ગુરુવાર, 10 ડિસેમ્બર, 2020

Halar Trith Darshan Modpar

હાલાર તીર્થ દર્શન 🙏૦૨- મોડપર
➖➖➖➖➖➖➖➖➖
જામનગર થી રોડમાર્ગે ૨૫ કિલોમીટરના અંતરે સૌથી પ્રાચીન મોડપર તીર્થ આવેલ છે ત્યાં શ્વેતવર્ણની પદ્માસન યુક્ત શ્રી સુપાર્શ્વનાથ પ્રભુની દિવ્ય પ્રતિમા મૂળનાયક તરીકે બિરાજમાન છે....

*નિર્માણ :* આજથી લગભગ ૪૨૫ વર્ષ પૂર્વે વિ.સં.૧૬૫૦ માં પરમ પૂજ્ય દાદા ગુરુદેવ અચલગચ્છાધિરાજ પ.પૂ.આચાર્ય ભગવંત કલ્યાણસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા તેમજ નિશ્રામાં જામનગરના તીર્થરૂપ શ્રી શાંતિનાથ ભગવાનના બાવન જિનાલયના નિર્માતા લાલન ગોત્રીય શેઠશ્રી વર્ધમાન પદમશી શાહ દ્વારા છ'રીપાલિત સંઘના પડાવ નિમિત્તે મોડપરમાં શ્રી સુપાર્શ્વનાથ શિખરબધ્ધ જિનાલયનું નિર્માણ થયેલ... 

ઇતિહાસ કહે છે કે શેઠ વર્ધમાન પદમશી શાહે કચ્છથી જામનગર થઇ શત્રુંજયનો સંઘ કાઢેલ, જેમાં ૨૦૦ સાધુ, ૩૦૦ સાધ્વીજીઓ, ૧૫ હજાર યાત્રિકો, રૂપાનો રથ, સોનાનું સિંહાસન, ૫૦૦ રથ, ૭૦૦ ઘોડા, ૫૦૦ ઊંટ હતા. અને તે છ'રીપાલિત સંઘના પ્રેરકમૂર્તિ નિર્માણદાતા હતા. 

ધારણા મુજબ છે કે તે કાળમાં ક.દ.ઓ. અને ક.વિ.ઓ જ્ઞાતિના ૪૫૦ થી વધુ ઘરો મોડપર ગામમાં હતા...
*પ્રથમ જીર્ણોધ્ધાર* વિ.સં.૧૯૯૧માં કચ્છ હાલાર દેશોધ્ધારક અચલગચ્છાધિપતિ ક્રિયોદ્ધારક અજોડ ત્યાગી પ.પૂ.દાદા ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રી ગૌતમસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રબળ પ્રેરણાથી શ્રી મોડપર તીર્થનો જીર્ણોધ્ધાર થયેલ તથા ઉપાશ્રય, ધર્મશાળાનું પણ નિર્માણ થયેલ...તેમણે હાલારમાં ઘણાં ચોમાસા કરી હાલારને ધર્મમય બનાવ્યું હતું.....પ.પૂ.આચાર્ય ભગવંત શ્રી ક્લાપ્રભસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં જેઠ સુદ ૮ સવંત ૨૦૭૦માં અંજનશલાકા પુનઃપ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો....

દેરાસરના પરિસરમાંજ બીજા શિખરબદ્ધ જીનાલયમાં શ્યામવર્ણની ૯૯ ઇંચની પ્રભુ આદિનાથની અદભુત પ્રતિમા બિરાજમાન છે.....

દેરાસરની પાછળ બાજુએ ઉપાશ્રય તેમજ રહેવા તથા જમવાની સુંદર સગવડ ઉપલબ્ધ છે.....

*જીવનમાં અવશ્ય આ પ્રાચીન તીર્થના દર્શન કરવા યોગ્ય છે.....*

*સરનામું..*
શ્રી મોડપર સુપાર્શ્વનાથ મહારાજ શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન દેરાસર અને ઉપાશ્રય

મુ.પો.મોડપર, તાલુકા-લાલપુર, જીલ્લો-જામનગર, 
ગુજરાત-૩૬૧૨૮૦

સંપર્ક :- 
વિનોદભાઇ-9930837509

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top