખવાથી બેઈન્દ્રિય જીવોની હિંસા થાય છે . 

અજ્ઞાન કે દુર્લક્ષના કારણે સંઘમાં બનતી મિઠાઈઓમાં પણ કાયા માવા અને કાચી ચાસણીનો ઉપયોગ થતો જોવાય છે . વિશેષથી બુંદી , લાડુ વિ . માં . 

ચુરમાના લાડવા - મૂઠીયા તળી , ચૂરમું કર્યા પછી ધીમાં સેકીને બનાવ્યા હોય તો બીજે દિવસે ભક્ષ છે . જો શેક્યા વિના જ ચુરમાં ધી - સાકર મેળવી દીધા હોય તો બીજે દિવસે વાસી થાય છે .

ધીમાં સાકર નાખીને રાત રાખી મૂકીને બીજે દિવસે શ્રીખંડ બનાવવામાં આવે તે ખપે નહીં .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top