💕💞 *હોલિવુડના જૈન ધર્મી ફિલ્મ નિર્માતા માઇકલ ટોબાયસ.*
મુંબઈની પંચતારક હોટેલ ઓબેરોય ટાવર્સની પુસ્તકોની દુકાનમાં એક દળદાર ગ્રંથ મુલાકાતીઓનું ખાસ ધ્યાન ખેંચે છે, એનું શિર્ષક છે: ઇન્ડિયા ટવેન્ટી ફોર અવર્સ. આ સચિત્ર પુસ્તકનાં સર્જક છે માઈકલ ટોબાયસ.
આ અમેરીકન માઈકલ ટોબાયસ ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક છે પરંતુ એનો વ્યવસાય પૂછશો તો કહેશે કે *અહિંસા અને શાકાહારનો પ્રચાર*. એણે હેવન ઓફ રિલિજિયન્સ-હિમાલય, વર્લ્ડ ઓફ જૈનિઝમ, લાઈટ ઓફ મહાવીર જેવા પુસ્તકો લખ્યાં છે.
હોલિવૂડનું નામ પડતાં આપણે રંગીલા ફિલ્મ કલાકારોની બિન્ધાસ્ત જીવનશૈલીનો વિચાર આવે. પરંતુ *માઈકલ ટોલાયસ પોતાને જૈન તરીકે ઓળખાવે છે.*
રોજ સામયિક કરે છે. પોતે જૈન ધર્મ કઈ રીતે અંગિકાર કર્યો એ સમજાવતાં કહે છે કે વર્ષો પહેલાં જીવનના અધ્યાત્મિક રહસ્યની શોધમાં હું ભારત આવેલો. અનેક સાધુ-સન્યાસીઓ સાથે હિમાલય ખુંઁદી વળ્યો. એ દિવસોમાં જૈન ધર્મ વિષે સાંભળેલું.
એક દિવસ મહારાષ્ટ્રમાં ફરતાં ફરતાં *માઈકલ એક મંદિરમાં પ્રવેશવા ગયો. એ મંદિર જૈન દેરાસર હતું.* એમાં પ્રવેશતાં જ એને કહેવામાં આવ્યું કે *તમારી ઘડિયાળ બહાર કાઢી આવો.* માઈકલે આશ્ચર્ય પામીને એનું *કારણ પુછ્યું* તો ચોકીદારે કહ્યું કે *તમારી ઘડિયાળનો પટ્ટો મરેલાં પ્રાણીના ચામડાનો છે. એ અહીં ન ચાલે.*
માઈકલના મન પર આ *ઘટનાની ઉંડી અસર પડી. જે ધર્મમાં મરેલાં પ્રાણી વિશે આટલો ખ્યાલ રખાતો હોય તેના વિશે જાણવાનું તેને મન થયું. એ દિવસથી એણે પ્રાણીઓનાં ચામડામાંથી બનેલી ચીજો વાપરવાનું છોડ્યું.* પછી તો જૈનધર્મ એવો ગમી ગયો કે પોતાની *પત્નિનું નામ એણે જૈન* પાડી દીધું.
*ખ્રિસ્તી તરીકે જન્મેલાં માઈકલ ટોબાયસ હવે કદીય ચર્ચમાં જતાં નથી.* એ કહે છે : *હું જૈન છું. મેં પાંચ વ્રતો -અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ અપનાવ્યો છે.*
જૈન બની જઈને માઈકલે અહિંસા અને શાકાહારનો પ્રચાર કરવાનું માથે લીધું. પોપ સિંગર મેડોનાએ પણ શાકાહાર અપનાવ્યો હોવાનો તેનો દાવો છે.
અમેરીકન સમાજમાં પ્રવર્તતી હિંસાથી માઈકલ ચિંતિત છે. માઈકલ ટીવી અને ફિલ્મોના માધ્યમ દ્વારા હિંસાનો પ્રતિકાર કરવાની તરફેણ કરે છે. તેમણે અનેક અમેરિકનોને શાકાહારી બનાવ્યા છે.
પર્યુષણા પર્વ આવીને ગયાં. એક પરદેશી વ્યક્તિ જૈનધર્મથી પ્રભાવિત થઈને અમારિનું પાલન કરે અને અન્ય પાસે કરાવે, તો આપણે તો જૈન છીએ. અમારિ પાલન અચૂક કરતાં રહીએ અને બીજાને અમારિ પ્રવર્તન કરાવતાં રહીએ.
🔵🔵🔵🔵❤️🔵🔵🔵🔵
નિયમ કરો
*આ પ્રસંગ બે જણને તો અવશ્ય કહેવો જ.*
🔵🔵🔵🔵🌹🔵🔵🔵🔵
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો