શુક્રવાર, 11 ડિસેમ્બર, 2020

Halar Trith Darshan Dabasang

હાલાર તીર્થ દર્શન 🙏૦૩- ડબાસંગ
➖➖➖➖➖➖➖➖➖
હાલારમાં જામનગર થી ૪૧ કિલોમીટરની અંતરે નાનું પણ રમણીય ડબાસંગ તીર્થ આવેલું છે શ્વેતવર્ણનીય પદ્માસનયુક્ત ૨૩માં તીર્થંકર શ્રી ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ મૂળનાયક તરીકે બિરાજમાન છે.... પ્રતિમા ખુબજ પ્રભાવશાળી છે....

આ દેરાસર નો પાયો વિક્રમ સંવત ૧૯૫૫ ના મહા સુદ - ૫ ને દિવસે નંખાયો છે અને  પ્રતિષ્ઠા સંવત ૧૯૬૧ ના મહા સુદ - ૫ ને ગુરૂવારે મુનિ મહારાજ શ્રી ચારિત્ર વિજ્યજીના ઉપદેશ થી કરવામાં આવી છે.

દેરાસરજી ના બાંધકામનો તથા પ્રતિષ્ઠાનો ખર્ચ ડબાસંગના રહિશ શા લાખારાજ પાળ તથા હીરારાજ પાળ હસ્તક તેમના પુત્રો રાજશી તથા વીરપાર લાખા અને રણમલ તથા નથુ તથા વીરપાર હીરા તરફથી કરવામાં આવેલ છે. તથા દેરાસર ના બાંધકામમાં ડબાસંગના હાલારી વીશા ઓશવાળ દેરાવાસી જૈન સંઘ તરફથી સહકાર આપવામાં આવેલ છે...

આ શિખરબદ્ધ જીનાલયની ૧૦૦મી વર્ષગાંઠ મહાસુદ-૫ તા. ૨૬-૧-૨૦૦૪ સોમવાર વિ.સં ૨૦૬૦ના દિવસે દેશ- પરદેશ માં વસતા ડબાસંગ ગામના ભાવિકોની ઉચ્ચ ભાવના ઉદારતાથી પરમ પૂજય હાલાર ના હીરલા આચાર્ય દેવ શ્રીમદ વિજય કુંદકુંદ સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પરમ પૂજય હાલાર રત્ન મુનિરાજ શ્રી મહાસેન વિજયજી મહારાજની દિવ્યકૃપાથી તેમના શિષ્ય રત્ન પરમ પૂજય પંન્યાસ શ્રી વજ્રસેન વિજયજી ગણિવર્ય આદિ ૭૦ સાધુ - સાધ્વીજી ભગવંતો ની પાવનિય નિશ્રામાં ૨૪ પરમાત્માના ૨થ વિશિષ્ટ વરઘોડો તેમજ ૧૦૦ કમાનયુકત શણગાર  તેમજ હાલાર ના બાવન ગામ ના નાતતેડા પૂર્વક  ભવ્યાતિભવ્ય પ્રસંગ શ્રી ડબાસંગ જૈન સંઘ તથા શ્રી ડબાસંગ જૈનપ્રગતિ મંડળ- મુંબઈ ના નેજા હેઠળ ઉજવવામાં આવેલ...

*પ્રતિમા ખૂબજ મનમોહક છે....*

*સરનામું..*
શ્રી ડબાસંગ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન દેરાસર 
મુ.પો.ડબાસંગ, તાલુકા-લાલપુર, જીલ્લો-જામનગર
ગુજરાત-૩૬૧૨૮૦

સંપર્ક :- 
નેમચંદભાઇ-૯૯૧૩૯૦૪૬૩૦

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top