મંગળવાર, 12 મે, 2020

Jain Stuti જૈન સ્તુતિઓ

સ્તુતિઓ


દર્શન દેવ દેવસ્ય દર્શન પાપ નાશનમ્ 
દર્શન સ્વર્ગ સોપાનમ્ દર્શનં મોક્ષ સાધનમ્ 

વીર : સર્વસુરાસુરેન્દ્ર - મહિતો , વીર બુધાઃ સંશ્રિતાઃ 
વીરેણાભિહતઃ સ્વકર્મનિચયો , વીરાયું નિત્ય નમઃ 
વીરાત્તીર્થમિદં પ્રવૃત્તમતુલં વીરસ્ય ધોરં તપો 
વીરે શ્રી ધૃતિકીતિકાંતિ નિચયઃ શ્રી વીર ! ભદ્રં દિશ 

અન્યથા શરણે નાસ્તિ ત્વમેવ શરણં મમ 
તસ્માતું કારુણ્ય ભાવેન ૨ક્ષરક્ષ જિનેશ્વરઃ 

જિને ભક્તિ જિને ભક્તિ જિને ભક્તિ દિને દિને 
સદામેસ્તુ સદામેસ્તુ સદામેસ્તુ ભવે ભવે 

શિવમસ્તુ સર્વ જગતઃ પરહિત નિરતા ભવન્તુભુતગણા : 
દોષા : પ્રયાન્તુ નાશં સર્વત્ર સુખી ભવતુ લોક : 

ગિરુઆ ગુણો તારા કેટલા , ગુણસાગરો ઓછા પડે , 
રૂપ લાવણ્યતા કેટલી , રૂપ સાગરો ઓછા પડે . 
સામર્થ્ય એવું અજોડ છે , બધી શક્તિઓ ઝાંખી પડે 
તારા ગુણાનુવાદમાં , મા સરસ્વતી ઓછી પડે . 

પ્રશ્નો પૂછું છું કેટલા જવાબ મને મળતા નથી 
દીધેલ કોલ ભૂલી ગયા , જાણે જુની ઓળખ નથી 
દાદા થઈ બેસી ગયા , હવે દાદ પણ દેતા નથી 
આવી ઊભો તારા બારણે , આવકાર પણ દેતા નથી 

અનંતજ્ઞાની અંતર્યામી , જય હો ત્રિભુવન સ્વામી 
અનંત કરુણાના હે સાગર , કરુણાનો હું કામી 
અનંત શક્તિના હે માલિક , ભવની ભ્રમણા ટાળો 
મુજ મનડામાં પ્રસન્નતાની , પ્રેમળ જ્યોતિ જગાવા 

રાગ - દ્વેષ ૫૨ વિજય વયૉ છો , અમને વિજયી કરજો 
ભવસાગર ને તરી ગયા છો , અમને ભવપાર કરજો 
કેવળજ્ઞાન લહ્યું છે આપે , અમને જ્ઞાની કરજો 
સર્વ કર્મથી મુક્ત થયા છો , અમ બંધનને હરજો . .

અંતરમાં છે એક ઝંખના તારા જેવા બનવાની 
રાગી મટીને તારા જેવા વીતરાગી બનવાની 
પણ રાગાદિ વિષયકષાયનાં બંધનમાં બંધાયો 
કરુણા સાગર કરુણા આણી બંધનમુક્ત બનાવો ... 

યાચક થઈને માંગુ પ્રભુજી , હે વીતરાગી તારી કને 
મહાવિદેહ ક્ષેત્રમાં જાઉં , શ્રી સીમંધર સ્વામી કને 
આઠ વરસની વયમાં પ્રભુજી , ચારિત્ર લઈ સ્વામી કને 
ઘાતિ અઘાતિ કર્મ ખપાવી , ક્યારે પહોંચીશ તારી કને . . . 

દાદા તારી મુખમુદ્રાને , અમિય નજરે નિહાળી રહ્યો 
તારા નયનોમાંથી ઝરતું , દિવ્ય તેજ હું ઝીલી રહ્યો 
ક્ષણભર આ સંસારની માયા તારી ભક્તિમાં ભૂલી ગયો 
તુજ મુરતિમાં મસ્ત બનીને , આત્મિક આનંદ માણી રહ્યો . 

ભવોભવ તમારા ચરણ પામી , શરણમાં બેસી રહ્યું 
ભવોભવ તમારી આણ પામી , કર્મનો કાંટો દહું 
ભવોભવ તમારો સાથ મળજો , એક છે મુજ પ્રાર્થના 
ભવોભવ તમારું પામું શાસન , એક એ અભ્યર્થના 

વાણી તમારાં ગીત ગાને , આજ મનભાવની બની 
આંખો તમારું રૂપ જોતાં , આજ અતિ પાવન બની 
અંગો તમોને નમન કરતાં , આજ પામ્યા સફલતા 
મન સ્થિર બન્યું તુજ ધ્યાનથી , આજે તજીને ચપલતા . . . 

ક્યારે પ્રભુ ! નિજ દ્વાર ઊભો , બાળને નિહાળશો ? 
નિતનિત માંગે ભીખ ગુણની , એક ગુણ ક્યારે આપશો ! 
શ્રદ્ધા દીપકની જ્યોત ઝાંખી , જ્વલંત ક્યારે બનાવશો ! 
સૂના સૂના મુજ જીવનગૃહમાં , આપે ક્યારે પધારશો ! 

ક્યારે પ્રભુ ! તુજ સ્મરણથી , આંખો થકી અશ્રુસરે ? 
ક્યારે પ્રભુ ! તુજ નામ વદતાં , વાણી મુજ ગદ્ગદ્ બને ? 
ક્યારે પ્રભુ ! તુજ નામ શ્રવણ , દેહ રોમાંચિત બને ? 
ક્યારે પ્રભુ ! મુજ શ્વાસે શ્વાસે નામ તારું સાંભરે ? 

 જિનરાજ સ્તવના 


હૈ દેવ મારા આજથી તારો બનીને જાઉ છું . 
દિલડાના દેવ ! મારા . . . દિલ દઈને જાઉં છું 
મુજ મનડા કેરી ભક્તિની હું . . . મહેક મૂકતો જાઉં છું 
અંતરના આપેલ આશિષ . . . અંતરથી લઈ જાઉં છું 

વારે વારે મળવાનો હું . કોલ દઈને જાઉં છું . 
નિભાવવાનો ભાર તારા . શિરે મૂકતો જાઉં છું 
શ્વાસે શ્વાસે નામ જપીશ હું . . . સોગંદ દઈને જાઉં છું 
જુગ જુગ જીવો ઝાઝી ખમ્મા . . . ચરણ ચૂમતો જાઉં છું . 

શત કોટિ કોટિ વાર વંદન . . . નાથ ! મારા હે તને 
હે પ્રભુ ! આદિનાથ તું . . . સ્વીકાર મારા નમનને 
હે નાથ ! શું જાદુ ભર્યા . . . અરિહંત અક્ષર ચારમાં 
આફત બધી આશિષ બને . . . તુજ નામ લેતા વારમાં 

પ્રગટ પ્રભાવી મહિમાશાળી . . . મન - વાંછિતને પૂરનારી 
વામાનંદન જગનાનંદન . . . તુજ મૂર્તિ દુ : ખ હરનારી 
કલિકાળમાં અવનીતલ પર . . . પ્રભાવતારો છે ભારી . 
પારસજિન માંગુ તુમ પાસે . . . શાંતિ સમાધિની ક્યારી . 

પ્રભુજી ! માહરા પ્રેમથી નમું . . . મૂર્તિ તાહરી જોઈને નમું 
અરર ! હો પ્રભુ પાપ મેં કર્યા . . . શી ? થશે હવે મારી દશા ! 
માટે પ્રભુજી ! તમને વિનવું ... . તારજો હવે પ્રભુજીને સ્તવું 
દિનાનાથજી ! સુખ આપજો . . . ભવિક જીવના દુઃખ કાપજો 
આદિનાથજી સ્વામી માહરા ગુણ ગાઉ હું નિત્ય તાહરા . . 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top