Hu Tane Kya Malu Prabhu Mane Kehne Lyrics Jain Stavan
હું તને ક્યાં મળું, પ્રભુ મને કેહ ને તું
ક્યાં મારું દિલ ધરું, પ્રભુ મને કેહ ને તું
હું તને ક્યાં મળું…
[ મેં કર્યા ભવ ઘણા, તું ક્યાંય ના મળ્યો
ગોતું છું ભવે ભવે, તો યે તું ના જડયો ]
(૨ વાર)
આ ભવે જો તું મળે વિયોગ ને વિસારી લઉં
હું તને ક્યાં મળું…
[ આ ભવે હું ફરું, તારી તલાશમાં
નૈંણ ધુમ્યા કરે, એકજ આશમાં ]
(૨ વાર)
એક વાર જો મળે તરસ બધી છીપાવી લઉં
હું તને ક્યાં મળું…
[ જ્યાં હતી ધારણા, ત્યાં જોયો ના તને
ક્યાં તું છુપાયો છે, કોણ કહે મને ]
(૨ વાર)
તું જ થા પ્રગટ પ્રભુ જીગર મહી છુપાવી લઉં
હું તને ક્યાં મળું…
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો