હાલાર તીર્થ દર્શન 🙏૦૫- રંગપુર
➖➖➖➖➖➖➖➖➖
જામનગરથી ૫૦ કિમી. દુર રંગમતી નદીના કાંઠે વસેલું રંગપુર ગામ તે ગામમાં જાણે સ્વર્ગથી ઉતરેલું દેવવિમાન તુલ્ય મનોહર જિનાલય તેમાં પ્રતિષ્ઠિત ૨૩માં તીર્થંકર શ્રી ભીડભંજન પાર્શ્વનાથ પ્રભુની સુંદર પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે...
આ ગામ લગભગ ૨૨૦ વર્ષ પહેલા વસેલું છે. શ્રી વીરપાર મેપાણી ખોનાએ અન્ય ભાઇઓના સહકારથી ગામ વસાવ્યું હતું...
જામસાહેબ પાસેથી રંગપુર જૈન સંઘે જમીન મેળવી અને સાંયરાના શા.માણેકજી ચાંપસી અને શ્રી કેશવજી લધાભાઈએ સ્વ દેવલીબાઈ ચાંપસીના સમરણાર્થે ઉપાશ્રય અને મહાજનવાડી બાંધી સંઘને સુપ્રત કરેલ. તેજ પરિસરમાં આગળ જતા દેરાસરજીનું નિર્માણ થયું. સને ૧૯૮૩માં પ.પૂ. સાધ્વીશ્રી દિવ્યગુણાશ્રીજી અને પ.પૂ. સાધ્વીશ્રી કોટીગુણાશ્રીજીના ચતુર્માસ દરમ્યાન ગામમાં દેરાસરજી બાંધવાનો સંકલ્પ થયો. સને ૧૯૮૫માં ખનનવિધિ અને શિલાસ્થાપન વિધિઓ થઈ અને સને ૧૯૯૦માં સવંત ૨૦૪૬ના વૈશાખ સુદી ૧૧ના દિવસે મુળનાયક તથા અન્ય જિનબિબો સાથે પ. પૂ. શ્રી મહોદયસાગર મ.સા. અને પ. પૂ. શ્રી દેવરત્ન મ.સા. ના હસ્તે પ્રતિષ્ઠા સંપન્ન થઇ....
હાલ ગામમાં ઉપાશ્રય, અતિથીગૃહ તેમજ ભોજનાલયની સુંદર વ્યવસ્થા ઉપલબ્ધ છે.......
હાલ KDO વસ્તીપત્રક મુજબ ૮૫૦ KDO રંગપુરના છે જેઓ જુદા જુદા સ્થળોએ વસવાટ કરે છે...
સરનામું..
શ્રી રંગપુર કચ્છી દશા ઓશવાલ જૈન શ્રી ભીડભંજન પાર્શ્વનાથ દેરાસર અને ઉપાશ્રય ટ્રસ્ટ
મુ.પો.રંગપુર, તાલુકા-લાલપુર, જીલ્લો-જામનગર
ગુજરાત-૩૬૧૨૮૦
સંપર્ક :-
હેમંતભાઇ- +919377320170
રાજેશભાઇ- +916355736873
મુંબઈ
શ્રી નિતીનભાઈ ધરમશી- +919892950814
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો