*એક 80 વર્ષના દાદાને એટેક આવ્યો*
*દાદાનું જીવન ધાર્મિક વિચારોથી ભરેલું હતું,*
*અને ખુબ સુખી સંપન્ન પણ હતા. સારામાં સારી હોસ્પીટલમાં દાખલ કરવામાં આવ્યા,*
*ડોક્ટરે કહ્યુ દાદા ત્રણ કલાક તમારૂં બાયપાસનું ઓપરેશન ચાલશે ત્રણ દિવસ રોકાવું પડશે....*
*દાદા કહે જેવી પ્રભુની ઇરછા...*
*ઓપરેશન પતી ગયું, ત્રણ દિવસ વિતી ગયાં ,દાદાને રજા આપતી વખતે ડોક્ટરે દાદાને બીલ આપ્યું આઠ લાખ રૂપિયા...*
*એ બીલ જોઈને દાદા ખૂબ રડવા લાગ્યાં ડોક્ટર દયાળુ હતા કહયું દાદા કેમ રડો છો ?,*
*તમને બીલ વધારે લાગ્યુ હોય તો મને બે લાખ ઓછા આપો પણ તમે મારી હોસ્પિટલમાં મારા દાદાની ઉંમરના થઇને રડો છો તેથી મને દુ:ખ થાય છે...*
*દાદાએ કહ્યું ના ડોક્ટર ભગવાને મને ઘણું આપ્યું છે તમે આઠ લાખ નહીં બાર લાખ બીલ આપ્યું હોત તો પણ હું આપી શકું તેમ છું ...*
*પણ હું કેમ રડું છું એ તમે નહીં સમજી શકો એ બોલતા દાદા ધ્રૂસકે ધ્રૂસકે રડવા લાગ્યાં...*
*ડોક્ટરે કહ્યું દાદા મારાથી કોઈ ઓપરેશનમાં ભૂલ થઈ છે તમને કોઈ દુ:ખાવો કે બીજી કોઈ શારીરીક તકલીફ થાય છે...*
*દાદાએ કહ્યું ના ડોક્ટર તમે ખુબ સરસ ઓપરેશન કર્યુ છે,*
*ડોક્ટરે કહ્યું તો પછી દાદા કેમ રડો છો તમે?*
*દાદા કહે ડોક્ટર તમે નહીં સમજી શકો,*
*ડોક્ટરે કહ્યું પ્લીઝ ,જે હોય તે તમે મને જરૂર જણાવો,*
*દાદાએ કહયું, તો સાંભળો, "ડોક્ટર સાહેબ, તમે મારા હૃદયનું ઓપરેશન કર્યુ ,મારૂં હ્રદય ત્રણ કલાક સાચવ્યું અને ત્રણ કલાક ના આઠ લાખ રૂપિયા....*
*હું એ પરમ કૃપાળુ પરમાત્માને યાદ કરીને રડી રહયો છું કે જેમણે મારૂં હ્રદય 80 વર્ષ સુધી એક પણ રૂપિયાના ચાર્જ વગર ચલાવ્યું અને સાચવ્યું...*
*ત્રણ કલાકના આઠ લાખ રૂપિયા તો 80 વર્ષના કેટલા થાય ?*
*એ દયાના મહાસાગરને યાદ કરીને ડોક્ટર હું રડી રહયો છું...*
*આ સાંભળતા જ ડોક્ટર દાદાના પગમાં પડી ગયાં...*
*તેમ છતાં આપણે એક ભિખારીની જેમ ભગવાન પાસે માગવા પહોંચી જઇએ છીએ...*
*શું નથી આપ્યું એણે ?
આજ સુધીનું જે પણ જીવન જીવાયુ એ એની જ કૃપા, કરૂણા છે ને !!!!!!...*
*બોધ :*
*આપણ ને જે મફતમાં મળે છે એની કિંમત સમજવાની પણ અક્કલ જોઈએ.
જે ઉપર વાળા એ આપ્યું છે તેની કદર કરતાં શીખવું જોઈએ.
માગ્યા વગર ઘણું બધું આપ્યું છે છતાંય ,બીજું વધુ માગવા પાછા એની પાસે દોડી જઇએ છીએ...*
ઉઠાડે,સુવાડે ,શ્વાસોશ્વાસ ચલાવે, ખાધેલું પચાવે, સ્મૃતિ પાછી આપે, શક્તિ આપે અને શાંતિ આપે,
એ પરમકૃપાળુ પરમાત્માને
ઉઠતાં, જમતા ને સુતાં
કૃતજ્ઞતાપૂર્વક યાદ કરીએ તો જ આપણે માણસ કહેવાઈએ.
ખાસ વાચવા સાથે જીવનમાં ઉતરવા લાયક છે 🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો