મંગળવાર, 2 જૂન, 2020

મુટ્ઠિસહિઅં પચ્ચકખાણ

નવકારશી અને ચઉવિહારનો અપૂર્વ લાભ 


નવકાશી અને ચઉવિહાર સહિત " મુટ્ઠિસહિઅં " નું પચ્ચખાણ આખો દિવસ કરવાની મહિને ૨૫ થી ૨૭ ઉપવાસનો લાભ મળે છે .

દિવસમાં ખાવા – પીવાના ૩ કલાકે ગણીએ તો મહિનામાં ૯૦ કલાક ( લગભગ ૪ દિવસ ) જેટલો સમય ભોજન કરવામાં જતો હોય છે . આમ , ૨૬ દિવસ જેટલા દિવસો ખાધા - પીધા વિનાના પસાર થાય છે . તેથી જ એક માસમાં ૨૫ થી ૨૭ ઉપવાસનો લાભ પૂર્વાચાર્યોએ બતાવ્યો છે . 

આવો , સૌ આજથી જ પ્રારંભ કરીએ આ ‘ મુટ્ઠિસહિઅં ’ ના પચ્ચકખાણનો . . . અને 
પામીએ અપૂર્વ લાભ ... 

 સુચના : ‘ મુટ્ઠિસહિઅં ’ પચ્ચકખાણ આખો દિવસ કરનારે બેસીને જ ખાવું પીવું ઉચિત છે . હરતા - ફરતા કે ઊભા ઊભા ખાવું પીવું જોઈએ નહીં . ખાવા - પીવાનું કાર્ય પૂર્ણ થતાં જ બે હાથ જોડીને મુટ્ઠિસહિઅં ” નું પચ્ચખાણ લઈને ઊભા થવું . અને ખાવા પીવાની શરૂઆત કરતા પહેલાં બેસીને જમીન પર મુઠ્ઠી રાખીને એક નવકાર ગણીને ‘ મુટ્ઠિસહિઅં ” પચ્ચકખાણ કે પારવું .


મુટ્ઠિસહિઅં પચ્ચકખાણ લેવાનું સૂત્ર

મુટ્ઠિસહિઅં પચ્ચકખામિ અન્નત્થણાભોગેણં સહસાગારેણ મહત્તરાગારેણં સવ્વ - સમાહિ - વત્તિયાગારેણ વોસિરામિ .

એક નવકાર ગણીને મુટ્ટિસહિઅં પચ્ચકખાણ પારવાનું સૂત્ર 

મુટ્ઠિસહિઅં પચ્ચકખાણ ફાસિઅં પાલિઅં સોહિઅં તીરિઅં કિટ્ટિઅં આરાહિઅં જં ચ ન આરાહિઅં તસ્સ મિચ્છામિ દુક્કડમ્ . 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top