aankh mari ughade Lyrics
આંખ મારી ઉઘડે ત્યાં શંખેશ્વર દેખુ
મંદિરમાં બેઠા મારા પારસનાથ દેખુ
આદિનાથ દેખ તો મન હરખાતું
ધન્ય ધન્ય જીવન મારુ કુપા એની લેખ
અંતરની આંખોથી દરિશન કરતાં
નયણા અમારા નિશદિન ઠરતાં
તારી રે મૂરતીયે મારુ મન લલચાયું
ધન્ય ધન્ય . . . .
નવણ કરાવીને અંતર પખાળુ
કેશર ચઢાવી મારા કર્મોને બાળુ
ચંદન ચઢાવી મનને શીતલ બનાવું
ધન્ય ધન્ય . . . .
સોના રૂપાના ફૂલડે વધાવું
અંતરથી હું તારી આરતી ઉતારુ
ભવોભવ મારે શરણ તમારું
ધન્ય ધન્ય . . . .
નિશદિન તારા ગુણલા હું ગાવું
શિવ મસ્ત સર્વની ભાવના હું ભાવુ
જ્યારે જ્યારે યાદ કરું તુજને હું દેખું
ધન્ય ધન્ય . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો