હાલાર તીર્થ દર્શન ૦૧- દલતુંગી
➖➖➖➖➖➖➖➖➖➖
જામનગ૨થી પશ્ચિમે ૫૦ કિ.મી. દુર તુંગેશ્વર મહાદેવજી નજીક તુંગા-તુંગીના નાના ડુંગરાઓ પાસે દલતુંગી ગામ આવેલ છે....
રાવલ જામ જેમણે સં. ૧૫૯૬માં જામનગરની સ્થાપના કરી એમનાં મુખ્ય મહારથીઓ જસો, વેજો તથા ભાણજી દલ પૈકી ભાણજી દલનું આ ગામ છે. ઓસવાલોનો આ ગામમાં વસવાટ ૨૭૦ વર્ષ જેટલો જુનો છે. દલ જાડેજાઓ મુળ તેરા નજીકના બારા ગામના હતા. ભુચરમોરીના યુદ્ધમાં જામ રાવલને મદદ કરતાં ભાણજી દલ અને તેના ભાઇઓ શહીદ થયેલા. જુનાગઢના નવાબને હરાવીને તેના ગઢના દરવાજા જામનગરના ખંભાળિયા નાકે લગાડેલા....
*ગામમાં શેઠ શ્રી ડાયાભાઈ ખેરાણી લાપસિઆની દીકરી જમનાબાઈની ઇચ્છા અનુસાર તેમજ તેમની ઉદાર આર્થિક સહાયથી શ્રી સંધ દ્વારા વિ.સ. ૧૯૬૦ વૈશાખ સુદ ૫ ને બુધવારનાં રોજ મુળનાયક શ્રી અજિતનાથ ભગવાનની પ્રતિષ્ઠા શિખરબધ્ધ દેરાસરમાં થયેલ છે....દેરાસરના પ્રાંગણમાં સમોવસરણની રચના છે..*
આપણી જ્ઞાતિના મુખ પત્ર પ્રકાશ-સમીક્ષાનાં મુળ સ્થાપક તથા દેશની આઝાદીના લડવૈયા શ્રી લક્ષ્મીચંદ વીરજી લાપસીઆ દલતુંગીના હતા.
હાલારમાંથી યુનીવર્સીટીનાં બારણાં ઠોકનાર પ્રથમ વ્યક્તિ શ્રી વીરજી ડાયાભાઈ લાપસિઆ હતા જેઓએ કેળવણી આપવાનો વ્યવસાય હાથ ધરી માસ્તર તરીકે પંકાયેલા તેમણે અનંતનાથ દેરાસરમાં ટ્રસ્ટી તરીકે પણ સેવા આપેલ....
ગામમાં ખાનગી સ્કુલની સ્થાપના શ્રી દલતુંગી વિદ્યોત્તેજક મંડળે કરેલ જેમાં માતૃશ્રી રાજબાઈ દેવજી શિઆલ પરિવારનું પ્રમુખ યોગદાન રહેલ.....
દેરાસરની નજીકમાં રહેવા જમવા માટે માતુશ્રી સોનબાઇ જેઠાલાલ રાયશી લાપસીયા પરિવાર નિર્મિત અને શ્રી અજિતનાથ મહારાજ જૈન દેરાસર ટ્રસ્ટ સંચાલિત સુંદર મહાજનવાડી છે.....
આ તીર્થની મુલાકાત અવિસ્મરણીય રહેશે....
*સરનામું..*
શ્રી અજિતનાથ જૈન દેરાસરજી
મુ. પો. દલતુંગી (તા.લાલપુર)
જિલ્લો-જામનગર
ગુજરાત-૩૬૧૨૮૦
સંપર્ક :-
કિશોરભાઇ પૂજારી-9727592621
આધાર:-વસ્તીપત્રક
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો