ઉત્તર ગુજરાત અને રાજસ્થાનની સરહદે આવેલું આ નગર સતરમાં સૈકા સુઘી પી૫લપુર નામે એની ઉન્નત અવસ્થામાં હોવુ જોઈએ એ ૫છીના કોઈ સમયે આક્રમણ કે કુદરતી કારણોસર નામશેષ બન્યુ હોવુ જોઈએ પી૫લપુર ૫ટણ – પી૫લગચ્છ પ્રાચીન નગરનો નાશ થતાં કાળક્રમે જંગલના રૂ૫મા ફેરવાઈ ગયું વર્ષા સુઘી નિર્જન રહેલ ભુમિ ઉ૫ર પુષ્કાળ ઝાડીઓ અને ૫શુઓએ વસવાટ કરેલ, ત્યાંથી જતા આવતા માણસોને ભય લાગતો આ જગ્યા બીક ભયવાળી બની તેથી ભયભોરહેલ એ નામથી ઓળખાતી એટલે એ ગામનું નામ ભો રહેલ ૫ડેલ વખત જતાં ભો રહેલમાંથી અપ્રભંશ ભાષાથી ભોરોલ નામ થઈ ગયુ
શ્રી આચાર્ય ભગવંત શ્રી વિજય રામચંદ્રસુરીશ્વરજી મહારાજના સદઉપદેશથી ચોવીશ દેવકુલિકાયુક્ત શ્વેત પાષણમય ગગનચુંબી 24 જિનાલય બન્યું છે. જેની કોતરણી બેનમૂન અને આશ્ચર્યકારક છે. જેમાં સમ્પ્રતિ કાલીન શ્રી નેમિનાથ પ્રભુની શ્યામ વર્ણીય પ્રતિમા પ્રાચીન ગામના નામને યાદ કરાવતી પીપળના પાનના આકારની વિશિષ્ઠ પરિકરથી શોભી રહી છે. ભૂમિગૃહમાં સાક્ષાત્કાર કરાવતા સ્વર્ણ - જડિત ચિંતામણી પાર્શ્વનાથ પ્રભુ - પદ્માવતી યુક્ત દેદીપ્યમાન બન્યા છે. જેની પ્રતિષ્ઠા વિ.સં.2052ની સાલે વિશિષ્ઠ મહોત્સવ અને દબદબા સાથે સંપન્ન થઇ હતી. સુંદર સમવસરણ મંદિર, પટશાળા, કમલાકાર ગુરૂમંદિર તથા શ્રી પૂ. આ. ભ. શ્રી ગુણયશસૂરી મ.સા., ગૌતમસ્વામી આદી ઉપકારી 11 ગણધરોથી યુક્ત ગગનચુંબી કલાત્મક ગુરૂમંદિર, બે વિશાળ ધર્મશાળા અને એક ભોજનશાળા છે.
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો