સોમવાર, 14 ડિસેમ્બર, 2020

Halar Tirth Darshan Bharudiya

હાલાર તીર્થ દર્શન 🙏૦૪- સેવક ભરૂડીયા

➖➖➖➖➖➖➖➖➖

હાલારના જામનગરથી ૫૦ કિ.મી ના અંતરે સેવક ભરૂડીયા ગામ આવેલું છે. ત્યાંના સુંદર જિનાલયમાં ધવલ વર્ણીય આ ચોવીસીના પ્રથમ તીર્થંકર પ્રભુ આદિનાથ મૂળનાયક તરીકે બિરાજમાન છે...



લગભગ ૧૯૫ વર્ષ પહેલાં શ્રી સામત મુરજી દંડ આ ગામ વસાવેલ છે. તેઓ બેરાજા થઈ ભરૂડીયા આવી વસ્યા શ્રી પાર્શ્વ નોંધે છે કે ધુલ્લા પરિવારનાં નરપાણી તથા દંડ પરિવારનાં સામત સુથરીની બાજુમાં ખુઅડા ગામે વસવાટ કરતા હતા. ગામધણી સાથે તકરાર થવાથી આ બન્ને પરિવારોએ ગામનો ત્યાગ કર્યો અને સુથરી, સાંધવ, સાંધાણ આદિ વિસ્તારમાં ફેલાયા અને બન્ને પરિવારોના એક એક સભ્ય હાલાર તરફ આવી ભરૂડીયા વસ્યા. આ ગામનાં અન્ય વર્તમાન પરિવારો ધરમસી, લોડાયા, ખોના, મોતા, નાગડા આદિ પરિવારોનાં વડવાઓ પાછળથી આવી વસ્યા..



ભરૂડીયા ગામ દ્વારકા શંખોદ્વારનાં સત્યભામા મંદિરના પુજારી (સેવકો) ને જામ શ્રી વીભાજીએ દિવેલમાં અન્ય ત્રણ ગામો ધુણીયા, ભટિયા, દેવળિયા સાથે આપેલ. તેથી તે મુજબ ભરૂડીયાનું સેવક ભરૂડીયા થયું. પાછળથી રણજિતસિંહ રાજગાદીએ આવતાં સેવકોના આ હક્ક રદ કરી ગામને રાજ્યમાં ભેળવી દીધું....


સને ૧૯૯૪માં સાધ્વી શ્રી આર્યરક્ષિતાશ્રીજી તથા સાધ્વી શ્રી દેવરક્ષિતાશ્રીજી મ.સા.નાં ભરૂડીયા ગામે થયેલ પ્રથમ ચાતુર્માસ વખતે જિનાલય બાંધવાની પ્રેરણાથી આ જિનાલયનું નિર્માણ થયું....મહાવદ-૧૪ જિનાલયની વર્ષગાંઠ દિવસ તરીકે ઉજવાય છે



આ ગામની દીકરી કુ. દક્ષા રતીલાલ પદમશી ધરમશીએ તા. પ.૧૨.૧૯૯૬ નાં રોજ દીક્ષા અંગીકાર કરી ચૈતન્યરક્ષીતાશ્રીજી નામ ધારણ કરેલ...


આપણી જ્ઞાતિના ઇતિહાસના સંશોધનકાર શ્રી પાશ્વિર વિરજી ધુલ્લા (પાર્શ્વ) આ ગામના વતની હતા....


હાલ KDO વસ્તીપત્રક મુજબ ૮૨૧ KDO ભરૂડિયાના છે જેઓ જુદા જુદા સ્થળોએ વસવાટ કરે છે...


સરનામું..

શ્રી સેવક ભરૂડીયા અચલગચ્છ જૈન દેરાસર 

મુ.પો.સેવક ભરૂડીયા, તાલુકા-લાલપુર, જીલ્લો-જામનગર

ગુજરાત-૩૬૧૨૮૦


સંપર્ક :-

ભરતભાઇ-8320330104

               9909520974


આધાર :- વસ્તીપત્રક

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top