સાધનાકાળમાં ભગવાન મહાવીરના ૪,૧૬૬ દિવસ નિર્જળા ઉપવાસના !
આકરી તપશ્ચર્યાઃ કુલ ૪,૫૧૫ દિવસના...સર્વ જિનેશ્વરોમાં ભગવાન મહાવીરનું તપ સૌથી ઉગ્ર હોવાનું .... ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદબાહુસ્વામીએ સ્પષ્ટ કર્યું .
ભગવાન મહાવીર સ્વામીએ પોતાના ૪,૫૧૫ દિવસના સાધનાકાળ દરમિયાન કુલ ૪,૧૬૬ દિવસ તદ્દન નિર્જળા ઉપવાસમાં જ ગાળ્યા હતા. પારણાંના દિવસો માત્ર ૩૪૯ હતા અને તે પણ દિવસમાં માત્ર એક જ વાર ભોજન ગ્રહણ કર્યું હતું........બોલો.....આપણે કેટલા ઉપવાસ કરીશુ ???
તમામ ઉપવાસ સૂતા કે બેઠા વગર જ કર્યા હતા. કેમકે સાધનાકાળ દરમિયાન ભગવાન મહાવીર કદી પલાંઠીવાળીને બેઠા નહતા. આમ આ તપનો અર્થ એ થયો કે સાધનાકાળમાં તેમણે અગિયાર વર્ષ, છ મહિના અને છવ્વીસ દિવસ માત્ર ઉપવાસમાં જ ગાળ્યા હતા. ચતુર્દશ પૂર્વધર આચાર્ય ભદ્રબાહુએ સ્પષ્ટ કર્યું છે કે સર્વ જિનેશ્વરોમાં ભગવાન મહાવીરનું તપ સૌથી ઉગ્ર હતું એવી અભ્યાસપૂર્ણ માહિતી મુનિ મિત્રાનંદ સાગરજી આપે છે.
તેમણે કહ્યું કે ભગવાન મહાવીરની તપશ્ચર્યામાં ભદ્ર પ્રતિમા, મહાભદ્ર પ્રતિમા અને સર્વતોભદ્ર પ્રતિમાના ઉલ્લેખો આવે છે. તેની વિગતો આ મુજબ છે.
૧. ભદ્ર પ્રતિમાઃ પૂર્વ દિશામાંથી લઈને ક્રમાનુસાર ચારે દિશામાં ચાર-ચાર પ્રહર સુધી ઉપવાસ પૂર્વક ધ્યાન કરવાનું હોય છે. આમ કુલ સોળપ્રહર ધ્યાનમાં વ્યતીત થાય (બે ઉપવાસ)
૨. મહાભદ્ર પ્રતિમાઃ પૂર્વદિશાથી લઈને ક્રમાનુસાર ચારે દિશામાં આઠ-આઠ પ્રહર સુધી ઉપવાસ પૂર્વક ધ્યાન કરવાનું હોય છે. આમ કુલ બત્રીસ પ્રહર ધ્યાનમાં વ્યતીત થાય (ચાર ઉપવાસ)
૩. સર્વતોભદ્ર પ્રતિમાઃ ક્રમાનુસાર દસેય દિશામાં (ચાર દિશા, ચાર વિદિશા, ઉર્ધ્વદિશા તથા અધોદિશા) આઠ આઠ પ્રહર સુધી ઉપવાસપૂર્વક ધ્યાન કરવાનું હોય છે. આમ કુલ ૮૦ પ્રહર ધ્યાનમાં વ્યતીત થાય (દસ ઉપવાસ) ભગવાન મહાવીરની સમગ્ર તપશ્ચર્યાની ગાથા રજૂ કરીને તેઓ કહે છે કે, તમામ નિર્જળા ઉપવાસ, નિદ્રાવિહીન એવું સમગ્ર તપ સંપૂર્ણપણે સજાગપણે અને અપ્રમત્તભાવે કર્યું હતું. જે દર્શાવે છે કે તપશ્ચર્યા કેટલી આકરી અને ઉગ્ર હશે.
ભગવાન મહાવીરનું ઉપવાસ તપ :~~
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
ઉપવાસ કેટલી વખત કુલ ઉપવાસ...
~~~~~~~~~~~~~~~~~~~~~~~~
૧૮૦ ઉપવાસ.... ૧... વખત... ૧૮૦
૧૭૫ ઉપવાસ... ૧ વખત... ૧૭૫
૧૨૦ ઉપવાસ.... ૯ વખત... ૧,૦૮૦
૯૦ ઉપવાસ.... ૨ વખત.. ૧૮૦
૭૫ ઉપવાસ.... ૨ વખત... ૧૫૦
૬૦ ઉપવાસ..... ૬ વખત... ૩૬૦
૪૫ ઉપવાસ... ૨ વખત... ૯૦
૩૦ ઉપવાસ...... ૧૨ વખત... ૩૬૦
૧૫ ઉપવાસ.... ૭૨ વખત... ૧,૦૮૦
સર્વતોભદ્ર પ્રતિમા.... ૧ વખત... ૧૦
મહાભદ્ર પ્રતિમા..... ૧ વખત... ૪
ત્રણ ઉપવાસ.... ૧૨ વખત... ૩૬
ભદ્ર પ્રતિમા... ૧ વખત... ૪
બે ઉપવાસ... ૨૨૯ વખત... ૪૫૮
એક ઉપવાસ દીક્ષા દિનનો ૧ વખત... ૧
~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~
કુલ 🙏ઉપવાસ...................................................૪,૧૬૬🙏
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો