ગુરુવાર, 19 ઑગસ્ટ, 2021

Shatrunjaya Palitana Mahiti

 ૧ શ્રી શત્રુંજય ગિરિરાજ–પાલીતાણા તીર્થની માહિતી

ભારતના પશ્ચિમી રાજ્ય ગુજરાતના સોરઠ (સૌરાષ્ટ્ર-સુરાષ્ટ્ર) નામથી જાણીતા વિસ્તારના અગ્નિકોણમાં સ્થિત શત્રુંજયગિરિનું સ્થાન જૈન તીર્થોની શ્રેણીમાં સિરમોર સ્થાને છે. પ્રાચીન આગમોમાં સિદ્ધક્ષેત્ર તરીકે સંજ્ઞાપિત અને સમગ્ર જનસમૂહમાં શાશ્વતગિરિ તરીકે સુવિખ્યાત આ તીર્થની યાત્રા એ પ્રત્યેક જૈન માટે જીવનનું અણમોલ સપનું હોય છે. જીવનનું પરમ ધ્યેય હોય છે.

પાલીતાણા

ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં સ્થિત પાલીતાણા એ સમુદ્ર-સ્તરથી ૬૬ મીટર એટલે ૨૧૭ ફૂટ ઉંચાઈ ઉપર ૧૩ સ્ક્વેર કિલોમીટરમાં પથરાયેલું સોહામણું નગર છે. ઈસ્વી સન ૨૦૧૧ ની વસતિ ગણતરી પ્રમાણે એની જનસંખ્યા ૧.૭૫ લાખની છે.એમાં ૫૨ ટકા પુરુષો તથા ૪૮ ટકા મહિલાઓ છે.૧૫ ટકા વસતિ ૬ વરસથી નીચેની વયના બાળકોની છે.ભણતરનાં આંક પ્રમાણે પુરુષોમાં ૫૯. ટકા અને મહિલાઓમાં ૫૭ ટકા સાક્ષરતા છે.અમદાવાદથી ૨૨૫ અને ભાવનગરથી દક્ષિણ પશ્ચિમમાં ૫૧ કિલોમીટર આવેલા પાલીતાણાનગરનો પ્રાણ છે શત્રુંજયનો ઊંચો ઊંચો ડૂંગર ! પાલીતાણા રેલ્વે સ્ટેશન અને બસ સ્ટેન્ડથી અંદાજે ૨ કિલોમિટર જેટલો લાંબો રસ્તો કે જેની બંને બાજુ ગામ વસ્યું છે અને જાત જાતની વસ્તુઓના બજાર વિકસ્યા છે. એકથી એક ચઢિયાતી સગવડતાઓ સાથેની ૧૩૦ જેટલી ધર્મશાળાઓની હારમાળા પથરાયેલી છે. આ બે કિલોમીટરનો રસ્તો પસાર કરો એટલે આવે શત્રુંજય પર્વતની તળેટી!!!

જૂની તળેટીઓ તથા જય તળેટી

તળેટી એટલે કોઈ પણ પર્વત ઉપર ચઢવાનો પ્રારંભ જ્યાંથી થતો હોય અને વ્યવસ્થિત પગથિયા બનાવેલ હોય કે ઉબડ ખાબડ પથરા ગોઠવેલા હોય એ ભૂમિને તળેટી તરીકે ઓળખવામાં આવે છે. કયાંક અને પાજ અથવા પાગ પણ કહેવામાં આવે છે.પાજ એટલે નિશ્ચિત બાંધેલી જગ્યા ! જેમ કે ઘેટી ગામ તરફથી ગિરિરાજ ઉપર ચઢવાના રસ્તાના પ્રારંભને ઘેટી પાગ કહેવામાં આવે છે. આમ તો એ પણ તળેટી જ કહેવાતી હતી.

પૂર્વ કાળમાં પહેલી તળેટી ‘વડનગર’ હતી. પછી બીજી તળેટી વલ્લભીપુર-વળાથી પ્રખ્યાત થઇ. તે પછી સમયના પ્રવાહ સાથે વહેતા તળેટી આદપુરથી પ્રારંભ થઇ, ચોથી તળેટી પાલીતાણાની થઇ, અને પાંચમી તળેટી એટલે હાલમાની ‘જય તલેટી’ જે અત્યારે પ્રચલિત છે. રણસી દેવરાજની ઘર્મશાળાની બાજુમાં એક રૂમ છે, તેમાં દેરી અને આદીશ્વર ભગવાનનાં પગલાં છે તેને પણ જૂની તળેટી કહે છે. વળી કંકુબાઇની ઘર્મશાળા પાસે જૂની વિજય તળેટીનો ઓટલો કહેવાય છે, તેની ઉપર શ્રી આદીશ્વર ભગવાન, શ્રી ગૈાતમસ્વામી અને મણિવિજયજી મહારાજનાં પગલાં છે, તેને પણ જૂની તળેટી કહે છે. આમ તળેટી અંગે જે તે સમયે જુદી જુદી પરંપરાઓ અને માન્યતાઓ અસ્તિત્વમા આવી. વર્તમાનમા છેલ્લા 100-200 વરસથી કે તેથી પણ વધારે સમયથી પાલીતાણામાં શત્રુંજય ગિરિરાજ ઉપર ચઢવાનો માર્ગ જય તળેટીનો નિશ્ચિત અને એક જ જાણીતો થઈ જવાથી તે ભાગ બહુ પ્રખ્યાતિ પામ્યો.સમયે સમયે દર્શનાર્થી યાત્રિકો માટે આરાધના પૂજા પાઠ વગેરે સગવડતા તથા વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને પેઢી તરફથી એને સુવ્યવસ્થિત બનાવવામાં આવ્યો છે. વરસો પહેલા જયતલાટીનો ઓટલો ખુલ્લો હતો. તેની જમણી બાજુમાં અમદાવાદના નગરશેઠ હેમાભાઇ વખતચંદે આરસની દેરીપૂર્વક મંડપ બંધાવ્યો હતો. જ્યારે ડાબી બાજુએ ઘોલેરાવાળા શેઠ વીરચંદ ભાઇચંદે આરસની દેરીપૂર્વક મંડપ બંધાવ્યો હતો. તળેટીનો મોટો ચોક હવે મંડપ –તોરણ, થાંભલા અને કમાનોથી સુશોભિત થવાના લીધે ખૂબજ ભવ્ય લાગે છે. થોડાક જ પગથીયા ઉપર ચઢીને હોલમાં પ્રવેશતા સામે જ કુલ ૧૧ દેરીઓની સ્થાપના છે. ઓટલા ઉપરની બઘી દેરીઓ જુની અને જીર્ણ થઈ જવાથી વિ.સં. 2034માં આણંદજી કલ્યાણજી પેઢીએ જીર્ણોદ્ધાર કરાવીને સુંદર,શોભાયમાન દેરીઓ ફરી નિર્મિત કરાવીને તેની પુન:પ્રતિષ્ઠા કરાવી.

પ્રત્યેક દેરીમાં ભગવાન ઋષભદેવ તથા અન્ય તીર્થંકરોની ચરણ પાદુકાઓ છે.ધ્વજદંડ તથા એના ઉપર લહેરાતી નાની નાની ધજાઓથી શોભતી (સિદ્ધશિલા) વચલી દેરીનું શિખર મોટું અને કલાત્મક બનાવાવ્યું છે. દેરીઓના આગળના ભાગમાં ગિરિરાજની પાષાણ-શિલાઓનો હિસ્સો પણ ખુલ્લો રખાયેલો છે યાત્રિકો દ્વારા તેની ભક્તિભાવથી પૂજા કરાય છે .વંદાય છે તથા શણગારાય છે. યાત્રાના પ્રારંભમાં અહી સ્તુતિ સ્તવના તથા ચૈત્યવંદન કરવું અતિ મહત્વનું તથા શુભ મનાય છે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં શત્રુંજયના સાદને સાંભળીને દોડી આવેલા પૂજ્ય સાધુ-સાધ્વીજી મહારાજોને ભાવસભર બનીને દર્શન વંદન કરતા જોવા, યાત્રિક ભાઈ બહેનોને ચોખાના સાથિયા પૂરતા અને શબ્દોના તેલ ને પૂરી સ્વરના દીવડાઓ પેટાવવા પૂર્વક પ્રભુના ગુણ ગાતા જોવા એ મધુરો લહાવો છે. ભાવભરી ભક્તિ-વંદના કરીને પર્વત ઉપર બિરાજમાન દાદા આદિનાથના દર્શન કરવા માટે જય અદિનાથ, જય દાદા, જય શત્રુંજય, જય સિધ્ધગિરિ, જેવા હર્ષોલ્લાસભર્યા ઉદ્દગારો સાથે યાત્રિકો તળેટીથી આરંભ થતા પગથીયે ડગલા મૂકે છે અને આમ આરંભાય છે શાશ્વતગિરિની યાત્રા !

તળેટીની ઉપર ધનવસહીની ટૂંકના નામે પ્રખ્યાત જિનાલય મુર્શિદાબાદના નિવાસી રાય ઘનપતસિંહજી તથા લખપતસિંહજી બાબુ નામના બે ભાઇઓએ એમની માતા મહેતાબકુંવરના શ્રેય નિમિત્તે બંઘાવરાવ્યુ હતું, જેની પ્રતિષ્ઠા વિ.સં ૧૯૫૦માં મહા સુદિ દશમના રોજ કરવામાં આવી હતી.આ દેરાસરમાં દાદા આદીશ્વરજી, પુંડરિક સ્વામીની પ્રતિમા તથા રાયણ પગલા જળમંદિર વગેરેની સ્થાપના થયેલી છે. યાત્રીકો એના દર્શન કરીને આગળ વધે છે. ડૂંગર ઉપર ચઢાવા માટે અક્ષમ લોકો આ ટૂંકની યાત્રા કરીને પણ પોતાનો અહોભાવ વ્યક્ત કરે છે. અને યાત્રા કર્યાનો સંતોષ માને છે.આજુબાજુ અન્ય દેવકુલિકાઓમાં જિન પ્રતિમાઓ તથા જિન પાદુકાઓની સ્થાપના થયેલી છે. ધનવસહીની ટૂંક તથા તળેટીની દેરીઓ વચ્ચે નળિયા કચ્છ નિવાસી ગોવિંદજી જેવત હિરજી ખોના દ્વારા નિર્મિત 15મા તીર્થંકર ધર્મનાથ ભગવાનનું જિનાલય પણ આવેલું છે ઉપર ચઢતા જમણી બાજૂએ પૂજ્ય પન્યાસજી કલ્યાણવિમલજીના ઉપદેશથી નિર્મિત સરસ્વતી ગુફા નામે વિખ્યાત સાધના ભૂમિ પણ અહીં છે,જ્યાં સરસ્વતીમાતાની મનોહારી પ્રતિમા છે.અહી અનેક સાધકો શ્રુતદેવીની ઉપાસના કરતા હોય છે.સમીપમાં નિર્મિત 108 સમવસરણ જૈન મંદિરની વિશાલકાય રચના સૌના હૃદયને ભક્તિભાવથી ભરી દે છે.. આમાં 108 તીર્થોના ચિત્રપટ્ટો, 108 પાર્શ્વનાથની પ્રતિમાઓ તથા અન્ય જૈન કથા પ્રસંગોના 108 ચિત્ર પટ્ટોનું આલેખન કરવામાં આવ્યું છે. સાધુ-સાધવી શ્રાવક-શ્રાવિકારુપ ચતુર્વિધ સંધના 4 અંગોના 27-27 પ્રસંગોના આલેખન યુક્ત 108 ચિત્રપટો બનેલા છે. આ જિનાલયનું નિર્માણ વિ.સં.2024માં કરવામાં આવ્યું છે.


શત્રુંજયનો ઇતિહાસ


શત્રુંજયનો ઇતિહાસ પૌરાણિક-ઐતિહાસિક કાળથી ઘટના પ્રધાન રહ્યો છે.


પૌરાણિક કાળ એટલે કે ઇતિહાસના વર્ષોની ગણતરી અને આલેખન પહેલાના યુગમાં આ જાજરમાન તીર્થની ભવ્યતા અને પ્રભાવકતા ચરસસીમાં ઉપર હતી ભગવાન ઋષભદેવ સ્વયં અહીં પૂર્વ નવ્વાણુ વાર પધાર્યા હતા. એમની ચરણ રજથી આ તીર્થ પાવન બન્યું. ત્યારબાદના યુગમાં સમયે સમયે આ તીર્થના જિર્ણોદ્ધાર થતા રહ્યા. વિક્રમસંવત 100 અથવા 108માં યુગપ્રધાન આચાર્ય વજ્રસ્વામી વરદ હસ્તે મધુમતી-મહુવાના રાજવી શ્રેષ્ઠિ જાવડશા (જાવડિશા) એ અપાર સંપત્તિનો સદ્વ્યય કરીને શ્રીશત્રુંજય મહાતીર્થનો જિર્ણોદ્ધાર કરાવવા પૂર્વક સુંદર દેરાસર બનાવી ને તક્ષશિલા નગરીમાંથી રાજા જગમલ્લની ધર્મચક્ર સભાના ભોયરામાંથી પ્રાપ્ત આદિનાથના જિનબિંબની વિધિપૂર્વક પ્રતિષ્ઠા કરાવી. આ ઘટના શત્રુંજયના ઇતિહાસમાં 14માં ઉદ્ધાર તરીકે સ્થાપિત થઇ. ત્યારબાદ લગભગ બારસો વરસનો ઇતિહાસ અજ્ઞાત રહે છે. અથવા તો એના અંકોડા ઉપલબ્ધ નથી. કારણકે ઇતિહાસ કાળની ગર્તામાં ધકેલાઇ ગયો. આ દરમિયાન બનેલી ઘટનાઓની કોઇ તવારીખ સચવાઇ નથી કે ઉપલબ્ધ નથી.


વિકાસના અનેક તબક્કાઓ જેમાં અતિ પ્રાચીન ઇક્ષ્વાકુ વંશની ક્ષત્રિય પરંપરાથી પ્રારંભ થઇ, ચૌલુક્ય યુગ(10-12મી સદી) સોલંકી યુગ(12-13મી સદી) મુસ્લિમ નવાબી યુગ (13થી 17મી સદી) ને અગ્રેજી હકુમતનો સમયગાળો(18-19મી સદી) તથા સ્વરાજ્ય પછીના સમયથી વર્તમાન સમયના ગાળા દરમ્યાન વિકાસનું વ્યોમ જેમ જેમ વિસ્તરતું રહ્યું. તેમ તેમ વખતોવખત વિનાશના વાવાઝોડાં પણ ઝીંકાતા રહ્યા.


સોલંકીરાજ દરમિયાન ગુજરાતના મહામંત્રી ઉદયનના સમયથી શત્રુંજય મહાતીર્થની ઐતિહાસિક ઘટનાઓની પ્રધાન તવારીખ પ્રારંભાય છે.


શ્રીશત્રુંજયોદ્ધારપ્રબંધ ઉપરથી જાણવા મળે છે કે, કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચંદ્રચાર્ય, ગૂર્જર સમ્રાટ કુમારપાળદેવ અને મહામંત્રી ઉદયનના સમયમાં શ્રીશત્રુંજય મહાતીર્થ ઉપરનું મુખ્ય જિનમંદિર લાકડાનું બનેલું હતું. ઉદયન મંત્રીશ્વરે એને પાષાણનો બનાવવાનો સંકલ્પ કર્યો કે “જ્યાં સુધી આ દેવમંદિર પાષાણનું ન બને ત્યા સુધી મારે હંમેશને માટે એકાશનનું તપ કરવું,” પણ યુદ્ધ ભૂમિ ઉપર જ એમનો દેહાંત થઇ જવાના કારણે, ઉદયનન પોતાની આ પ્રતિજ્ઞા પુરી ના કરી શક્યા, પણ એમના પિતૃભક્ત, ધર્મભક્ત અને રાજ્યભક્ત સુપુત્ર બાહડ મંત્રીએ પિતાશ્રીની ભાવના પુરી કરવા, શ્રી શત્રુંજયના મુખ્ય મંદિરને પાષાણથી નિર્મિત કરાવીને વિક્રમસંવત 1213માં કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના વરદ હસ્તે એની પ્રતિષ્ઠા કરાવી.


આ પછી આ પહાડ ઉપર, વાઘેલા રાજ્યશાસનમાં, મહામંત્રી વસ્તુપાળ- તેજપાળના સમયમાં, અને તે પછીના વખતમાં પણ નવા નવા દેવ મંદિરો બંધાવા લાગ્યાં અને તીર્થની શિલ્પકળાની શોભામાં ક્રમે ક્રમે વધારો થવા લાગ્યો જિન મંદિરોનો આ વધારો મોટે ભાગે, દાદાના મુખ્ય દેરાસરની આસપાસ થયો હતો.


પણ કમનસીબે, આ વધારો એકધારો ચાલુ ન રહી શક્યો, અને 14માં સૈકાના ઉત્તરાર્ધમાં, વિક્રમસંવત 1369માં તીર્થ ઉપર થયેલ મુસલમાનોના આક્રમણને લીધે, તીર્થના મંદિર અને મૂર્તિઓ ખંડિત થયા અને તીર્થ ઘણા મોટા સંકટમાં આવી પડ્યું. આવા ભારે મુસીબતનાં સમયમાં, પાટણના શ્રેષ્ઠી દેશળશાના વગદાર અને બાહોશ સુપુત્ર સમરાશા ઓસવાળે અહીં તીર્થનો ઉદ્ધાર કરાવીને એની પુન:પ્રતિષ્ઠા કરાવવાનું બીડું ઝડપ્યું.અને તીર્થોદ્ધારનુ એ કાર્ય એમણે બે વર્ષ જેટલા ટૂંકા સમયમાં જ સફળતા પૂર્વક પૂરૂં કરાવીને વિક્રમસંવત 1371માં એની પ્રતિષ્ઠા તત્કાલીન મહાન આચાર્યભગવંત શ્રી સિદ્ધસેનસૂરિશ્વરજીના પાવન સાનિધ્યમાં એમના જ વરદ હસ્તે કરાવી, જે 15માં ઉદ્ધાર તરીકે યાદગાર બની ગઇ.


આપછી બે સૈકા બાદ, વિક્રમની સોળમી સદીના ઉત્તરાર્ધમાં, મુસ્લિમોના હુમલાને કારણે આ તીર્થ વળી પાછું ખંડિત થયું. આ વખતે ચિત્તોડગઢના મંત્રી સ્વનામધન્ય કર્માશાએ, ભારે હિંમત દાખવીને, વિક્રમસંવત 1587માં આ તીર્થાનો 16મો જિર્ણોદ્ધાર કરાવ્યો અને મહાન મંત્રવિધાવિશારદ આચાર્ય ભગવંત વિધામંડનસૂરિજીના હસ્તે પ્રતિષ્ઠા કરાવી. આ મહાન આચાર્ય ભગવંત એટલા વિનમ્ર અને પ્રસિદ્ધથી દૂર રહેનારા હતા કે પ્રતિષ્ઠા વખતે શિલાલેખમાં પોતાનું નામ ના મૂકાવતા “સર્વ સૂરિભ્ય” એ પ્રમાણે કોતરાવ્યું. મહાતીર્થના જિર્ણોદ્ધાર ની પરંપરા મંત્રીશ્વર કર્માશાહે કરાવેલ સોળમાં જિર્ણોદ્ધાર એ અત્યાર સુધી છેલ્લા જિર્ણોદ્ધાર તરીકે નોંધાય છે. આ ઉદ્ધાર કંઇક એવા શુભ ચોઘડીયે અને એવા મજબૂત પાયા ઉપર થયો છે કે જેથી એ પછી તીર્થ ઉપર આવી પડેલી કોઇ આપતિના કારણેકે સમયના ઘસારાને લીધે તીર્થની સાચવણી માટે નવેસરથી ઉદ્ધાર કરવાની જરૂર નથી પડી. જોકે સમયે સમયે સમારકામ જાળવણી વગેરે માટે કાર્યો કરવામાં આવતા રહ્યાં આજ અરસામાં વિક્રમસંવત 1650(ઇસ્વીસન્ 1594)માં જૂના અને જીર્ણ થયેલા પ્રાસાદને ખંભાતના શ્રેષ્ઠિશ્રી તેજપાલ સોનીએ પુનનિર્મિત કરાવીને એનું નામ “નંદિવર્ધન પ્રસાદ” આપ્યું જેની પુન:પ્રતિષ્ઠા જગદગુરૂ શ્રી હીરવિજય સૂરિશ્વરજીના વરદ હસ્તે કરાવી. ત્યારે મૂળનાયક ભગવાનની પ્રતિષ્ઠા કરાવવામાં આવી હોય એવો ઉલ્લેખ નથી. અને એ પુનરુદ્ધારને જિર્ણોદ્ધારનું નામ અપાયું નથી. વર્તમાનમા જે દેરાસર વિધ્યમાન છે તે આ નંદિવર્ધન પ્રસાદ જ છે. આ અંગેનો વિક્રમ સંવત 1650નો શિલાલેખ પણ છે.


વિક્રમની સત્તરમી સદી તો જૈન શાસનની પ્રભાવનાની દ્રષ્ટિએ તેમજ શ્રીશત્રુંજય તીર્થના મહિમાની અભિવૃદ્ધિની દ્રષ્ટિએ-એમ બન્ને દ્રષ્ટિએ, જૈન સંસ્કૃતિના ઇતિહાસનાં સોનેરી અક્ષરોથી અંકિત થાય એવી હતી.

શત્રુંજય ગિરિરાજ ઉપર મોક્ષે ગયેલા આત્માઓ


મનુષ્યલોકના દરેક સ્થાનથી જેટલા અનંતજીવો મોક્ષમાં ગયા છે તેનાથી અનંતગણા જીવો શત્રુંજયતીર્થના દરેક સ્થાનથી મોક્ષમાં ગયા છે. મનુષ્યલોકના શત્રુંજય સિવાયના સ્થાનમાં એકીસાથે એક, બે, ત્રણ વગેરે અલ્પ સંખ્યામાં જીવો મોક્ષે ગયા છે જ્યારે શત્રુંજયગિરિરાજ ઉપર એકીસાથે ક્રોડોની સંખ્યામાં જીવો મોક્ષે ગયા છે.


પાંચ પાંડવો 20 ક્રોડ મુનિઓ સાથે મોક્ષમાં ગયા છે,

આદીનાથના તીર્થમાં

અજિતસેનમુનિ 17

બાહુબલિના પુત્ર સોમયશા 13

દ્રાવિડ વારિખિલ્લજી 10

શાંબ- પ્રદ્યુમ્ન 8.5

પુંડરીક ગણધર 5

ભરતમુની 5

રામ-ભરત 3

નમિ-વિનમિ 2

શાંતિનાથ જિનના સાધુઓ 1,52,55,777

કદંબગણધર 1

સારમુનિ 1

સાગરમુનિ 1

નારદમુનિ 91,00,000

આદિત્યશા (ભારત ચક્રવર્તીના પુત્ર) 1,00,000

વસુદેવની સ્ત્રીઓ 35,000

દમિતારિમુનિ 14,000

અજિતજિનના સાધુઓ 10,000

શ્રીનંદિષેણસૂરિ 7,000

વૈદર્ભી 4,400

બાહુબલિ 1,008

થાવચ્ચાપુત્ર 1,000

સંપ્રતિજિનના થાવચ્ચા ગણધર 1,000

શુક્રપરિવ્રાજક (શુ્ક્રસૂરિ) 1,000

કાલિકમુનિ 1,000

ભરતચક્રવર્તી 1,000

સુભદ્રમુનિ 700

શૈલકાચાર્ય 500

શત્રુંજય ઉદ્ધાર

ઇતિહાસયુગ પહેલા (પ્રાગૈતિહાસિક સમયમાં) શત્રુંજય ના નીચે મુજબ બાર ઉદ્ધારો થયા છે.

ઉદ્ધાર – ૧ ભગવાન શ્રી ઋષભદેવ સ્વામીના શાસનમાં શ્રી ભરત ચક્રવર્તીએ કર્યો.

ઉદ્ધાર – ૨- સૌધર્મ ઇંદ્રની પ્રેરણાથી શ્રી ભરત ચક્રવર્તીના વંશમાં થયેલ આઠમાં રાજા શ્રી દંડવીર્યે કર્યો.

ઉદ્ધાર – ૩- શ્રી તીર્થંકર દેવ ના ઉપદેશથી ઈશાન ઇંદ્રે (દંડવીર્યના પછી સો સાગરોપ જેટલો કાળ ગયા બાદ) કર્યો.

ઉદ્ધાર – ૪- ત્રીજા ઉદ્ધાર પછી ક્રોડ સાગરોપમ કાળ બાદ મહેન્દ્ર ઇંદ્રે કર્યો.

ઉદ્ધાર – ૫- ચોથા ઉદ્ધાર પછી દસ ક્રોડ સાગરોપમ કાળ બાદ પાંચમા દેવલોક ના ઇંદ્રે કર્યો.

ઉદ્ધાર – ૬- પાંચમા ઉદ્ધાર પછી લાખ ક્રોડ સાગરોપમ કાળ બાદ ભવન નિકાયના ઇંદ્રોએ કર્યો.

ઉદ્ધાર – ૭- શ્રી અજિતનાથ ભગવાનના શાસનમાં સગર ચક્રવર્તીએ કર્યો.

ઉદ્ધાર – ૮- શ્રી અભિનંદનસ્વામીના શાસનમાં વ્યંતરેન્દ્રોએ કર્યો.

ઉદ્ધાર – ૯- શ્રી ચંદ્રપ્રભ પ્રભુના શાસનમાં ચંદ્રયશા રાજાએ કર્યો.

ઉદ્ધાર – ૧૦- શ્રી શાંતિનાથ ભગવાનના શાસનમાં ચક્રધર રાજાએ કર્યો.

ઉદ્ધાર – ૧૧- શ્રી મુનિસુવ્રતસ્વામીના શાસનમાં, પોતાના લઘુ બંધુ શ્રી લક્ષ્મણજી સાથે રહીને, શ્રી રામચંદ્રજીએ કર્યો.

ઉદ્ધાર – ૧૨- શ્રી અરિષ્ઠનેમિનાથના શાસનમાં પાંચ પાંડવોએ કર્યો.

૧૪. ઇતિહાસ-યુગમાં થયેલ ચાર ઉદ્ધારોની યાદી આ પ્રમાણે છે.

૧) શ્રી મહાવીરદેવના શાસનમાં વી.સં. ૧૦૮ વર્ષમાં મધુમતીનિવાસી જાવડ શ્રેષ્ઠીએ, આચાર્યશ્રી વજ્રસ્વામીના સાનિધ્યમાં કર્યો.(તેરમો ઉદ્ધાર)

૨) વિ.સં.૧૨૧૧માં (મતાંતરે સં.૧૨૧૩માં) ઉદયનમંત્રીના પુત્ર બાહડમંત્રીએ કલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યના સાનિધ્યમાં કર્યો.(ચૌદમો ઉદ્ધાર).

૩) પાટણના શ્રેષ્ઠી દેશળશાના પુત્ર સમરસિંહે(સમરશાએ) વિ.સં.૧૩૭૧માં, આચાર્યશ્રી સિદ્ધસૂરિની નિશ્રામાં કર્યો.(પંદરમો ઉદ્ધાર).

૪) વિ.સં.૧૫૮૭ મહાન મંત્રવિધ્યા વિશારદ આચાર્ય ભગવંત શ્રી વિદ્યામંડનસૂરિજીના સાનિધ્યમાં ચિત્તોડગઢના મંત્રી સ્વનામધન્ય કરમાશાએ કર્યો

યાત્રાનો આરંભ

લોકો જય આદિનાથ જય શત્રુંજય કહીને પગથીયે પગથીયે પોતાનો પગ મૂકતા લાકડીના ટેકે યાત્રાનો આરંભ કરે છે. તળેટીથી આરંભાતો ઉપર સુધીનો માર્ગ આશરે 3.6 કિ.મી.નો લાંબો તથા ૩૫૦૧ જેટલાં પગથીયાવાળો છે. વચ્ચે વચ્ચે થોડુંક સપાટ ચાલવાનું પણ આવે છે.જાતજાતની દેરીઓમાં પ્રાચીનકાળના મહાપુરુષોની સ્મુતિરૂપ મૂર્તિઓ તથા પગલાંની સ્થાપના છે. પોરો ખાવા કે થાક ઉતારવા, વાતાવરણને મન ભરીને નિહાળવા કે પછી તાજી હવાને શ્વાસમાં ભરવા માટે થોડા થોડા અંતરે વિસામાંઓ બન્યા છે. ઠંડી હવાની લહેરખી આપતા જળથી ભરેલા કુંડો પણ રૂડા દીસે છે. આમને આમ ભક્તિના ભાવમાં રાચતા –માચતા અને દુન્યવી સુખ-દુખના દ્વન્દ્વોથી દૂર થયેલા ભક્તો ઉપરને ઉપર આગળ વધતા જાય છે.
અંદાજે 2000 ફૂટ ઊંચાઈએ આવેલા શત્રુંજય પર્વત ઉપર 100 જેટલાં સુંદર સંગેમરમરનાં જૈન દેરાસરો છે. દેરાસરોનો આવડો મોટો સમુહ વિશ્વમાં બીજે ક્યાંય નથી. પ્રાચીન સંસ્કૃતિના આ અદભૂત અને અદ્વિતીય સ્થાપત્ય મંદિર નગર વિશ્વમાં બેનમુન છે. સૌંદર્ય, કલા અને પવિત્રતાની ત્રિવેણી સંગમ સમો શત્રુંજય પર્વત અને તેના જૈન મંદિરોનો અદભૂત સમુહ માનવજાતને માટે ઇતિહાસની અદભૂત ભેટ છે. ધાર્મિક અને પ્રાચીન સ્થાપત્ય કલાવારસાની દૃષ્ટિએ આ તીર્થનું દેશ-વિદેશમાં અનોખુ સ્થાન છે. માત્ર ગુજરાત રાજસ્થાનના જ નહી પરંતુ દેશભરના લાખો ભાવિક ભક્તો, જૈનો તેમજ જૈનતર લોકો તથા વિદેશમાં વસતા હજારો જૈનો અને અન્ય દેશી વિદેશી પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર્શન અને પૂજા ભક્તિ માટે અહી દોડ્યા દોડ્યા આવે છે અને લાભ લે છે આ તીર્થની ખ્યાતિ પ્રાયઃ શાશ્વતતીર્થ તરીકે ગણાય છે. આ અવસર્પિણીના પ્રથમ તીર્થંકર ઋષભદેવ ભગવાન પૂર્વ 99 વાર ગિરિરાજ ઉપર પધાર્યા હતા. તેમના ચરણોથી પવિત્ર બનેલ આ તીર્થ ભગવાન ઋષભદેવતીર્થ તરીકે પ્રસિદ્ધી પામેલું છે. ભગવાન ઋષભદેવના પ્રથમ ગણધર શ્રી પુંડરિક સ્વામી આ ગિરિરાજ ઉપર નિર્વાણ પામ્યા હતા. આ તીર્થ ઉપર અસંખ્ય આત્માઓ આત્મસાધના કરી નિર્વાણ પામેલા છે. તેથી આ તીર્થ સિદ્ધક્ષેત્ર અથવા સિદ્ધાચલ તરીકે પણ ખ્યાતિ પામેલું છે. આ ક્ષેત્રનો પ્રભાવ અદ્ભૂત છે તેની સ્પર્શનાથી કર્મમળ નાશ પામે છે. દર્શનથી સમ્યક્ દર્શન નિર્મળ થાય છે અને યાત્રાથી જીવન કૃતાર્થ બની જાય છે.
માત્ર ગુજરાતના જ નહીં પરંતુ દેશભરના લાખો ભાવિક ભક્તો, જૈનો તથા જૈનેતર લોકો તથા વિદેશી યાત્રિકો તથા પ્રવાસીઓ મોટી સંખ્યામાં દર્શન અને પૂજા ભક્તિનો લાભ લે છે. શ્રી જયતળેટીથી આશરે 3.6 કિ.મી.ના અંતરે ૩૫૦૧જેટલાં પગથિયાં ચઢીને ગિરિરાજ ઉપર પહોંચી શકાયછે.
વિ.સં.1244 તેજપાળ મંત્રી દ્વારા નિર્મિત સંચાર પાંજા( ઘડ્યા વગરના પત્થરોદ્વારા નિર્મિત પગથિયારૂપ પર્વતીય માર્ગ) બનાવીને આ તીર્થના આરોહણ માટે સગવડતા કરાઇ હતી.આના જુના અવશેષો આજે પણ હિંગળાજના હડાની પાછળના ભાગમાં જોવા મળે છે. ઇસ્વીસન્ 1952-1956 દરમ્યાન આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા નવનિર્મિત પત્થરોનો ઉપયોગ કરીને 3216 જેટલા પગથીયા બનાવવા પૂર્વક સુંદર- સરળ રસ્તાનુ નિર્માણ થયું. અને ત્યારબાદ વખતો વખત જાળવણી કરીને વ્યવસ્થિત રાખાવામાં આવે છે.
તીર્થયાત્રા દરમ્યાન/ઉપર ચડતી વખતે ખાવા-પીવાની કોઇપણ ચીજ વસ્તુ સાથે લઇ જવાની સખ્ત મનાઇ છે.
આમતો સમગ્ર યાત્રા ઉઘાડા પગે કરવાની હોય છે. પણ આવશ્યકતા પડતા કપડાના બૂટ- ચંપલ કે મોજડી વગેરે મળી રહેતા હોય છે.
થાકેલા યાત્રિકોના વિસામા માટે થોડે થોડે અંતરે વિશ્રમ સ્થાનો, ઓટલાઓ, બાંકડાઓ,બેસવાની જગ્યાઓ, પાણી પીવામાટેની પરબો નિર્મિત થયેલી છે.
આ તીર્થ સાથે સેકંડો વરસોથી અનેક કથાઓ, ઉપકથાઓ, દંતકથાઓ જોડાયેલી છે.
આ તીર્થ અસંખ્ય લોકોની અપાર શ્રઘ્ઘા અને આસ્થાનું જીવંત પ્રતીક છે.
નાના નાના ભૂલકાઓથી માંડીને મોટી ઉમરના વયોવૃઘ્ઘ ભાઇ બહેનો પણ આદીશ્વર દાદા પ્રત્યેની અગાધ શ્રદ્ધાના બળે કયારેક તો બીમારી... અસ્વસ્થતા કે અશક્તિને ગણકર્યા વગર હોંશે હોંશે યાત્રા કરે છે!
મોટાભાગના લોકો યાત્રા દરમ્યાન ખાવા પીવાનું તો દૂર મોઢામાં કશું નાંખતા પણ નથી!
સગવડતાઓ
તીર્થાધિરાજ ઉપર પૂજા કરવા માટે સ્નાન વગેરે માટે સ્નાનગૃહોની વ્યવસ્થા છે. પરમાત્માને ફૂલો- ફૂલોના હાર અર્પણકરવાની ભાવનાવાળાઓ માટે રામપોળની અંદરના ઓટલા ઉપર ફૂલવાળા ભાઇઓ બેસે છે જે યાત્રિકોને ફૂલો-હાર વગેરે ઉપલબ્ધ કરાવે છે.
પૂજા કરનારા ભાઇબહેનો માટે પૂજાના અલાયદા વસ્ત્રોની વ્યવસ્થા પણ ઉપલબ્ઘ છે.
પરમાત્માની પ્રતિમાની જલ( પક્ષાલ) ચંદન વગેરે પૂજાઓના ચડાવા નિયમિત બોલાતા હોય છે. આ ઉપરાંત નિયત સમય દરમ્યાન પૂજા કરવા ઇચ્છતા ભાઇબહેનોને પૂજા કરીને લહાવો લેતા હોય છે.
દાન – સહયોગ આપવાની ભાવનાવાળા યાત્રિકો માટે પર્વત ઉપર કાર્યાલયની વ્યવસ્થા છે. જયાં રકમભરીને પાકી રસીદ મેળવી શકાય છે.
તીર્થ યાત્રા અંગે માર્ગદર્શન
તીર્થ યાત્રા કરનારા ભાઇબહેનો માટે જે અશક્ત હોય, શારીરિક કારણોસર પગે ચાલીને, ચડીને યાત્રા ન કરી શક્તા હોય એવા ભાઇબહેનો માટે 2-3 જાતની ડોળીઓની વ્યવસ્થા ઉપલબ્ઘ હોય છેં. જય તળેટી પાસે આના માટે એક વિશેષ કાર્યાલય કાર્યરત છે.
સામાન્ય ડોળી, ખુરશીવાળી ડોળી, 4 જણ ઉચકીને ચડે એવી ડોળી વગેરે ડોળીઓ મળી રહે છે.
યાત્રિકોને ધસારો, પર્વના દિવસો વગેરેના લીધે ડોળી માટેના ભાવોમાં ફેરફારો થતા રહે છે.પર્વત ઉપર ચઢતી વખતે ટેકા માટે વાંસની લાકડીઓ પણ મળી રહે છે.
નાના બાળકોને તેડવા માટે તથા થેલા-થેલી ઉચકવા માટે તેડાગર બહેનો મળી રહેછે.

શ્રી ગિરિરાજની ૩ પ્રદક્ષિણાઓ

ગિરિરાજની દોઢ ગાઉ, છ ગાઉ તથા બાર ગાઉ એમ પ્રદક્ષિણા (પરિક્રમા) ફેરી કરી શકાય છે.બાર ગાઉની પ્રદક્ષિણા હાલમાં બંધ જેવી છે .

દોઢ ગાઉની પ્રદક્ષિણા

દાદાના દર્શન કરી chaરામપોળની બારીથી નીકળતા જમણી બાજુ બહારના ભાગમા સોખરી નામની ટેકીરી પાસેના રસ્‍તે થઇ ધેટી પાગ જવાનો રસ્‍તો ઓળગી ને હનુમાન ઘાર નજીક એક તલાવડી છે ત્યાથી ચૈામુખજીની ટૂંક તરફ ચૈત્યવદન કરી હનુમાન ઘાર પાસેથી રામપોળના દરવાજેથી ગઢમાં દાખલ થઇ દાદાના દર્શન કરવાથી દોઢ ગાઉની પદક્ષિણા પૂરી થાય છે.

છ ગાઉની પ્રદક્ષિણા

( આ છ ગાઉનો રસ્‍તો ખૂબજ ઊંચો-નીચો ને લાંબો હોવાથી સંભાળીને ચાલવુ પડે છે નહિતર લપસી જવાય છે ફા.સુ.-13 ના દિવસે ચતુ્ર્વિઘ સંધ વિશાળ સંખ્‍યામાં છ ગાઉની યાત્રા કરે છે.)

જય તળેટીથી શરૂઆત કરીએતો રામપોળ સુધી પહોચતા 3303 પગથિયા ચઢવાના હોય છે. જ્યારે રામપોળથી દાદાના દેરાસર સુધી બીજા 198 પગથિયા છે. કુલે 3501 પગથિયા ચઢીને દાદાના દર્શન થાય છે.

દાદાના દર્શન અને ચૈત્યવદન કરીને રામપોળની બારીથી નીકળતા આપણી જમણી બાજુએ સોખરી નામની ટેકરી છે, તેના ઉપર દેવકીજીના છ પુત્રોની દેરી છે.

ત્યા દર્શન કરીને આગળ ચાલતા અર્ઘો ગાઉ ગયા પછી ઉલખાજલ નામનુ સ્થાન આવે છે઼ અહી દાદાના સ્નાત્ર-પ્રક્ષાલનુ જલ આવે છે અહી ડાબી બાજુ એક નાની દેરીમા શ્રી આદિનાથ ભગવાનના ચરણપાદુકા છે ત્યા દર્શન – ચૈત્યવદન કરીને આગળ જતા પોણો ગાઉ પછી ચિલ્‍લણ તલાવડી ( ચંદન તલાવડી) આવે છે અહીં શ્રી અજિનાથ ભગવાન અને શ્રી શાંતિનાથ ભગવાનના ચરણપાદુકાની દેરી છે.

આ બે દેરી પાસે અત્યત મહિમાવાળી ચિલ્લણ (ચદન) તલાવડી, તથા કાઉસ્સગ્ગ કરવા માટેની સિદ્ઘ શિલા છે. પછી આગળ બે માઇલ જતા ભાડવાનો ડુગર આવે છે, આ શિખર ઉપર એક દેરીમા એક શ્રી આદીશ્વરના ચરણપાદુકાની જોડ તથા શાંબ અને પ્રદ્યુમ્‍નના બે ચરણપાદુકાની જોડ, એમ ચરણપાદુકાની ત્રણ જોડ પ્રતિષ્ઠિત કરેલ છે ત્યા ચૈત્યવદન કરીને એક માઇલ નીચે ઉતરતા સિઘ્ઘવડ (નાની જુની તળેટી) છે.

અહીં વડ નીચે દેરીમા શ્રી આદિનાથ પભુના ચરણપાદુકા છે ત્યા ચૈત્યવંદન કરવું અહીં છ ગાઉની પ્રદક્ષિણા પુરી થાય છે અત્યાર સુઘી તો નજીકમા રહેલા આદપુર ગામની બહાર ખેતરોમા યાત્રાળુઓની ભકિત કરવા માટે જગ્યા ભાડે લઇને મંડપો બાંઘતા હતા હવે તો જયાં છ ગાઉની યાત્રા પૂરી થાય છે ત્યાની વિશાળ જગ્યામા ફાગણ સુદ 13 ના દિવસે પેઢીના હસ્તક જુદા જુદા ગામના સંઘો અને ભાવિક ભક્તો યાત્રાળુઓની ભક્તિ કરવા માટે પાલ તરીકે ઓળખાતા મંડપ બંઘાવીને તેમા જાત જાતની વસ્તુઓ દ્વારા યાત્રિક ભાઇ બહેનોની સાઘાર્મિકોની ભક્તિ કરે છે.

બાર ગાઉની પદક્ષિણા

શેત્રુજી નદીનો બંઘ બંઘાઇ ગયેલો હોવાથી હવે ચોક ગામનો રસ્તો બંધ થઇ ગયો છે આથી હવે બાર ગાઉની યાત્રા કરવાની ભાવનાવાળાએ તે યાત્રા ટુકડે ટુકડે કરવી પડે છે.

ભાવિક યાત્રાળુ આત્માઓ પાલિતાણામા દાદાની યાત્રા કરી પાલિતાણાથી નીકળીને ડેમ જાય છે ત્યા યાત્રા-દર્શન કરીને કદંબગિરિ જાય છે ત્યા નીચે અને ઉપર જિનમંદિરમાં દર્શન પૂજા કરીને પાછા પાલિતાણા આવે છે. પછી અહીથી હસ્તગિરિ ઉપર જૂના ચરણપાદુકા અને નૂતન જિનમદિરના દર્શન પૂજન કરીને પાછા આવતા પાછળના રસ્તે ઘેટી ગામ આવે છે. ત્યા દર્શન વગેરે કરીને પાલિતાણા આવે છે, આ રીતે શ્રી શત્રુંજય ગિરિરાજની પ્રદક્ષિણારૂપ બાર ગાઉની યાત્રા થાય છે.

ઉપર્યુક્ત ત્રણે યાત્રાઓમા દાદાની ટૂંકને કેન્દ્રમા રાખી ને પદક્ષિણા ફરવાની હોય છે


વર્ષગાંઠ

શ્રી પવિત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર મુળનાયક શ્રી આદેશ્વર દાદાના દેરાસરની વર્ષગાંઠ વૈશાખ વદ 6 (છઠ્ઠ) ની છે.
પૂજ્ય દાદાજીની પ્રતિમાની પ્રતિષ્ઠા સંવત 1587માં વૈશાખ વદ 6 (છઠ્ઠ)ના રોજ કરવામાં આવેલ.
તે દિવસે શ્રી આદેશ્વર દાદાના દેરાસરને નવી ધજા ચઢાવવામાં આવે છે.

ઘેટીપાગ યાત્રા પરિચય

એક દિવસમાં બે યાત્રા કરનારા મહાનુભાવો બીજી યાત્રા ઘેટી પાગથી કરે છે. બીજી યાત્રા કરનારા યાત્રાળુઓ એક યાત્રા કર્યા પછી સગાળ પોળથી બહાર નીકળીને કુંતાસર ચોકમાં આવે છે. ત્યાંથી ડાબી બાજુના રસ્તે ઘેટી પાગ તરફ જાય છે. થોડા આગળ જતાં કુંતાસરની બારી (અથવા ઘેટીની બારી) આવે છે.

તેમાંથી બહાર નીકળીને નીચે ઉતરતાં લગભગ અર્ઘા રસ્તે ડાબી બાજુ એક દેરી અને પરબ આવે છે. ત્યાંથી ઘણું ઉતર્યા પછી ઘેટી પાગની દેરી આવે છે.

શ્રી આદીશ્વર ભગવાન પૂર્વ નવાણું વાર ગિરિરાજ ઉપર અહીંથી ચઢ્યાં હતાં. મહામંત્રી ઉદયનના પુત્ર મંત્રી આંબડ વિ. સં. 1213માં શત્રુજયનો જીર્ણોદ્વાર કરાવ્યો ત્યારે આ પાગનું નિર્માણ કરાવ્યું હતું. તેમાં શ્રી ઋષભદેવ ભગવાનનાં પગલાં છે. અહીં બીજી યાત્રાનું પહેલું ચૈત્યવંદન કરવાનું હોય છે.

ઘેટી પગલાની આજુબાજુમાં શ્રી સિદ્ઘાચલ શણગાર ટૂક વગેરે અનેક મંદિરો છે.

સિદ્ઘાચલ શણગારના મંદિરના ભોંયરામાં 2200 વર્ષ પ્રાચીન શ્રી આદીશ્વર ભગવાનની મનોહર પ્રતિમા છે. ત્યાં બઘાં દેરાસરોના દર્શન કરીને પાછા ગિરિરાજ ઉપર ચઢવાનું હોય છે. ઉપર ચઢીને દાદાની ટૂકમાં ફરીથી પહેલાંની જેમ શ્રી શાંતીનાથજી આદિની સમક્ષ ચાર ચૈત્યવંદન કરવાનાં હોય છે. પછી નીચે ઉતરતાં બે યાત્રા પૂર્ણ થાય છે.

સૂચના- ઘેટીપાગની નીચે આદપુર ગામછે. ત્યાં એક મંદિર છે. તેમાં નવાણું ઇંચની શ્રી આદીનાથની મોટી પ્રતિમા છે. શક્ય હોયતો ત્યાં અવશ્ય દર્શન કરવા જોઇએ..

નવ ટૂકો

શ્રી શત્રુંજ્યના પર્વતનું બીજું શિખર ટૂકોના સંખ્યાબંધ જિનમંદિરોથી સુશોભિત બન્યું અને કુંતાસરની ઉંડી ખાઈનું પુરાણ કરીને એના ઉપર શ્રી મોતીશા શેઠની વિશાળ નવી ટૂકની રચના થઈ, આમ નવ ટૂકો અસ્તિત્વમાં આવી. મોગલકાળનો સમય જોકે ધ્વંસ અને વિધ્વંસનો આવ્યો પણ આ ત્રણસો-ચારસો વર્ષનો આ સમય શ્રી શત્રુંજ્ય તીર્થને માંટે વધુ ને વધુ વિકાસના પ્રસંગો પણ લઈને જ આવ્યો હતો, આ વાતની પ્રતીતિ નવ ટૂકોની સ્થાપનાનો સમયગાળો કરાવે છે. શ્રી શત્રુંજ્ય પહાડના બીજા શિખર ઉપર સૌથી પહેલાં વિ.સં.૧૬૭૫ ની સાલમાં ખરતરવસહી નામે સવા સોમાંની ટૂકના ગગનચૂંબી ચતુર્મુખ જિનપ્રસાદની રચના થઈ હતી, જે ટૂકોની યાત્રાના ક્રમમાં બીજી ટૂક ગણાય છે. અને સૌથી છેલ્લે, વિ.સં. ૧૯૨૧ ની સાલમાં (સવા સોમાંની ટૂક પછી ૨૪૬ વર્ષે) શેઠ નરશી કેશવજીનાયકની ટૂકની સ્થાપના થઈ હતી. ટૂકોની યાત્રાના ક્રમ પ્રમાંણે આ ટૂક પહેલી આવે છે.
9 ટૂકની વિગત
ખરતરવસી-સવા-સોમાની ( ચૌમુખજીની) ટૂક, ((બીજી ટૂક) વિ.સં.1675-ઈ.સન્ 1619
છીપાવસીની ટૂક, વિ. સં. 1791 (ત્રીજી ટૂક) ઈ.સન્ 1735
પ્રેમવસી-પ્રેમચંદ મોદીની ટૂક, 1843 (સાતમી ટૂક) ઈ.સન્ 1787
હેમવસી-હેમાભાઈ શેઠની ટૂક, વિ.સં. 1886 (છઠ્ઠી ટૂક) ઈ.સન્ 1830
ઉજમફઈની ટૂક, વિ.સં. 1893 (પાંચમી ટૂક) ઈ.સન્ 1837
સાકરવસી-સાકરચંદ પ્રેમચંદની ટૂક, વિ.સં. 1893 (ચોથી ટૂક) ઈ.સન્ 1837
બાલાવસી-બાલાભાઈની ટૂક, વિ.સં. 1893 (આઠમી ટૂક) ઈ.સન્ 1837
મોતીશાની ટૂક, વિ.સં. 1893 (નવમી ટૂક) ઈ.સન્ 1837
નરશી કેશવજીની ટૂક, વિ.સં. 1921 (પહેલી ટૂક) ઈ.સન્ 1865
હવે નવે ટૂકોની વાત માંડીને કરીએ.
હનુમાન દ્વારને રસ્તે જતા પહેલા ચૈામુખજીની ટૂક આવે છે જયા કચ્છના શેઠ નરશી કેશવજીના સ્મરણાર્થે બંધાવેલ કુંડ દ્રષ્ટિગોચર થાય છે.

૧. કેશવજી નાયક ટૂક

ખરતરવસીમાં પ્ર્રવેશતા જમણી બાજુ નરશી કેશવજીએ વિ સ 1921 (ઇ સ 1865) માં બંધાવેલ મંદિર આવે છે તે પછી અભિનદન સ્વામીનુ માંળ – મજલાવાળુ મંદિર આવે છે

આ ટૂકમાં પ્ર્રવેશતા શાંતિનાથ ભગવાન અને મરુદેવી માંતાના પ્રાચીન સ્થાનો પણ આવે છે શાંતિનાથ ભગવાનનુ વર્તમાંન મંદિરતો ચૈાદમાં શતકનુ છે અને મરુદેવીનુ મંદિર પણ વર્તમાન સ્વરૂપે પાછલા કાળનુ છે પણ બને સ્થળોનો ઉલ્લેખ સોલંકી કાલીન સાહિત્યમાં મળતો હોઇ એ મંદિર અસલમાં વિશેષ પ્રાચીન હોવા જોઇએ

ત્યારબાદ આ ટૂકમાં પ્રમાણમાં આઘુનિક એવા મંદિરો છે જેમાં શેઠ નરશી નાથાનુ વિ સ 1893(ઇસવી સન 1837) માં બંધાવેલ ચંદ્રપ્રભુનુ મંદિર, શેઠ દેવશી પુનશી સામતનુ ચોવીસીવાળુ ઘર્મનાથનુ મંદિર, ત્યારબાદ કુંથુનાથ, અજિતનાથ ને ચંદ્રપ્રભના નાના મંદિર, તે પછી મુર્શિદાબાદના બાબુ ઈંદ્રચંદ નહાલચંદનુ મંદિર

વિ.સ.1891 (ઇસવી સન 1835) માં કરાવેલ આદીશ્વરદેવનુ મંદિર તે પછી ચૌમુખજીનુ દેવાલય અને નજીકમાં મુર્શિદાબાદવાળા બાબુ હરખચંદ ગુલેચ્છાનુ વિ સ 1895 ( ઇસવી સન 1839) માં કરાવેલ સુમતિનાથનુ મંદિર બાબુ પ્રતાપસિંહ દુગ્ગડનુ વિ.સ.1891 (ઇ સ 1835 ) માં બનાવેલુ સભવનાથનુ મંદિર અને બાજુ માં આદિશ્વરદેવનુ મંદિર છે.

૨. સવા સોમાની(ખરતરવસહી) ચૈામુખજીની ટૂક

અહીથી આગળ ચૈામુખજીની ટૂકમાં પવે઼શતા આદિશ્વરદેવ ભગવાનનુ ઉત્તંગ ચતુર્મુખ મંદિરનજરે પડે છેં. જેને અમદાવાદના ખતરગચ્છ શિવજી સોમજીએ વિ.સ.1675 (ઇસવી સન્ 1619) માં બંધાવેલું (ચિત્ર 😎 પોતાની ઊંચાઈ અને આયોજનની રમણીયતાથી અનોખી ભાત પાડતા આ મંદિરની ગણતરી સતરમાં સૈકાના ઉત્તમ દેવભવનોમાં થાય છે. આ દેરાસરની છત તથા દિવાલો ઉપર અતિ સુંદર ચિત્રકામ કરવામાં આવેલ છે જે ખરેખર અદભૂત છે.વિ.સ.1695(ઇસવી સન 1639 માં પ્રસ્તુત શ્રેષ્ઠીઓએ કરાવેલ પુંડરિક સ્વામીનુ મંદિર તેજ સાલમાં બનેલ ખીમજી સોમજીનુ પાર્શ્વનાથનુ મંદિર, તે પછી અમદાવાદના શેઠ કરમચંદ હીરાચંદજી વિ.સ.1784 (ઇ સ 1728) માં કરાવેલ સીમંધરસ્વામીનુ મંદિર, ને શેઠ સુંદરદાસ રતનજીએ કરાવેલ બે શાંતિનાથના મંદિરો છે તેની બાજુમાં જ અમદાવાદના ભણશાલી કમળશી સેનનુ બંધાવેલ અજિતનાથનુ મંદિર છે. મુખ્ય ચર્તુમુખ મંદિરની ફરતા આ બઘા મંદિરોની ગોઠવણી સામંજસ્યના સિદ્ધાંત પર થયેલી હોવાથી આખુય આયોજન સમતોલ જણાય છે

૩. છીપાવસહી ટૂક

ખરતરવસી ટૂકની બાજુમાં ડુંગરાવનાં ઢોળાવ પર છીપાવસી ટૂક આવેલી છે઼ તેમાં ચાર પ્રાચીન અને ત્રણ પ્રમાણમાં અર્વાચીન મંદિરો છે તેમાં છીપાવસી નામનું પૂર્વાભિમૂખ મંદિર મુખ્ય છેં તેની વિ.સ.1791( ઇ.સ. 1735 ) માં ભાવસારોએ પુન: પ્રતિષ્ઠા કરાવી છે પણ તે મૂળ ચૌદમી સદીમાં બનેલુ છે અને ત્યારે પણ તે છીપાવસહી તરીકે ઓળખાતુ હતું, તેમ જૂની તીર્થમાળાઓ પરથી જાણવા મળે છે. છીપાવસહી એ શેત્રુંજય પરના ઉતમ મંદિરપૈકીનુ એક છે. છીપાવસહી પાછળ રહેલુ મંદિર મોટે ભાગે તો સંઘવી પેથડના સમયનુ હશે ચૈત્યપરિપાટીઓમાં તેનો ટોટરા વિહાર તરીકે પરિચય આપ્‍યો છે જયારે ગઢની રાંગને અડીને આવેલુ શ્રેયાંસનાથનુ મંદિર ખરતરગચ્છીય શ્રાવકોએ વિ.સ.1377 (ઇ સ 1321) માં ફરીને બનાવ્યુ છે, અને મઘ્યકાળમાં તે મોલ્હાવસહી નામે ઓળખાતુ હતું શ્રેયાસનાથનુ આ મંદિર પહેલા પણ ત્યાં હતું.

*શત્રુંજય તીર્થ પર આવેલ છીપાવસહી ટૂંક વિશે જાણવા જેવી માહિતી*
〰〰〰〰〰〰〰〰
➡ *છીપાવસહી* ⬅

👉આ નાની ટૂંક ભાવસાર ભાઈઓએ વિ. સ. ૧૯૭૧ માં બંધાવી હતી. મૂળનાયક શ્રી આદિશ્વર પ્રભુ છે. ટૂંક માં ૬ મંદિરો છે. તેમાં જે બે ચમત્કારી દેરીઓ તરીકે પ્રસિદ્ધ છે તે બંને દેરીઓ સામે સામે હતી. એક ની સ્તુતિ કરતા બીજાને પૂંઠ પડતા આશાતના થાય તેથી શ્રી નંદિષેણસૂરિશ્વરે કલ્યાણમંદિર અને ભક્તામર સ્ત્રોત્રની જેમજ ભક્તિ ભરેલા હૈયાથી અજિતશાંતિ નું સ્તવન બનાવ્યું અને બોલ્યા. તેના પ્રભાવે બને દેરી ઓ જોડે જોડે થઇ ગઈ.

👉ગિરિરાજ પર આવેલી અન્ય ટૂંકોની રચનાની સરખામણીમાં આ ટૂંક પ્રમાણમાં નાની છે. આ ટૂંકમાં કુલ – ૩ દેરાસર અને ૨૧ દેરીઓ છે. આરસની કુલ ૫૨ પ્રતિમાઓ બિરાજમાન છે.

👉નાનકડી આ ટૂંકમાં ગભારાની કોતરણી-રચના કલાની દ્રષ્ટીએ જોવાલાયક છે. મૂળનાયક તરીકે શ્રી આદિનાથ પ્રભુ બિરાજે છે.

👉આ ભાવસાર ભાઈઓને છીપાઓનો ધંધો હતો તેથી તેનું નામ છીપાવસહી પાડવામાં આવ્યું.

૪. સાકરવસહીની ટૂક

શ્રેયાસનાથના મંદિરની પાછળના ભાગમાં આવેલ કોટની અદર સાકરવસીની ટૂક છે, જે અમદાવાદના શેઠ સાકરચંદ પ્રેમચંદે વિ.સ.1893 (ઇ.સ. 1837) માં બઘાવી છે, અહી મુખ્ય મંદિર ચિંતામણી પાર્શ્વનાથનુ છે તેની સામે પુંડરિકસ્વામીનું દેરાસર છે. બાજુમાં શેઠ લલ્લુભાઇ જમનાદાસનુ પદ્મપ્રભસ્વામીનુ વિ.સ. 1893 (ઇસવી સન્- 1837) નુ તેમજ શેઠ મગનલાલ કરમચંદનુ પણ એ જ મિતિનુ પદ્મપભનુ મંદિર આવેલુ છે.

પ્રસ્તુત ટૂકની પાછળ પાંચ પાંડવોનુ કહેવાતુ મંદિરછે શાહ દલીચંદ કીકાભાઇએ તેમાં વિ.સ. 1421 (ઇસવી સન્- 1365) માં પાચ પાડવોની પ્રતિષ્ઠા કરાવેલી છે. હકીકતમાં આ મંદિર માંડવગઢના મંત્રી પીથડ-પેથડશાહનુ કરાવેલુ છે. મૂળે તેમાં આદિનાથ પ્રતિષ્ઠિત હતા.મંદિરના મંડોવર પર અને શિખરમાં કોરણી છે મંદિર દક્ષિણાભિમુખ છે. આ મંદિરની પાછળ અને ચૈામુખ ટૂકમાં જેનુ બારુ પડે છે તે સહસ્ત્રકૂટનુ મંદિર સુરતના મૂળચંદ મયાભાઇ બાવચદે વિ.સ.1860 (ઇ.સ. 1804) માં બંધાવેલું છે.

*શત્રુંજય તીર્થ પર આવેલ સાકરવસહી ટૂંક વિશે જાણવા જેવી માહિતી*
〰〰〰〰〰〰〰
➡ *સાકરવસહી* ⬅

👉આ ટૂંક અમદાવાદના શેઠશ્રી સાકરચંદ પ્રેમચંદ વિ. સં. ૧૯૮૩ માં બંધાવી હતી.

👉તેમાં મૂળનાયક શ્રી ચિંતામણી પ્રભુ છે. આ મૂર્તિ ખૂબજ મનોહર છે. તે મૂર્તિ પંચધાતુની છે.

👉એમની બાજુએ સ્ફટિક રત્નના સાથીયા છે, પદ્મપ્રભ સ્વામીના બે મંદિરો છે.

👉શેઠ લલ્લુભાઈ જમનાદાસે સંવત ૧૮૯૩ માં એક દેરાસર બંધાવ્યું હતું અને બીજું મંદિર શેઠ મગનલાલ કરમચંદે એજ વર્ષમાં બંધાવ્યું હતું, અને

👉આ ટૂંક માં પાંચ પાંડવોનું મંદિર પણ છે.

👉સાકરચંદ શેઠે બંધાવેલ હોવાથી તેનું નામ સાકરવસહી પડ્યું

૫. ઉજમફઇની ટૂક

આગળ વઘતા ઉજમફઇની ટૂક આવે છે અમદાવાદના નગરશેઠ પ્રેમાંભાઇના ફઇ ઉજમફઇ એ ત્‍યા નંદીશ્વરદ્વીપની મનોહર રચના કરાવી છે તેના પ્ર્રવેશમાં લાલિત્યયુક્ત સ્તંભાવલી છે અને મૂળ ચૈત્યની ભીતમાં સુંદર કોતરણીવાળી જાળીઓ ભરી છે આ સ્થળેથી આદીશ્વરની ટૂકનુ ભવ્ય દર્શન થાય છે

૬. હીમાવસહીની ટૂક

આગળ વઘતા હીમાવસી આવે છે અમદાવાદનિવાસી અકબરમાન્ય શેઠ શાતિદાસના વંશજ નગરશેઠ હીમાભાઇ વખતચદે વિ.સ.1886 ( ઇસવી સન્ 1830) માં આ મંદિર બઘાવી પ્રતિષ્ઠા કરાવેલ .

આ સમૂહમાં મુખ્‍ય મંદિર અજિતનાથનુ છે સાથે પુંડરીક સ્વામીનુ મંદિર પણ છે, અને ચૈામુખજી પણ છે. જ્યારે બીજા ચૈામુખ મંદિર શેઠ સાકરચંદ પ્રેમચંદે વિ.સ.1888

(ઇ. સ. 1832) માં બઘાવ્યુ છે. ટૂકની બહાર જીજીબાઇના નામથી ઓળખાતો કુંડ છે.

૭. પ્રેમાવસહીની ટૂક

નીચે ઉતરતા પ્રેમાવસીની ટૂક આવે છે અમદાવાદના શેઠ પ્રેમચંદ લવજી મોદીએ તે વિ.સં. 1843 (ઇસવી સન્- 1787) માં સ્થાપી છે ટૂકનુ આદિનાથનુ મુખ્ય મંદિર તેમ જ પુંડરીકસ્વામીનુ મંદિર તેમનુ કરાવેલ છે: જ્યારે આરસનું સહસ્ત્રફણા પાર્શ્વનાથનુ દેરાસર સુરતના શેઠ રતનચંદ ઝવેરચંદ ધુસનુ કરાવેલ છે

આ મંદિરની સામે આરસનુ બીજુ સહસ્ત્રફણા પાર્શ્વનાથનુ મંદિર પ્રેમચંદ ઝવેરચંદ ધુસએ બંધાવેલ છે. આ ટૂકમાં પાલનપુરના મોદી શેઠનુ અજિતનાથનુ મંદિર, મહુવાના નીમાં શ્રાવકોનુ ચંદ્રપ્રભનુ મંદિર તથા રાઘનપુરના શેઠ લાલચદે બંધાવેલ ચંદ્રપ્રભનુ બીજુ મંદિર પણ છે, કોટ બહાર કુંડ અને ખોડીયાર માતાનુ સ્થાનક છે

મોદીની ટૂકથી નીચે પોણોસો જેટલા પગથીયા ઉતરતા ખડક પર કંડારેલ અદ્દભુત આદિનાથની બાર હાથ ઊંચી મૂર્તિ આવે છે, આની ઊંચાઈ ૧૮ ફૂટ અને પહોળાઈ ૧૪.૬ ફૂટ છે. આની પુન: પ્રતિષ્ઠા વિ.સ.1686 ( ઇ.સ. 1630 ) માં ઘરમદાસ શેઠે કરાવી છે આ પ્રતિમાનો જિનપ્રભસૂરિએ પાંડવ કારિત આદિનાથ તરીકે અને ચૈત્યપરિપાટીકારોએ ‘સ્વયંભુ આદિનાથ’ ‘અદભુત આદિનાથ’ વગેરે શબ્દોથી ઉલ્લેખ કરેલો હોઇ, તે પ્રાચીન છે

૮. બાલાવસહીની ટૂક

અહીથી નીચે જતા ઘોઘાના શેઠ દીપચંદ કલ્યાણજી ઉર્ફે બાલાભાઇ એ કરાવેલ બાલાવાસીનો મંદિર- સમૂહ આવે છે તેમાં બાલાભાઇ શેઠે વિ.સ.1893 ( ઇ.સ. 1837) માં કરાવેલ આદિનાથ તથા પુંડરીકસ્વામીના મંદિરો, પછી મુંબઈવાળા ફતેહચંદ ખુશાલચંદના ઘર્મપત્ની ઉજમબાઇ એ વિ.સ.1908 (ઇ.સ.1852) માં કરાવેલ ચૈામુખજીનુ મંદિર, કપડવંજના મીઠાભાઇ ગુલાબચંદે વિ.સ.1916 ( ઇ.સ.1860 ) માં બંધાવેલ વાસુપુજ્યના મંદિર સિવાય ઇલોરવાળા માંનચંદ વીરચંદ અને પુનાના શાહ લખમીચંદ હીરાચદે પણ

૯. શેઠ મોતીશાની ટૂક
શત્રુંજયના બે શિખર વચ્ચાળેના ગાળામાં અગાઉ નિર્દેશિત મોતીશા શેઠની ટૂક આવેલ છે, તેની પ્રતિષ્ઠા મોતીશા શેઠના પુત્ર ખીમચંદભાઇ એ મહા વદ૨ ,વિ. સ. 1893
( ઇ.સ.1837) માં કરાવેલ, આમાં મુખ્‍ય મંદિર તથા પુંડરીકસ્વામીનુ મંદિર મોતીશા શેઠનુ છે: જ્યારે પહેલું ઘર્મનાથનુ અમદાવાદના શેઠ હઠીસિંગનુ અને બીજુ અમરચંદ દમણીનુ છે, તે ઉપરાંત ત્યાં ચોકમાં બે સામસામાં ચૈામુખ મંદિરો છે : જેમાં પહેલું મોતીશા શેઠના મામા પ્રતાપમલ્લ જોઇતાએ અને બીજુ ઘોલ઼ેરાવાળા શેઠ વીરચંદ ભાઇચદે કરાવ્યુ છે. આ સિવાય પણ અહી બીજા નવ મંદિરો છે, જેની વિગત નીચે મુજબ છે :
1 ચૌમુખજીનું મંદિર માંગરોળવાળા નાનજી ચીનાઇ
2 આદિશ્વરનું મંદિર અમદાવાદવાળા ગલાલભાઇ
3 પદ્મપ્રભનું મંદિર પાટણના શેઠ પેમજી રંગજી
4 પાર્શ્વનાથનું મંદિર સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદ
5 સહસ્ત્રકૂટનું મંદિર મુંબઇવાળા શેઠ જેઠાશા નવલશા
6 સંભવનાથનું મંદિર શેઠ કરમચંદ પ્રેમચંદ
7 સુપાર્શ્વનાથનું મંદિર ખંભાતવાળા પારેખ સ્વરૂપચંદ હેમચંદ
8 મહાવીરસ્વામીનું મંદિર પાટણવાળા શેઠ જેચંદ પારેખ
9 ગણઘર ચરણપાદુકાનું મંદિર સુરતવાળા શેઠ ખુશાલચંદ તારાચંદ 
આ ટૂકની બહાર વાપી- કુંડ છે. કુંડને છેડે કુંતાસરદેવીની મૂર્તિ છે .
શત્રુંજયની સાથે નવનો આંકડો અનેક રીતે જોડાયેલો છે જેમાં આ નવ ટૂક પણ શત્રુંજય ની યશકલગીમાં ઉમેરો કરે છે.

૧૦. શત્રુંજય ગિરિરાજ ઉપર ઉજવાતા મહત્વના દિવસો

ફાગણ વદ-૮
આ દિવસે શ્રી શત્રુંજય તીર્થ ઉપર મૂળનાયક શ્રી આદીશ્વર દાદાની પ્રતિમા તથા અન્ય જિન પ્રતિમાઓના અઢાર અભિષેક વિધિ સહીત થાય છે. આ દિવસ આદીશ્વર ભગવાનનો જન્મ તથા દીક્ષા કલ્યાણકનો દિવસ છે. આ દિવસે છઠ્ઠ એટલે કે બે સળંગ ઉપવાસ કરીને વરસીતપનો પ્રારંભ કરવામાં આવે છે.

વૈશાખ સુદ-૩(અક્ષય તૃતીયા)
પ્રથમ તીર્થકર પરમાત્મા ઋષભદેવે ફાગણ વદ છઠ્ઠના દિવસે દીક્ષા લીધા પછી વૈશાખ સુદ ૨ સુધી ૧૩ મહિના જેટલા સમય સુધી નિર્જળા ઉપવાસ કર્યા પછી આજ દિવસે હસ્તિનાપુરમાં રાજકુમાર શ્રેયાંસના હાથે ઇક્ષુરસ ગ્રહણ કરીને પ્રથમ પારણું કરેલું. આને વરસી-તપ કહે છે. ઉમદાભાવના, ઉત્તમદ્રવ્ય, ઉત્કૃષ્ટ પાત્ર આ બધાના લીધે આ તપ પવિત્ર મનાય છે.
ભારતમાં જ નહિ દુનિયામાં ઠેક ઠેકાણે લોકો મોટી સંખ્યામાં આ તપ કરે છે.
અક્ષય તૃતીયાના દિવસે શત્રુંજય તીર્થની યાત્રા સાથે દાદાના દર્શન –સ્તવન અને પૂજન કરીને વરસીતપનું પારણું કરવાની ભાવના રાખતા પૂજ્ય તપસ્વી સાધુ-સાધ્વીજી મહારાજ સાહેબો તથા સેંકડો તપસ્વી ભાઈ-બહેનો પોતાના સગા સંબંધીઓ વગેરે સાથે અહી પદાર્પણ કરતા હોય છે. તળેટીની સમીપે આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા નવનિર્મિત પારણાભવનમાં તમામ તપસ્વીઓને બહુમાન આદર અને ભક્તિ સાથે ઇક્ષુરસથી પારણું કરાવવામાં આવે છે. ઘણી વખતે લાખ જેટલા યાત્રિક ભાઈ-બહેનોના મહેરામણથી ઉભરાતો આ દિવસ જોવો એ લાખેણો લહાવો હોય છે. પેઢી તરફથી ખુબ જ સુંદર રીતે સમગ્ર વ્યવસ્થા કરવામાં આવે છે.
વૈશાખ વદ ૬ મૂળનાયક ભગવાનની માહિતી(વર્ષગાંઠ)
શ્રી પવિત્ર શત્રુંજય ગિરિરાજ ઉપર મૂળનાયક શ્રી આદેશ્વર દાદાના દેરાસરની વર્ષગાંઠ
વૈશાખ વદ ૬ (છઠ્ઠ)ની છે. મૂળનાયક દાદાની પ્રતિમાની પ્રતિષ્ઠાની પૂણ્યસ્મૃતિ નિમિત્તે દેરાસરની વરસગાંઠ વૈશાખ વદ ૬ ના ઉજવાતી હોય છે. જેમાં આદીશ્વર દાદાના જિનાલયના ઉત્તુંગ શિખર ઉપર નવી ધજાનું આરોહણ કરાવાય છે. આ દિવસ જાણે કે તીર્થની વરસગાંઠ હોય એવા ઉલ્લાસ અને ઉમંગથી ઉજવાય છે.
મેરુ-ત્રયોદશી શ્રી ઋષભદેવ ભગવાન મહાવદ ૧૩ (ગુજરાતી પોષ વદ ૧૩)ના દિવસે અષ્ટાપદ પર્વત પર મોક્ષે પધાર્યા, તે નિમિત્તે આ પર્વને આરાધે છે. (ત્યારે ઘીનો મેરુ બનાવીને પ્રભુજીની સન્મુખ મુકાય છે. ગામે ગામ ઘીનો મેરુ બનાવીને મુકવાની પરંપરા છે.) તેથી તે દિવસે યાત્રા કરે છે. આ મેરુત્રયોદશીનું પર્વ છે.

ફાગણ સુદ ૮
શ્રી આદેશ્વર ભગવાન ગિરિરાજ પર પૂર્વ નવ્વાણું વાર પધાર્યા છે. પણ જયારે જયારે પધાર્યા છે ત્યારે આદિત્યપુર(આદપુર)થી પધાર્યા છે.અને ફા.સુ.૮ના પધાર્યા છે. એટલે પૂણ્યવાનો જય તલાટીથી ગિરિરાજ ઉપર આવી, દાદાના દર્શન કરી, વર્તમાનમાં તે દિશાએ નીચે એટલે વર્તમાન ઘેટીને પાયગાએ શ્રી આદીશ્વર ભગવાનનાં ચરણપાદુકાની દેરી છે, ત્યાં દર્શન ચૈત્યવંદન કરીને, પાછા ઉપર આવે છે. અને દાદાની યાત્રા કરે છે.

ફાગણ સુદ ૧૩ના
દિવસે ગિરિરાજની છ ગાઉની પ્રદક્ષિણા કરાય છે. પ્રદક્ષિણા કરીને આતપુરમાં (પુરાણું આદિત્યપુર) પડાવ કરે છે ત્યાં બધા યાત્રાળુઓ આવે છે.
શાંબ ને પ્રધુમ્ન તે દિવસે મોક્ષે ગયા છે. માટે આ દિવસની યાત્રાનો મહિમા છે.સહુ પ્રથમ દાદાની યાત્રા કરીને યાત્રિકો ભાડવાના ડુંગર પર જાય છે. ત્યાં શાંબ પ્રધુમ્નની દેરી આવે છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઊતરવાની શરૂઆત કરે છે. એટલે ધીરે ધીરે સિદ્ધવડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદાના ચરણપાદુકા છે. ત્યાં પણ દર્શન ચૈત્યવંદન કરીને પાલના નામે ઓળખાતા પડાવમાં જાય છે. આ પ્રદિક્ષણાનો રસ્તો અતિ કઠીન છે, પણ એક વખત યાત્રા કરી હોય, તેને ફરી પણ યાત્રા કરવાનું મન થાય તેવું છે. પંચોતેર જેટલા પડાવ-પાલમાં જુદા જુદા ગામના- સંઘોના તથા જૂદી જૂદી સંસ્થાઓ અને મંડળોના પાલ હોય છે. પેઢીનો પણ પડાવ-પાલ ત્યાં હોય છે. આની વ્યવસ્થા આણંદજી કલ્યાણજી કરે છે. તથા બીજા પુણ્યવાનો લાભ લે છે. તે મેળો જોવા જેવો હોય છે. હજારોની સંખ્યામાં લોકો ભક્તિ-ભાવ પૂર્વક યાત્રા કરે છે. દર વરસે આ દિવસે યાત્રાર્થે આવતા હજારો યાત્રિક ભાઈ બહેનોની સાધર્મિક ભક્તિ પાલમાં કરવામાં આવે છે, અહીંની સામાન્ય જનતામાં આ દિવસ ઢેબરીયા મેળા તરીકે પણ ઓળખાય છે.

ચૈત્રી પૂર્ણિમા-
ચૈત્ર સુદ ૧૫ શ્રીઆદીશ્વર ભગવાન ગણધર શ્રી પુંડરિક સ્વામીએ આ ગિરિ પર પોતાને અને પોતાના શિષ્યપરિવાર ને મુક્તિ પ્રાપ્ત થશે એમ ભગવાનના મુખથી જાણીને અહી સ્થિરતા કરી અને આરાધના કરી. આરાધનાપૂર્વક અનશન કરીને ચૈત્રી પૂર્ણિમાના દિવસે પાંચ કરોડ મુનિઓ સાથે મોક્ષે ગયા. તેથી ગિરિરાજનો મહિમા વધ્યો, અને પુંડરિક ગિરિ એવું નામ પણ થયું. આથી ચૈત્રી પૂર્ણિમાના દિવસ મહિમાશાલી ગણાય છે. અને ગામે ગામથી –દેશે દેશથી (વર્તમાનમાં) યાત્રા એ આવે છે. અને યાત્રા કરે છે. ૧૦-૨૦-૩૦-૪૦-૫૦ પુષ્પોની માળા વગેરે ચઢાવે છે.વળી અન્ય ખેડૂત આદિ સ્થાનિક લોકો પણ આ દિવસે શ્રીગિરિરાજ પર આવે છે. યાત્રાનો લાભ લે છે, રાસડા વગેરે લે છે, અને આનંદ અનુભવે છે. આ રીતે આ ચૈત્રી પૂર્ણિમાનું પર્વ ઊજવે છે.

અષાડ સુદ ૧૪.
(આષાઢ-ચોમાસી ચૌદસ) ભાવિકો ગિરિરાજની યાત્રાનો ઉમંગ રાખે છે. અને યાત્રા એ આવે છે . વર્ષમાં એક વખત તો ગિરિરાજની યાત્રા કરવી જ જોઈએ. આથી જેને યાત્રા રહી ગઈ હોય તે છેલ્લે અ.સુ.૧૪ ની યાત્રા કરી લે છે. કારણકે પૂર્વાચાર્યોએ વિરાધનાદિ કારણો નો વિચાર કરીને આષાઢ ચાતુર્માસિક ૧૪ પછી ગિરિરાજની યાત્રા ના થાય, ઉપર ના ચઢાય, તેવો નિષેધ કર્યો છે, ને તેનું પાલન શ્રી સંઘ કરે છે. એટલે પણ ગિરિરાજની આ વર્ષની યાત્રા કરી લઈએ તેમ ગણીને પણ પુણ્યવાનો આ ગિરિરાજ પર આષાઢી ચોમાસાની યાત્રા કરવા આવે છે.
આ રીતે વર્ષમાં આટલા પર્વો મુખ્ય આવે છે.બાકી યાત્રા તો સદાયે આઠે મહિના કરાતી હોય છે.
ગિરિરાજની સ્પર્શના કરનારા અષાઢથી કાર્તિક સુદ ૧૪ સુધી પાલીતાણા આવી ધર્મશાળામાં સ્થિરતા કરીને કૃતાર્થ થાય છે પણ ઉપર ચઢતા નથી.

કાર્તિકી પૂર્ણિમા-
કારતક સુદ ૧૫ આ દિવસે ચાતુર્માસ પૂર્ણ થવાથી ડુંગર ઉપર જઈને દાદાને ભેટવાનો પહેલો દિવસ હોય છે. આ દિવસની સાથે દ્રાવિડ અને વારિખિલ્લ રાજા અને તેના સૈનિકોની કથા જોડાયેલી છે. લોકો ભારે હર્ષોલ્લાસ પૂર્વક આ યાત્રામાં જોડાયા છે.

પાલીતાણા નજીકના તીર્થ સ્થળો

શ્રી શત્રુંજય તીર્થ પાલીતાણાની આજુબાજુમાં નીચે મુજબનાં જૈન યાત્રાસ્થળો આવેલા છે:

શ્રી હસ્તગિરિ
પાલીતાણાથી આશરે 18 કી. મી. ના અંતરે ઊંચી ટેકરી ઉપર આ તીર્થ આવેલું છે. ટેકરી ઉપર વાહન દ્વારા પણ જઇ શકાય છે. આ ઊંચી ટેકરી ઉપર સુદર, ભવ્ય કલાત્મક જિનાલયો છે. મૂળનાયક શ્રી આદીશ્વર ભગવાનના પ્રતિમાજી છે.
તીર્થનું સરનામું
શ્રી ચંદ્રોદય રીલીજીયસ ટ્રસ્ટ ઓફિસ,
મુ. પો. જાળીયા(અમરાજી)-364270  ફોન નં: 02848-284101

શ્રી શત્રુંજય ડેમ દેરાસર
પાલીતાણા થી તળાજા જવાના રસ્તે આશરે 12 કી. મી. ના અંતરે શત્રુંજય ડેમ પાસે દેરાસર આવેલું છે. મૂળનાયક શ્રી પાર્શ્વનાથજીની સુંદર પ્રતિમાજી છે
તીર્થનું સરનામું
શ્રી શત્રુંજય ડેમ તીર્થ પેઢી, શ્રી જિનદાસ ઘર્મદાસ ઘાર્મિક ટ્રસ્ટ,
પાલીતાણા તળાજા રોડ, મુ. પો. શેત્રુંજય ડેમ, તા. પાલીતાણા-64270
ફોન નં. : 02848-252215

શ્રી કદંબગિરિતીર્થ
 પાલીતાણાથી જેસર જવાના રસ્તે આશરે  30 કી.મી. ના અંતરે (બોદાના નેસ)તરીકે જાણીતા ગામમાં ડુંગર ઉપર આ તીર્થ આવેલું છે. તીર્થમાં મૂળનાયક આદીશ્વર ભગવાન છે તથા અન્ય જિનાલયો પણ છે. તીર્થનું સરનામું
શ્રી જિનદાસ ઘર્મદાસ ઘાર્મિક ટ્રસ્ટ,(કદંબગિરિ), ગામ- બોદાના નેસ,
પો. ભંડારીયા -364270 , ફોન.નં. : 02848-282101

શ્રી તાલઘ્વજ ગિરિતીર્થ (તળાજા)
પાલીતાણાથી આશરે 40 કી.મી. ના અંતરે તળાજા ગામમાં ડુંગર ઉપર આ પ્રાચીન તીર્થ છે. આ તીર્થમાં મૂળનાયક શ્રી સાચા સુમતિનાથ ભગવાનની સુંદર મૂર્તિ  છે તથા અન્ય પ્રાચીન કલાત્મક જિનાલયો પણ છે. આ તીર્થ ઉપરથી પશ્ચિમ દિશામાં શ્રી શત્રુંજય તીર્થના સુંદર દર્શન થાય છે.
તીર્થનું સરનામું
શ્રી તળાજા તાલઘ્વજ જૈન શ્વેતાંબર સમિતિ, બાબુની જૈન ઘર્મશાળા
તળાજા જી. ભાવનગર
ફોન નં- 02848-222030(પહાડ ઉપર)222259

શ્રી દાઠા જૈન દેરાસર
પાલીતાણાથી તળાજા થઇ મહુવા જવાના રસ્તે તળાજાથી આશરે 25 કી.મી.ના અંતરે દાઠા ગામમાં કાચનું સુંદર કલાત્મક જૈન દેરાસર છે. મૂળનાયક શ્રી શાંતિનાથ ભગવાનની સુંદર પ્રતિમા છે
તીર્થનું સરનામું
શ્રી વિશાશ્રી માળી જૈન મહાજન પેઢી, પો. દાઠા-364130, જી. ભાવનગર
ફોન નં 02842-283324

શ્રી ઘોઘાતીર્થ (ઘોઘા બંદર)
પાલીતાણાથી આશરે 70 કી.મી. તથા ભાવનગરથી આશરે 20 કી.મી.ના અંતરે દરિયા કાંઠે આ પ્રાચીન તીર્થ છે. મૂળનાયક શ્રી નવખંડા પાર્શ્વનાથની પ્રાચીન પ્રતિમા છે. આ પ્રાચીન તીર્થનાં અન્ય જિનાલયો પણ સુંદર કલાત્મક અને જોવાલાયક છે.
તીર્થનું સરનામું
શેઠ કાલા મીઠાની પેઢી, શ્રી નવખંડા પાર્શ્વનાથ જૈન દેરાસર,
મુ. પો. ધોધા-364110, જિ. ભાવનગર
ફોન નં.: 0278-2882335

શ્રી ધેટી-પાગ તીર્થ
ધેટીની પાગ જવામાટે પાલીતાણા તળેટી થી જઇ શકાય છે. શિહોરથી 20 કી.મી. દૂર થાય છે,
શ્રી આદીશ્વર ભગવાન પૂર્વ નવાણું વાર ગિરિરાજ ઉપર અહીંથી ચઢ્યાં હતાં. મહામંત્રી ઉદયનના પુત્ર મંત્રી અંબડે વિ. સં. 1213માં શત્રુંજયનો જીર્ણોદ્વાર કરાવ્યો ત્યારે આ પાગનું નિર્માણ કરાવ્યું હતું. અહીં શ્રી ઋષભદેવ ભગવાનનાં ચરણપાદુકા છે.  ઘેટી ચરણપાદુકાની આજુબાજુમાં શ્રી સિદ્ઘાચલ શણગાર ટૂક વગેરે અનેક મંદિરો છે. સિદ્ઘાચલ શણગારના મંદિરના ભોંયરામાં 2200 વર્ષ પ્રાચીન શ્રી આદીશ્વર ભગવાનની મનોહર પ્રતિમા છે.
તીર્થનું સરનામું
શ્રી સિદ્ઘાચલ શણગાર ટૂક,
ઘેટી-પાગ મુ.આદપુર

પાલીતાણા સ્થિત જૈન ધર્મશાળામાં આવેલ દહેરાસર તથા ભોજનશાળાનું લીસ્ટ

પાલીતાણા તીર્થમાં સ્વતંત્ર તથા ધર્મશાળાઓના પરિસરમાં 68 જેટલા નાના મોટા જૈન દેરાસરો છે. કેટલીક ધર્મશાળાઓમાં ઉપાશ્રયની સગવડતા પણ છે. સ્વતંત્ર ઉપાશ્રયો પણ સારી સંખ્યામાં છે.
અહીંની ભૂમિ ઉપર 125થી વધારે નાની મોટી જૈન ધર્મશાળાઓ છે. કેટલીક તો આધુનિક સગવડતા સંપન્ન વાતાનુકૂલિત તથા લીફ્ટની સગવડતા સાથેની છે. આ ધર્મશાળાઓ જૈન નિયમોના પાલન કરનારા યાત્રિક ભાઇબહેનોને ઉતરવાની-રહેવાની સગવડતા પૂરી પાડે છે. દરેક ધર્મશાળાના નિયમો, નકરાઓ(ભાડુ) તથા આવવા-જવાના નિયમો વગેરે અલગ અલગ હોય છે.
યાત્રિક ભાઇબહેનોની સગવડતા માટે પાલીતાણામાં લગભગ 50 જેટલી જૈન ભોજનશાળાઓ કાર્યરતછે. નિશ્ચિત દરથી આ ભોજનશાળામાં સારી ગુણવત્તાવાળું જૈન ભોજન પરીસવામાં આવે છે. ઘણી ભોજનશાળામાં એકાસણા-બેસણા-આયંબીલની તપશ્ચર્યા કરનારાઓ માટે વિશેષ સગવડતા હોય છે. ઉકાળેલું પાણી પણ ઘણા બધા માટે રાખવામાં આવે છે. કેટલીક ભોજનશાળામાં સવારના ચા પાણીની નાસ્તાની(નવકારશી) વિશેષ સગવડતા હોય છે.
શેઠ આણંદજી કલ્યાણજી – પાલીતાણા (02848) 252148
પાલીતાણા S.T.D. કોડ (02848)

ધર્મશાળાનું નામ દહેરાસર મૂળનાયક નુ નામ ભોજનશાળા ટેલીફોન નંબર
પાંચ બંગલા (શેઠ આણંદજી કલ્યાણજી) - - 252476
108 જૈન તીર્થદર્શન √ શ્રી 108 પાર્શ્વનાથ ભગવાન - 252492/242797
હરિવિહાર જૈન ધર્મશાળા √ √ 252653
આગમ મંદિર √ શ્રી ચૈામુખજી √ 252195
સૌધર્મ નિવાસ જૈનધર્મશાળા √ શ્રી નાકોડા પાર્શ્વનાથ √ 252333
અંકીબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ √ શ્રી મુનિસુવ્રતસ્વામી - 252603
સોના-રૂપા જૈન ધર્મશાળા - - 252376
અમૃરતીર્થ આરાધના ભવન √ - 242407
સૂર્યકમલ જૈન ધર્મશાળા - - 242349
આનંદભુવન જૈન ધર્મશાળા - - 252562
સુરાણીભુવન જૈન ધર્મશાળા - - 252631
આયંબીલ ભુવન જૈન ધર્મશાળા - - 252830
સીમંધરસ્વામી જૈન ધર્મશાળા √ શ્રી સીમંઘરસ્વામી ભગવાન - 243018
ઓસવાલ યાત્રિક ભુવન √ શ્રી આદીનાથ ભગવાન √ 252240/251001
સિધ્ધાચલ જૈન યાત્રિક ભુવાન - √ -
ઓમશાંતિ ધર્મશાળા - √ 294121
સાબરમતી જૈન યાત્રિક ભુવાન - શ્રી મહાવીર સ્વામી - 252709
સાદડી ભુવન √ શ્રી આદીશ્વર ભગવાન √ 252368/242259
સિધ્ધક્ષેત્ર જૈન શ્રાવિકાશ્રમ √ શ્રી આદીશ્વર ભગવાન - 252196
મંડાર ભુવન (ગિરિ.સોસા.) - √ 252561
શત્રુંજ્ય વિહાર જૈન ધર્મશાળા - - 242129
ગજેન્દ્ર જૈન ભુવન - - 252746
નવલ સંદેશ - - 243068
ઘંટાકર્ણ મહાવીર જૈન ટ્રસ્ટ √ - 252234/252413
ગિરિવિહાર √ શ્રી આદીશ્વર ભગવાન √ 252258
ગિરિરાજ જ્ઞાનમંદિર ટ્રસ્ટ √ √ 253230
ધનસુખ વિહાર જૈન ધર્મશાળા - - -
પુરવાઈ જૈન ધર્મશાળા √ - 252145
પંજાબી જૈન ધર્મશાળા √ શ્રી વાસુપુજ્યસ્વામી ભગવાન - 252141
મૂક્તિનિલય ધર્મશાળા - - 252165
દાદાવાડી રાજેન્દ્ર વિહાર √ શ્રી આદીનાથ ભગવાન √ 252248
દીગંબર જૈન ધર્મશાળા - - 252547
દિપાવલી જૈન દર્શન ટ્રસ્ટ - - 242341
લુણાવા મંગલભુવન ટ્રસ્ટ √ શ્રી આદીશ્વર ભગવાન √ 252316
કે.એન.શાહ ચેરીટેબલ ટ્રસ્ટ - - 24089
નરશી નાથા જૈન ધર્મશાળા √ શ્રી ચંદ્રપ્રભુસ્વામી ભગવાન √ 252186
નંદાભુવન √ શ્રી સહસ્ત્રફણાપાર્શ્વનાથ - 252356/252385
જેતાવાડા ધર્મશાળા √ શ્રી આદીશ્વર ભગવાન √ 243067
વિદ્યાવિહાર બાલીભુવન √ શ્રી સંભવનાથ ભગવાન - 252498
ધાનેરા ભવન √ શ્રી પાર્શ્વનાથ ભગવાન √ 242174
પીંડવાડાભવન(પ્રેમ વિહાર) - - 252930
તખતગઢ મંગલ ભુવન √ શ્રી આદીશ્વર ભગવાન - 252167
ડીસાવાળી જૈન ધર્મશાળા - - 252569
મગન મુલચંદ - - 252276
વાવપંથક √ શ્રી અજીતનાથ ભગવાન √ 253253
લાવણ્ય વિહાર - - 252578
ચાંદભુવન - - 24137
બ્રહ્મચારી આશ્રમ √ - 242248
વર્ધમાન જૈન મંદિર √ શ્રી સીમંઘરસ્વામી ભગવાન - 253898
યશોવિજયજી જૈન આરાધાના ટ્રસ્ટ √ શ્રી સંકટહરપાર્શ્વનાથ ભગવાન - 242433
નિત્યચંદ્ર દર્શન √ શ્રી આદીશ્વર ભગવાન √ 252181
શત્રુંજય દર્શન √ શ્રી શ્રેયાંસનાથ ભગવાન √ 252512
યતિન્દ્ર ભુવન √ શ્રી સુમતીનાથ ભગવાન - 252237
વર્ધમાન મહાવીર જૈન રીલીજીયસ √ √ 242275
જંબુદ્વીપ √ શ્રી મહાવીરસ્વામી ભગવાન √ 242022/252307
ભેરૂ વિહાર √ √ 242984/252784
ખુશાલભુવન જૈન ધર્મશાળા - - 252873
ખીમઈબાઈ ચેરીટેબલ ટ્રસ્ટ √ શ્રી શીતલનાથ ભગવાન √ 253237/242573
ખિવાન્દીભુવન ધર્મશાળા √ શ્રી આદીશ્વર ભગવાન √ 252810
ઉમાજીભવન ધર્મશાળા - - 252625
કંકુબાઈ જૈન ધર્મશાળા(ધર્મશાંતી) √ - 252598
કોટાવાળી જૈન ધર્મશાળા - - 252662
કેશરીયાજી જૈન ધર્મશાળા √ શ્રી આદીશ્વર ભગવાન √ 252213
કેશવજી નાયક ચેરીટી ટ્રસ્ટ √ √ 242578/252647
ક્નકબેનનું રસોડુ - - 242578
કચ્છી વિશા ઓશવાલ ભવન √ શ્રી આદીશ્વર ભગવાન √ 252137
બનાસકાંઠા જૈન ધર્મશાળા - √ 252395
એસ.પી.શાહ જૈન ધર્મશાળા - - 242190
પ્રભવહેમ ગિરિવિહાર √ - 251003
પ્રભાગીરી ભવન √ શ્રી મુનિસુવ્રતસ્વામી - 251213/243020
પરમાર ભવન - - 252899
કનકરતન વિહાર - - 251046/252869
પાલનપુર યાત્રિક ભવન - √ 242666
હાડેચાનગર જૈન ધર્મશાળા - √ 242591/242590
હિંમતનગર જૈન ધર્મશાળા √ શ્રી શાંતિનાથ ભગવાન - 252549
હિરા શાંતા જૈન યાત્રિકગૃહ √ શ્રી મહાવીરસ્વામી ભગવાન √ 253256
સાંડેરાવ જૈન ધર્મશાળા √ શ્રી સહસ્ત્રફણાપાર્શ્વનાથ ભગવાન √ 252344
ખીમ્મત યાત્રિક ભવન √ શ્રી પાર્શ્વનાથ ભગવાન - 242957/242108
ખેતલાવીર જૈન ધર્મશાળા - √ 252484
કે.પી.સંઘવી ધર્મશાળા - √ 252493
પાદરલી ભવન √ શ્રી કલ્યાણપાર્શ્વનાથ ભગવાન √ 252486
ભક્તિ વિહાર - √ 252515
વિશાલ જૈન મ્યુઝીયમ √ શ્રી આદીશ્વર ભગવાન - 252832
વીસા નીમા - - 252279
મહારાષ્ટ્ર ભુવન √ શ્રી આદીશ્વર ભગવાન √ 252193
બેંગ્લોર ભુવન √ શ્રી ચંદ્રપ્રભુ સ્વામી - 252389
પન્ના-રૂપા - - 252391
કચ્છ વાગડ ધર્મશાળા √ શ્રી સંભવનાથ ભગવાન √ ૨૫૨૪૫૭
ચંદ્ર-દીપક જૈન ધર્મશાળા - √ 252235
મોક્ષધામ સિધ્ધ શીલા - - 243027/243214
બાબુ સાહેબ જૈન દેરાસર √ શ્રી આદીશ્વર ભગવાન - 242973
જીવન નિવાસ - - 252197
રણશી દેવરાજ - - 252211
બાબુ પન્નાલાલ - - 252977
પ્રકાશ ભુવન - - 252348
ધનાપુરા ધર્મશાળા - - 252209
રાજકોટવાળી ધર્મશાળા - - 253178
સાંચોરી ભવન √ શ્રી આદીશ્વર ભગવાન - 242276/242344
ઢઢાભુવન - - 252453
વાપીવાલા કાશી કેશર - - 2522293
આનંદભુવન(અન્નક્ષેત્ર) - - 242964
દેવગીરી આરાધના - - 243083
ભિનમાલ ભુવન - √ 243058
108 મંત્રેશ્ર્વર પાર્શ્ર્વધામ - - 243367
મોતીસુખીયા ધર્મશાળા √ શ્રી આદીશ્વર ભગવાન √ 252177
કૈલાસસ્મૃતિ ધર્મશાળા - - 252799
હુંડિયા ભવન √ શ્રી અજિતનાથ ભગવાન ૨૫૧૧૨૫
તલાવત ભવન √ શ્રી સુમતિનાથ ભગવાન
વડેચા ભવન √ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ ભગવાન
27 એકડા જૈન યાત્રિક ભવન √ શ્રી આદીનાથ ભગવાન - 253399
નંદપ્રભા √ શ્રી મહાવીર સ્વામી - 253876/243287/223287
ભાઈ-બહેન ધર્મશાળા √ શ્રી પાર્શ્વનાથ ભગવાન √ 212111
મેવાડ ધર્મશાળા √ √ 243433
સંભવ લબ્ધિધામ √ શ્રી સંભવનાથ ભગવાન - 243441
બી.એસ.સંઘવી - √ 242166
ચેન્નઈ ધર્મશાળા - √ 242319/242318
થરાદ ધર્મશાળા √ શ્રી મહાવીર સ્વામી √ 252854
મોહનબાગ ધર્મશાળા - √ 251569
અધાઈ √ શ્રી વાસુપુજ્યસ્વામી √ 251578
મહુડી ધર્મશાળા - √ 252178
અદાણીભવન - √ 242237
રત્નયત્રી ધર્મશાળા (ઝાલાવાડ) √ શ્રી 102 પ્રતિમાજી √ 243396
માણીભદ્ર ભાતાઘર મંદિર √ શ્રી માણિભદ્રવીર - 243199
કલ્યાણ સૌભાગ્ય(જાલોરભવન) √ શ્રી મુનિસુવ્રતસ્વામી ભગવાન √ 212433
બોથરા(કમલમંદિર) ધર્મશાળા √ શ્રી સીમંઘરસ્વામી ભગવાન √ 251042
હિંમતવિહાર ધર્મશાળા √ શ્રી શાંતીનાથ ભગવાન √ 252549
કસ્તુરધામ (નિલમ વિહાર) √ શ્રી આદીનાથ ભગવાન √ 242231
ત્રિલોકદર્શન - - 242999
કચ્છીભવન √ શ્રી આદીશ્વર ભગવાન √ 252145
દક્ષવિહાર - √ 242388
શંખાકાર દેરાસર/ધર્મશાળા √ - 9427047537

સમયપત્રક

શ્રી પવિત્ર શંત્રુજયતીર્થ ઉપર મોટી ટૂંક(મુખ્યટૂંક)માં પૂજ્ય શ્રી આદીશ્વર દાદા(ઋષભદેવ)ના દેરાસરમાં દાદાની પ્રક્ષાલપૂજા આરતીના સમયમાં ઋતુઓ પ્રમાણે ફેરફાર થતો રહે છે જે નીચે દર્શાવ્યા મુજબ છે :

વિગત કારતક સુદ 15 થી મહાવદ 0।। ફાગણ સુદ 1 થી ચૈત્રવદ 0।। વૈશાખ સુદ 1 થી અષાઢ સુદ 14
રામપોળ દરવાજો ખોલવાનો સમય સૂર્યોદય સૂર્યોદય સૂર્યોદય
આંગીના દર્શન સવારે 9.30 સુધી સવારે 9.00 સુધી સવારે 8.30 સુધી
પૂ.આદીશ્વર દાદાની પ્રક્ષાલ પૂજા સવારે 9.50 સવારે 9.20 સવારે 8.50
પૂ.આદીશ્વર દાદાની કેશર પૂજા સવારે 10.50 સવારે 10.20 સવારે 9.50
પૂ.આદીશ્વર દાદાની ફૂલ પૂજા સવારે 11.00 સવારે 10.30 સવારે 10.00
પૂ.આદીશ્વર દાદાની મુગટ પૂજા સવારે 11.10 સવારે 10.40 સવારે 10.10
આરતી-મંગલદીવો (સવારે) સવારે 11.20 સવારે 10.50 સવારે 10.20
લાઈનમાં પૂજા શરૂ સવારે 11.20 સવારે 10.50 સવારે 10.20
પૂ.દાદાજીની આંગી ધારણ કરાવવી સાંજે 3.30 સાંજે 4.00 સાંજે 4.00
આરતી મંગલદીવો સાંજે 4.00 સાંજે 4.30 સાંજે 4.30
રામપોળ દરવાજો બંધ કરવાનો સમય સાંજે 5.00

શ્રી શત્રુંજય ગિરિરાજ–પાલીતાણા તીર્થની માહિતી

શ્રી સિદ્ધાચલની ભાવયાત્રા
આપણે ભાવથી એકાગ્ર ચિત્તે શ્રી શત્રુંજયની યાત્રા કરીએ.
અરિહંત સ્વરૂપને ઓળખી એનાથી ભાવિત બની એના રૂપમ ખોવાઈ જવાનો તદરૂપ બનાવાનો અવસર શત્રુંજય ગિરિરાજની યાત્રાના માધ્યમથી મળે છે. તેથી આપણે બીજું બધું ભૂલી જઈને કેવળ યાત્રામય બનીને ભાવથી શત્રુંજયની યાત્રાનો પારંભ કરીએ.
ધર્મશાળામાંથી નીકળીને રસ્તામાં આવતા જિનમંદિરોએ “નમો જિણાણં” બોલતા 
બોલતા આપણે જય તળેટીએ આવ્યા.
અહીં સ્તુતિ –ચૈત્યવંદન વગેરે કરીએ.
સામે લાઈનબંધ અગિયાર દેરીઓમાં ઋષભદેવ વગેરે તીર્થકરોનાં પગલાં સમક્ષ 
નમો જિણાણં.
ડાબી બાજુ ઓટલા ઉપરની દેરીમાં આદિનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં.
જમણી બાજુ ઓટલા ઉપરની દેરીમાં શ્રીપુંડરિક સ્વામીનાં ચરણપાદુકાએ નમો સિદ્ધાણં 
હવે આપણે ઉપર ચઢવાની શરૂઆત કરીએ.
ડાબી બાજુએ શ્રી ધર્મનાથના મંદિરે નમો જિણાણં
ડાબી બાજુની દેરીમાં અજિતનાથ ચરણપાદુકાએ નમો જિણાણં
જમણી બાજુની દેરીમાં શ્રી ગૌતમસ્વામીના ચરણપાદુકાએ નમો જિણાણં
જમણી બાજુની દેરીમાં આદિનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
જમણી બાજુની દેરીમાં શાંતિનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
જમણી બાજુશ્રી સરસ્વતી દેવીને “દેવી,સરસ્વતી જ્ઞાન આપો” કહીને નમન
જમણી બાજુની દેરીમાં શ્રી ધર્મનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
જમણી બાજુની દેરીમાં શ્રી કુંથુનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
જમણી બાજુની દેરીમાં શ્રી નેમિનાથનાં ચરણપાદુકાએ નમો જિણાણં
ડાબી બાજુ આવેલા બાબુના દેરાસરમાં જલમંદિરે નમો જિણાણં
જલમંદિરની સામે શ્રી ગૌતમસ્વામીને નમો જિણાણં
પાછા ફરતાં સહસ્ત્રકૂટ- રત્ન મંદિર વગેરે સ્થળે નમો જિણાણં
ધનવસહીના મંદિરમાં મૂળનાયક આદિનાથને નમો જિણાણં
ધનવસહીના મંદિરની ભમતીમાં પુંડરિક સ્વામીને અને તીર્થંકરોને નમો જિણાણં
ધનવસહીના મંદિરના બહારના ભાગમાં રાયણ ચરણપાદુકાએ નમો જિણાણં 
હવે આપણે ધનવસહીના મંદિરમાંથી શત્રુંજય ઉપર જવાના રસ્તા પર આવ્યા.
ધનવસહીના મંદિરની સામે સમવસણ મંદિરે નમો જિણાણં 
હવે થોડા આગળ ચાલીએ, આપણે હવે પહેલે વિસામે આવ્યા. 
પછી થોડા આગળ ચાલીને 
ધોળી પરબના બીજા વિસામે આવ્યા.
ત્યાં જમણી તરફ ભરત મહારાજા ચરણપાદુકાએ નમો જિણાણં 
હવે થોડા આગળ ચાલીએ આપણે ઈચ્છાકુંડ પાસે આવ્યા.
ત્યાંથી થોડુંક ચઢતાં, જમણી બાજુની દેરીમાં આદીશ્વર અને નેમિનાથના 
ચરણપાદુકાએ નમો જિણાણં
બાજુમાં નેમિનાથના ગણધર વરદત્તના ચરણપાદુકાએ નમો નમો જિણાણં 
હવે થોડા ઉપર ચઢીને આપણે લીલીપરબ પાસે ત્રીજા વિસામે આવ્યા.
ત્યાં બાજુમાં આદિનાથના ચરણપાદુકાએ નમો જિણાણં 
હવે આપણે થોડા ઉપર ચઢીને કુમારકુંડ પાસે આવ્યા. 
ત્યાંથી થોડુંક આગળ ચાલીને આપણે હિંગળાજના હડા પાસે આવ્યા. 
ત્યાં ચઢાણ કઠીન છે. ચઢવામાં ઉત્સાહ વધે એ માટે આ વિષે એક દુહો પ્રચલિત બન્યો છે. 
આવ્યો હિંગળાજનો હડો, કેડે હાથ દઈને ચઢો 
ફૂટ્યો પાપનો ઘડો,બાંધ્યો પુણ્યનો પડો 
થોડુંક આગળ ચાલીને આપણે પરબની પાસે ચોથા વિસામે આવ્યા.
ત્યાં કલિકુંડ પાર્શ્વનાથના ચરણપાદુકાએ નમો જિણાણં 
થોડું ચાલીને આપણે છાલા કુંડ અને પરબ પાસે આવ્યા.આ પાંચમો વિસામો છે.
છાલાકુંડની સામે ચાર શાશ્વત જિનનાં ચરણપાદુકાએ નમો જિણાણં
થોડું આગળ જતાં કિલ્લેબંધીવાળા ભાગમાં શ્રીપૂજયની ટૂંકમાં આવેલી દેરીમાં 
પદ્માવતી દેવીના મસ્તકે રહેલા શ્રી પાર્શ્વપ્રભુને નમો જિણાણં
અને પદ્માવતી દેવીને ‘રક્ષ મામ્ દેવી, પદ્મે’ કહીને પ્રણામ.
બીજી દેરીમાં માણીભદ્ર વીરને પ્રણામ.
ત્યાં આવેલા કુંડને ફરતી દેરીઓમાં શ્રી ગોડીજી પાર્શ્વનાથના અને આદિનાથના 
ચરણપાદુકાએ નમો જિણાણં 
શ્રી ગૌતમસ્વામીના ચરણપાદુકાએ નમો જિણાણં 
(કુંડની ચારે બાજુ એક-એક એમ ચાર દેરીઓ છે. તેમાં અનુક્રમે ગોડીજી પાર્શ્વનાથના, 
આદિનાથના, ગૌતમસ્વામીના અને ધર્મસુરીશ્વરજીના પગલાં છે.) 
અહીંથી આગળ ચાલીને ચઢાણ જ્યાં પૂરું થાય છે. ત્યાં આપણે આવ્યા. 
ત્યાંથી આગળ જતાં જમણી બાજુ ચોતરા ઉપર
દ્રવિડ,વારિખિલ્લ, અઈમુત્તા, અને નારદજીની મૂર્તિને નમો જિણાણં 
થોડુંક આગળ ચાલીને આપણે હીરાકુંડ પાસે આવ્યા.ત્યાંથી 
થોડુંક આગળ ચાલીને આપણે બાવળકુંડ પાસે આવ્યા.
ત્યાંથી જરાક આગળ જતા જમણી બાજુ
ક્રમશ: રામ,ભારત, થાવચ્ચાપુત્ર, શુકપરિવ્રાજક અને શેલક આચાર્યની મૂર્તિઓને 
નમો જિણાણં 
ત્યાંથી થોડું આગળ જતાં-
સુકોશલ મુનિની મૂર્તિને નમો જિણાણં 
ત્યાંથી થોડું આગળ જતાં ડાબી બાજુ
નમિ-વિનમિના ચરણપાદુકાએ નમો જિણાણં 
થોડું આગળ ચાલીને આપણે વડલાવાળા છઠ્ઠા વિસામા પાસે આવ્યા.
ત્યાં દેરીમાં આદિનાથના ચરણપાદુકાએ નમો જિણાણં
બાજુમાં રહેલી હનુમાનજીની મૂર્તિને નમો જિણાણં 
ત્યાંથી આદિનાથની ટૂક તરફ આપણે ચાલીએ. 
થોડું આગળ જતાં જમણી તરફ પર્વતમાં કોતરેલી
જાલિ-મયાલિ-ઉવયાલિની મૂર્તિને નમો સિદ્ધાણં. ત્યાંથી આગળ ચાલીને આપણે રામપોળ પાસે આવ્યા.
રામપોળમાં પ્રવેશતાં સામે પાંચ શિખરના મંદિરે નમો જિણાણં
તેની બાજુમાં આવેલા ત્રણ શિખરના મંદિરે નમો જિણાણં 
હવે આપણે સગાળપોળમાં આવ્યા.પછી વાઘણપોળમાં આવ્યા.પછી 
વિમલવસહિમાં આવ્યા. આમાં પ્રવેશતાં જ બંને બાજુએ પંક્તિબંધ મંદિરો 
દેખાય છે. તેમાં ડાબી બાજુએ સર્વ પ્રથમ શ્રીશાંતિનાથનું મંદિર છે ત્યાં 
નમો જિણાણં.. હવે આપણે
શ્રી શાંતિનાથના મંદિર પ્રભુજી સમક્ષ સ્તુતિ – ચૈત્યવંદન કરીએ. 
ત્યારબાદ બહાર નીકળતાં ડાબી તરફ અનુક્રમે
ચક્રેશ્વરી, વાઘેશ્વરી અને પદ્માવતી દેવીને પ્રણામ. 
હવે આપણે વિમલવસહિના બીજા મંદિરોમાં ક્રમશઃ વંદન કરીએ. 
અહીં બંને બાજુએ મંદિરોની શ્રેણી છે. 
તેમાં પહેલાં ડાબી બાજુની શ્રેણીનાં મંદિરોને ક્રમશઃ વંદન કરીએ.
નેમિનાથની ચોરીના મંદિરમાં ૧૭૦ જિનપટે નમો જિણાણં 
પછી પુણ્ય-પાપની બારી આવે છે. પછી
શ્રી વિમલનાથના મંદિરે નમો જિણાણં
શ્રી અજિતનાથના મંદિરે નમો જિણાણં
શ્રી શ્રીસહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
શ્રી આરસના મંદિરે નમો જિણાણં
શ્રી ધર્મનાથના મંદિરે નમો જિણાણં
શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
શ્રી પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
શ્રી જગતશેઠના મંદિરે નમો જિણાણં
શ્રી શાંતિનાથના મંદિરે નમો જિણાણં
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
શ્રી કુમારપાળના મંદિરે નમો જિણાણં 
હવે આપણે વિમલવસહિના જમણી બાજુના મંદિરે વંદન કરીએ.
પંચ તીર્થીના મંદિરે (નરશી કેશવજી નિર્મિત)
શ્રી પુંડરીકસ્વામીના મંદિરે નમો જિણાણં
શ્રી પદ્મપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
શ્રી કવડયક્ષના મંદિરે પ્રણામ.
શ્રી મહાવીરસ્વામીના મંદિરે નમો જિણાણં
શ્રી અમીઝરાપાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
શ્રી પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
શ્રી ચંદ્રપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
શ્રી અજિતનાથના મંદિરે નમો જિણાણં
શ્રી પાર્શ્વનાથના મંદિરે નમો જિણાણં
શ્રી આદિનાથના મંદિરે નમો જિણાણં
શ્રી ધર્મનાથના મંદિરે નમો જિણાણં
શ્રી મહાવીર સ્વામીના મંદિરે નમો જિણાણં
શ્રી ચૌમુખજીના મંદિરે નમો જિણાણં .(આમાં સો થાંભલા છે.)
શ્રી પદ્મપ્રભસ્વામીના મંદિરે નમો જિણાણં
શ્રી ધનેશ્વરસૂરિના મંદિરે મત્થએણ વદામિ.
શ્રી શ્રેયાંસનાથના મંદિરે નમો જિણાણં
શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
શ્રી સંભવનાથના મંદિરે નમો જિણાણં
શ્રી ઋષભદેવના મંદિરે નમો જિણાણં
હવે હાથીપોળમાં આવ્યા પછી આપણે રતનપોળમાં આવ્યા.
રતનપોળમાં પેસતાં જ સામે શ્રી આદિનાથ દાદાનોદરબાર દેખાય છે.
હવે આપણે શ્રી આદિનાથ દાદાને નમો જિણાણં કહીને ત્રણ પ્રદિક્ષણા આપીએ
પ્રદિક્ષણામાં આવતાં મંદિરોને વંદના કરતા જઈશું.
પહેલી પ્રદિક્ષણા
સહસ્ત્રકૂટના મંદિરે નમો જિણાણં
મૂળ મંદિરના બહારના ગોખલાઓમાં નમો જિણાણં
રાયણપગલાં વગેરે ચરણપાદુકાએ નમો જિણાણં
૧૪૫૨ ગણધર ભગવંતના પગલાના મંદિરે,તીર્થંકરોના અને 
ગણધરોના ચરણપાદુકાએ નમો જિણાણં
શ્રીસીમંધરસ્વામીના મંદિરે નમો જિણાણં
શ્રી આત્મારામજી મહારાજ(શ્રી વિજયાનંદસુરીશ્વરજી)ની મૂર્તિને મત્થએણ વંદામિ. 
(મંદિરની બહાર જમણી બાજુ આરસના ગોખલામાં બિરાજમાન આ મૂર્તિ પંચધાતુની બનેલી છે.)
બીજી પ્રદિક્ષણા
નવા આદીશ્વરના મંદિરે નમો જિણાણં
ત્યાં દેરીઓમાં આવેલાં ચરણપાદુકાએ નમો જિણાણં
ત્યાં આશાધરની અને સમરાશાની સજોડે મૂર્તિઓને પ્રણામ.
સમવસરણના મંદિરે નમો જિણાણં
સમેતશિખરના મંદિરે નમો જિણાણં
શ્રી સીમંધરસ્વામીના મંદિરની ઉપર શ્રી ચૌમુખજીના મંદિરે નમો જિણાણં
શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથને નમો જિણાણં
ત્રીજી પ્રદિક્ષણા
પાંચ ભાઈઓ દ્વારા નિર્મિત મંદિરે નમો જિણાણં
પુંડરીકસ્વામી મંદિરની બાજુની ભીંતે આવેલા મંદિરે નમો જિણાણં
બજરીયાના મંદિરે નમો જિણાણં
વિહરમાન જિનમંદિરે નમો જિણાણં
અષ્ટાપદમંદિરે નમો જિણાણં અને ગુરુમૂર્તિને મત્થએણ વંદામિ.
નમિ- વિનમિ ભારત-બાહુબલીની મૂર્તિને નમો જિણાણં
વિજયશેઠ-વિજયા શેઠાણીની મૂર્તિને પ્રણામ.
ચૌદરતનના મંદિરે નમો જિણાણં
નવી ટૂંકમાંની પ્રતિમાઓને નમો જિણાણં
બહાર આવી આગળ જતા ગોખલામાં તીર્થંકરની ૨૪ માતાને પ્રણામ.
ગંધારિયાના દહેરાસરે નમો જિણાણં
પુંડરિક સ્વામીના મંદિરે નમો જિણાણં
અહીં ત્રણ પ્રદિક્ષણા પૂર્ણ થઇ. હવે આપણે ક્રમશ: રાયણ પગલા, શ્રી
પુંડરિકસ્વામી અને શ્રી આદિનાથ સમક્ષ ચૈત્યવંદન કરીએ.

શત્રુંજય મહાતીર્થના સીમા-ચિન્હરૂપ અન્ય વિકાસ - કાર્યો

રામપોળ, સગાળપોળ, વાઘણ પોળ, હાથી પોળ, રતનપોળ વગેરે પોળો વગેરેનું નવનિર્માણ ઈસ્વીસન્‌ ૧૯૬૩-૬૪માં શેઠ કસ્તુરભાઈ લાલભાઈના પરિવાર દ્વારા કરાવવામાં આવ્યું દરેક દ્વાર કલાત્મક પાકા પત્થરના અને રમણીય કોતરણીથી કંડારાયેલા છે.
આશરે ૫૮ વરસ પૂર્વે ઈસ્વીસન્ ૧૯૫૨-૫૬ દરમ્યાન આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા તળેટીથી રામપોળ સુધી નવનિર્મિત પત્થરોનો ઉપયોગ કરીને ૩૫૦૧ જેટલા પગથિયા બનાવવા પૂર્વક સુંદર રસ્તાનું પુન:નિર્માણ કરવામાં આવ્યું અને પછી વખતોવખત જાળવણી પૂર્વક એને વ્યવસ્થિત રાખવામાં આવે છે.
આજ પ્રમાણે ઘેટી પાગના રસ્તાના પગથિઆઓનુ પુનર્નિર્માણ પણ પેઢી દ્વારા ઈસ્વી સન્ ૧૯૬૫મા કરાવવામાં આવ્યું.
શત્રુંજ્ય શૈલ ઉપર નિર્મિત વર્તમાન જિનભવનોનું શિલ્પ-સ્થાપત્ય અને નિર્માણ ભારતીય સોલંકી-પશ્ચાત-સોલંકીકાલીન વ્યાપ્ત અને વિશ્રૃત મારુ ગુર્જર શૈલીના છે.
ભક્તિ ભાવના ઘોડાપુર જ્યાં વહેતા હોય ત્યાં નિયમો, મર્યાદાઓ, પરંપરાઓ અને શિલ્પ સ્થાપત્યની સીમારેખાઓ ના સચવાય એ સ્વાભાવિક છે શત્રુંજ્ય સાથે પણ આવું જ બન્યું.
પવિત્ર શત્રુંજ્ય પર્વત ઉપર દેરાસરોનું નિર્માણ કરાવવું એ પુણ્યાનુબંધી પુણ્યનું પ્રબળ પ્રતિક પ્રસ્થાપિત થવાના કારણે અનેક શ્રદ્ધાસમ્પન્ન મહાનુભાવોએ સમર્પિતભાવે દાદાના દેરાસરની આસપાસ નાના-મોટા દેરાસરોનું નિર્માણ કરાવતા રહ્યા સમય જતા એ આખો વિસ્તાર ગીચ બનતો ગયો. વિ.સં.૧૮૬૭ ના ચૈત્રી પૂનમના શ્રીસંઘે એક ઠરાવ દ્વારા એ વિસ્તાર એટલે કે હાથીપોળના ચોકમાં નવા દેરાસરો, દેરીઓ ન બને એ માટે સખત શબ્દોમા પ્રતિબન્ધ મૂકવામા આવ્યો. દેરીઓ કે દેરાસરો બનાવવાનુ બંદ થયુ પણ ભાવુક ભક્તો દ્વારા પ્રાચીન સ્થાપત્યકળાના એક ઉત્તમ નમૂનારૂપ દાદાના વિશાળ અને ઉત્તુંગ જિનપ્રસાદની આસપાસ તથા બીજે, જ્યાં-જ્યાં જિનપ્રતિમા પધરાવી શકાય એવી ખાલી જગ્યા દેખાઈ ત્યાં, શિલ્પશાસ્ત્રના નિયમોનો, જિનબિંબ પધરાવવાના વિધાનો કે આશાતનાનો વિશેષ વિચાર કર્યા વગર, ઠેર-ઠેર, જુદા-જુદા સમયે, સેંકડો જિનપ્રતિમાઓ પધરાવવામાં આવી, એથી મુખ્ય દેરાસરનો તથા અન્ય સ્થાનોનો શિલ્પકલાનો વૈભવ ઢંકાઈ ગયો. અને જાણે-અજાણે જાતજાતની આશાતનાઓ પણ થવા લાગી.
આ આશાતનાને ટાળવી હોય, જિનપ્રસાદની ઢંકાઈ ગયેલી શિલ્પ સમૃદ્ધિને અને ભવ્યતાને ફરી પ્રગટ કરવી હોય અને શિલ્પશાસ્ત્રના નિયમોનું પાલન કરવું હોય તો, ગમે ત્યાં, ગમે તે રીતે પધરાવી દેવામાં આવેલ આ પાંચસો કરતાં પણ વધુ સંખ્યાનાં જિનબિંબોનું ત્યાંથી ઉત્થાપન કરીને એમને અન્ય સ્થાનમાં પુનઃપ્રતિષ્ઠિત કરવામાં આવે, એ આવશ્યક બની ગયું.
નવી ટૂંકનું નિર્માણ
પેઢી દ્વારા આ સન્દર્ભમા વિ. સ. 2018/ઇ.સન 1962ની મિટીંગમા દાદાની ટૂંકના જીર્ણોધ્ધારનો નિર્ણય લેવાયો.આ બાબતમા જૈન સંઘના તત્કાલીન આચાર્ય ભગવંતો, પદસ્થ મુનિ ભગવંતો પાસેથી શાસ્ત્રીય માર્ગદર્શન તથા દિશા-નિર્દેશ મેળવવામા આવ્યા. અત્યંત નાજુક અને સંવેદનશીલ એવી આ બાબતે વિ.સં.૨૦૨૦માં પેઢીના ટ્રસ્ટીઓ દ્વારા સર્વાનુમતે નિર્ણય કરીને કાર્યવાહીનો પ્રારંભ કરાયો. જેમા વિ.સ. 2020ના શ્રાવણ વદ 3ના દિવસે 170 જેટલી જિનપ્રતિમાઓને બહુમાનપૂર્વક વિધિ સહ ઉત્થાપિત કરવામા આવ્યા.એજ રીતે વિ.સ. 2021ના જેઠ વદ 10 ના દિવસે અન્ય 350 જેટલા જિન બિમ્બોને ઉત્થાપિત કરાયા. દાદાની ટૂંકની સમીપે નવા દેરાસર –સંકુલ, નવી ટૂંકના નવનિર્માણ માટેનો શિલાન્યાસ વિધિ વિ.સ. 2022 જેઠ વદ 1/4-6-1966ના દિવસે શ્રેષ્ઠિવર્ય્ય શ્રી કસ્તૂરભાઇ લાલભાઇના પુણ્ય હસ્તે કરવામા આવ્યો.સમગ્ર નિર્માણ-પ્રક્રિયાને સમ્પન્ન થતા 10 વરસ લાગ્યા.વચ્ચે થોડા વિઘ્નો આવ્યા,સમસ્યાઓ સર્જાઇ,ગેરસમજણો પેદા થઈ.પણ શ્રી સંઘના પ્રબળ પુણ્યોદયે વિઘ્નોના વાદળા હઠી ગયા અને સંઘ ઐક્યનો સુરજ ફરી સોનેરી બનીને ઉગ્યો. શ્રેષ્ઠી કરમાશાએ વિ.સં.૧૫૮૭ માં કરાવેલ સોળમાં જિર્ણોધ્ધાર પછી ચારસો પિસ્તાળીસ વર્ષ બાદ, તીર્થાધિરાજ શ્રી શત્રુંજ્ય મહાગિરિ ઉપર જીર્ણોદ્ધારનો પ્રસંગ પાર પડ્યો. વિવિધ ગચ્છો સમુદાયોના પદસ્થ મુનિભગવંતો અને સુવિશાળ શ્રમણ-શ્રમણી ગણ તથા માનવ મહેરામણ જેવા શ્રાવક-શ્રાવિકા સમૂહરૂપ ચતુર્વિધ શ્રી સંઘની શ્રધ્ધા-ભક્તિ-સમર્પણ સમ્પન્ન ઉપસ્થિતિમાં, વિ.સં. 2032ના પોષ વદિ 14, તા. 30-1-1976, શુક્રવારથી માહ શુદિ 8, તા. 8-1-1976, રવિવાર સુધી દસ દિવસના વિવિધ પ્રકારના ઉત્સવ અને આયોજન સાથે નૂતન બાવન જિનાલયવાળા જિન પ્રાસાદનો પ્રતિષ્ઠા મહોત્સવ શાનદાર રીતે ઉજવાયો. વિ.સં.૨૦૩૨ના મહા સુદ ૭ /૭-૨-૧૯૭૬ ના દિવસે નૂતન-જિનાલયના મૂળનાયક આદીશ્વર દાદા સહિત તમામ જીન-પ્રતિમાઓને બિરાજમાન કરવામાં આવી. જૈન પરંપરાના સંવિગ્ન આચાર્યભગવંતોના માર્ગદર્શન અને સાન્નિધ્યતળે દબદબાપૂર્વક ઉજવાયેલ આ મહોત્સવ માટે સ્વ. શેઠ કસ્તુરભાઈ લાલભાઈની કુનેહ, દીર્ઘદર્શિતા અને મક્કમતાસભર વ્યક્તિત્વે સિંહફાળો આપ્યો. એમના તત્કાલીન સાથી-સહયોગી દળનું એ અભૂતપૂર્વ કાર્ય લેખાયું.

તીર્થાધિરાજ શ્રી શત્રુંજય અંગે સાહિત્ય

શત્રુંજય સૌરભ યાને શ્રી જિન તીર્થ દર્શન

પ્રકા.શ્રી શા. જયન્તિલાલ પ્રભુદાસ,સં.૨૦૧૫.(વીર સવંત ૨૪૮૫).

શત્રુંજય સ્તવન – સાધુ કીર્તિ

શત્રુંજય સ્તવના – આદિનાથ વિનતિરૂપ – કર્તા: શ્રી પ્રેમવિજયજી (૧૭મી સદી).

સમારારાસુ-કર્તા: શ્રી અમ્બદેવસૂરિ(દેવસૂરિ), વિ.વિ.સં.૧૩૧૧.

સિત્તુંજકપ્પો – કર્તા : શ્રી ધર્મઘોષસૂરિ,ટીકાકાર પં. શ્રી શુભશીલ ગણી,ટીકા સં.૧૫૧૮.

સિદ્ધગિરિરાજ યાત્રાવિધિ- પ્ર.શ્રી વોરા મુલજીભાઈ,સં.૧૯૯૯.

સિદ્ધાચલ ગિરનાર સંઘ- કર્તા: પં. શ્રી વીરવિજયજી,સં.૧૯૦૫.

સિદ્ધાચલનું વર્તમાન વર્ણન- લે. શ્રી ગુલાબચંદ શામજી કોરડીયા,સં.૧૯૭૨.

આત્મરંજન ગિરિરાજ શત્રુંજય - પ્ર. નેમચંદ જી.શાહ,સં.૨૦૩૧.

ઋષભદેવચરિત – કર્તા: શ્રી વર્ધમાનસૂરિ,સં.૧૧૬૦.

ઋષભપંચાશિકા – કવિ ધનપાલ (૧૧મી સદી).

ઋષભરાસ – કર્તા: શ્રી ગુણરત્નસૂરિ,સં. આશરે ૧૫૦૦.

ઋષભશતક – કર્તા: શ્રી હેમવિજયજી,સં.૧૬૫૬.

ઋષભસ્તવન – કર્તા: શ્રી સંઘવિજયજી,સં.૧૬૭૦.

કલ્યાણસાગરસૂરીના શિષ્ય ૧૦૮ દુહા.

જય શત્રુંજય – લે. શ્રી સાંકળચંદ શાહ,સં.૨૦૨૬ પછી.

તીર્થાધિરાજ શ્રી શત્રુંજય (ટૂંક પરિચય)- લે.શ્રી મધુસૂદન ઢાંકી,સં.૨૦૩૧.

તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ઉપર થયેલ પ્રતિષ્ઠાનો અહેવાલ – લે. રતિલાલ દીપચંદ દેસાઈ,સં.૨૦૩૪.

તીર્થાધિરાજ શ્રી શત્રુંજયયાત્રા માહાત્મ્ય- પ્ર. શ્રી જૈનાનંદ પ્રેસ, સં. ૨૦૨૭.

નવાણુ અભિષેક પૂજા- કર્તા:પં. શ્રી પદ્મવિજયજી, સં.૧૮૫૧.

નવાણુપ્રકારી પૂજા – કર્તા:પં. શ્રી વીરવિજયજી, સં.૧૮૮૪.

નાભિનંદનજિનોદ્ધારપ્રબંધ - કર્તા: શ્રી કક્કસૂરિ,સં.૧૩૯૩.

વિમલાચલસ્તવન - કર્તા: શ્રી ક્ષેમકુશળ,સં. ૧૭૭૨ પહેલાં.

વિરવિજયજીકૃત દુહા,આશરે ૧૯મી સદીના અંત ભાગમાં .

Shatrunjaya and Its Temples – James Burgess, A. d. 1869.

શત્રુંજય ઉદ્ધાર રાસ – કવિ શ્રી નયસુંદર, સં.૧૬૩૮.

શત્રુંજય કલ્પકથા –કર્તા: પં. શુભશીલ ગણિ સં.૧૫૧૮.

શત્રુંજય ગિરિરાજ દર્શન –લે. પં. શ્રી કંચનસાગરજી, સં. ૨૦૩૬.

શત્રુંજય ગિરિરાજ સ્તવનાદિ - સંગ્રહ- સં. પં. શ્રી કનકવિજયજી.

શત્રુંજય ગિરિરાજ સ્પર્શના-લે. મુનિ શ્રી નિત્યાનંદવિજયજી, સં. ૨૦૩૨.

શત્રુંજય ચૈત્ય પરિપાટી – શ્રી જયસોમશિષ્ય (હસ્તલિખિત)

શત્રુંજય ચૈત્ય પરિપાટી (પ્રવાડી) – કવિ ખીમો.

શત્રુંજય (તીર્થ) ચૈત્ય પ્રવાડી – શ્રી સોમપ્રભ ગણિ (હસ્તલિખિત).

શત્રુંજયતીર્થકલ્પ (વિવિધ તીર્થકલ્પ અંતગર્ત) – કર્તા: શ્રી જિનપ્રભુસૂરિજી,સં. ૧૩૮૫.

શત્રુંજય તીર્થ દર્શન- લે.શ્રી ફૂલચંદ હ.દોશી,સં. ૨૦૦૨.

શત્રુંજય તીર્થ પરિપાટી – કર્તા: શ્રી.દેવચંદ્રજી, સં.૧૬૯૫.

શત્રુંજય તીર્થમાલા – કર્તા: પં. શ્રી અમૃતવિજયજી,સં. ૧૮૪૦.

શત્રુંજય તીર્થમાલા – કર્તા: શ્રી વિનીતકુશલ, સં.૧૭૭૨.

શત્રુંજય તીર્થમાલા રાસ ઉદ્ધારાદિક સંગ્રહ – પં. નિર્ણયસાગર પ્રેસ.

શત્રુંજય તીર્થરાસ – કર્તા: શ્રી જિનહર્ષ ગણિ, સં.૧૭૫૫.

શત્રુંજય તીર્થોદ્વાર પ્રબંધ– કર્તા: શ્રી વિવેકધીર ગણિ, સં. ૧૫૮૭.

શત્રુંજય તીર્થોદ્વાર રાસ– કર્તા: શ્રી સમયસુંદર ગણિ, સં. ૧૬૮૬.

શત્રુંજય તીર્થોદ્વાર સંગ્રહ– સં. શ્રી સારાભાઇ મણિલાલ નવાબ, સં. ૨૦૦૦.

શત્રુંજય દિગ્દર્શન – લે. શ્રી દીપ વિજયજી, સં. ૨૦૦૩.

શત્રુંજય દ્રાત્રીંશિકા (બત્રીશી) – કર્તા: આ. જયશેખરસૂરિ.

શત્રુંજયની ગૌરવગાથા- કર્તા: પં. શ્રી સદગુણવિજયજી, સં. ૨૦૩૫.

શત્રુંજયનો વર્તમાન ઉદ્ધાર –પ્ર. જૈન આત્માનંદ સભા, સં.૧૯૯૨.

શત્રુંજય પરિપાટી કર્તા: શ્રીગુણચંદ્ર, સં.૧૭૬૯.

શત્રુંજય પર્વતનું વર્ણન.

શત્રુંજય પ્રકાશ અને જૈન વિરુદ્ધ પાલીતાણા ભાગ-૧ અને ભાગ-૨-

લે.શ્રી દેવચંદ દામજી કુંડલાકર,’જૈન’ કાર્યાલય,ભાવનગર, સં. ૧૯૮૫.

શત્રુંજય મહાતીર્થ ગુણમાલા –સં. શ્રી મહિમાવિજયજી, સં. ૨૦૦૯.

શત્રુંજય મહાતીર્થ મહાત્મ્યસાર- પ્ર. વિદ્યાશાળા, અમદાવાદ.

શત્રુંજય મહાતીર્થાદિ યાત્રા વિચાર અને ચૈત્યવંદન સ્તુતિ સ્તવનાદિ સંગ્રહ- વિ.સં.શ્રી કપૂરવિજયજી મહારાજ, સં.૧૯૭૦.

શત્રુંજયમંડન આદિનાથ સ્તવન – કર્તા: શ્રી સમરચંદ્ર,સં.૧૬૦૮.

શત્રુંજય મહાત્મ્ય-કર્તા: શ્રી ધનેશ્વરસૂરિજી,સં.૪૭૭.

શત્રુંજય મહાત્મ્ય-ગુજરાતી (હસ્તલેખિત).

શત્રુંજય મહાત્મ્ય રાસ-કર્તા: શ્રી સહજકીર્તિ, સં. ૧૬૮૪.

શત્રુંજય મહાત્મ્યોલ્લેખ- કર્તા: પં. શ્રી હંસરત્ન ગણિ, સં.૧૭૮૨.

શત્રુંજય લઘુ કલ્પ- (સારાવલી પયન્નાની ગાથાઓરૂપે), પૂર્વશ્રુતધર પ્રણીત.

શાંતિદાસ અને વખતચંદ શેઠનો રાસ – કર્તા : શ્રી ક્ષેમવર્દ્ધન, સં ૧૮૭૦

સુકૃતકીર્તિ કલ્લોલિની – કર્તા : શ્રી ઉદયપ્રભસૂરી

હિંદુસ્તાનનાં જૈન તીર્થો – સં શ્રી સારાભાઇ મણીલાલ નવાબ ,સં ૨૦૦૦.

નીચેના ગ્રંથોમાંથી પણ શ્રી શત્રુંજય મહાતીર્થ સંબંધી વર્ણન તથા પ્રશસ્તિ મળી શકે એમ છે.

કુમારપાળચરિત – કર્તા: શ્રી સોમતિલકસૂરિ,સં.૧૪૨૪.

કુમારપાળચરિત (પ્રાકૃત) – કર્તા: શ્રી હરિશ્ચદ્ર.

કુમારપાળચરિત્ર – કર્તા: શ્રી ચારિત્ર્યસુંદર ,સં.૧૪૮૪ અને સં.૧૫૦૭ની વચ્ચે.

કુમારપાળચરિત્ર – કર્તા: શ્રી જયસિંહસૂરિ,સં.૧૪૨૨.

કુમારપાળપ્રતિબોધ – કર્તા: શ્રી સોમપ્રભાચાર્ય,સં.૧૨૪૧.

કુમારપાળપ્રતિબોધપ્રબંધ – કર્તા: અજ્ઞાત,સં.૧૪૧૫.

કુમારપાળપ્રબંધ – કર્તા: શ્રી જિનમંડન, સં.૧૪૯૨.

કુમારપાળરાસ – કવિ શ્રી ઋષભદાસ,સં.૧૬૭૦.

કુમારપાળરાસ (ચરિત્ર) – કર્તા: શ્રી જિનહર્ષ,સં.૧૪૪૨.

કુમારપાળરાસ – કર્તા: શ્રી દેવપ્રભ ગણિ,સં.૧૫૪૦ પહેલાં.

કુમારપાળરાસ – કર્તા: શ્રી હીરકુશળ,સં.૧૬૪૦.

ચતુર્વીશતિપ્રબંધ – કર્તા: શ્રી રત્નશેખરસૂરિ,સં.૧૪૦૫.

જૈન તીર્થ સર્વ સંગ્રહ – પ્ર. શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી,સં.૨૦૧૦.

ધર્માભ્યુદાય કાવ્ય અપરનામ સંઘપતિ ચરિત્ર – કર્તા: શ્રી ઉદયપ્રભસૂરિ,વિ.સં. ૧૨૭૯-૮.આસપાસ.

પ્રબંધચિંતામણિ – કર્તા: શ્રી મેરુતુંગસૂરિ,સં.૧૩૬૧.

પ્રભાવકચરિત– કર્તા: શ્રી પ્રભાચંદ્રસૂરિ,સં.૧૩૬૪.

પ્રાચીન લેખ સંગ્રહ ભાગ ૨- સં. શ્રી જિનવિજયજી,સં.૧૯૭૮.

વસ્તુપાલચરિત – કર્તા: શ્રી જિનહર્ષ,સં.૧૭૯૩.

આ યાદી રચનાસવંતના કાળક્રમ પ્રમાણે તૈયાર કરવાના બદલે અકારાદિ ક્રમે બનાવવામાં આવી છે. અને એમાં ‘શ્રી’ ને ધ્યાનમાં લીધા વગર વર્ણક્રમ ગોઠવામાં આવેલ છે. તપાસ કરતા જેટલી કૃતિઓની રચનાસવંત મળી તેનો નિર્દેશ પણ જે તે કૃતિ સાથે કરવામાં આવ્યો છે; થોડીક કૃતિઓ એવી છે કે જેનો રચનાસવંત મળી શક્યો નથી.

શત્રુંજય તીર્થનો વહીવટ અને રક્ષણ

આ તીર્થના વહીવટ, સંરક્ષણ અને સંવર્ધનમાં ગુજરાતના સંઘો જેવા કે પાટણ-ધોળકા ખંભાત-રાધનપુર,સુરત,અમદાવાદ વગેરેનો મોટો ફાળો રહ્યો છે. આમ, તો સમગ્ર ભારતભરના સંઘોના સાથ અને સહકારથી જ તીર્થનો વિકાસ થયો છે. સોલંકી કાળમાં આ તીર્થનો વહિવટ પાટણના જૈન સંઘના શ્રેષ્ઠિ મહાજનો અને મંત્રીઓ કરતા હતા. વાઘેલા શાસન દરમ્યાન એટલે કે વસ્તુપાલ - તેજપાલના સમયમાં આ સમગ્ર વહીવટ ધોળકાથી થતો હતો. ત્યારબાદ મોગલકાળમાં રાધનપુર - ખંભાત તથા અમદાવાદના અગ્રણી જૈન શ્રેષ્ઠિઓ કરતા રહ્યા. નગર શેઠશ્રી શાંતિદાસ શેઠના સમયમાં અને ત્યારબાદ પણ અમદાવાદના નગરશેઠ અને શ્રેષ્ઠિઓ જ વહીવટ કરતા રહ્યા છે .અંદાજે વિ.સં.૧૭૮૭ થી અમદાવાદ સ્થિત જૈન સંઘની પ્રતિનિધિ સંસ્થા શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી એ આ તીર્થનો વહિવટ વિધિવત સંભાળ્યો અને પછી તો એ પેઢી બંધારણ ઘડીને વિ.સં.૧૯૬૮ ઈ.સન્‌ ૧૯૧૨ થી ભારતભરના સમગ્ર શ્વેતાંબર જૈન સંઘનું પ્રતિનિધિત્વ કરનારી બની. તીર્થના વિકાસ ક્રમની સક્રિય સહયોગી બની અને સંરક્ષણ - સંવર્ધનની જવાબદારી જે એ વરસોથી સંભાળતી હતી તેને આગળ વધારી.
મોગલકાળમાં આ મહાતીર્થની રક્ષા માટે આચાર્ય ભગવંતો, શ્રેષ્ઠિ મહાજનો અત્યંત ચિંતિત હતા. જગદ્‌ગુરૂ હીરવિજયસૂરિજી તથા તેમના પ્રતિભાશાળી પ્રભાવી શિષ્યો, સૂરિસવાઈ વિજયસેનસૂરીજી, વિજયદેવસૂરિજી, ઉપાધ્યાય શાંતિચંદ્રજી, ઉપાધ્યાય ભાનુચંદ્રજી, ઉપાધ્યાય સિધ્ધિચંદ્રજી વગેરેના સતત ઉપદેશ, પ્રેરણા અને આશીર્વાદથી મોગલ બાદશાહ મહાન અકબર દ્વારા શત્રુંજ્ય વગેરે ૭ તીર્થોની માલિકી અન્ય વહિવટના તમામ અધિકારો ફરમાનો આપીને હીરવિજયસૂરિજીના નામે ભેંટરૂપે જાહેર કરાયા હતા. કોઈ પણ પ્રકારના વેરા કે ટેક્સ વગેરે લેવાની મનાઈ પણ કરવામાં આવી હતી. અકબર પછીના તત્કાલીન મુગલ બાદશાહોના દરબારી ઝવેરી તરીકે જાણીતા અમદાવાદના શાહ સોદાગર અને જૈન શ્રાવક પરંપરાના મોભી અગ્રણી શેઠ શાંતિદાસ શેષકરણ ઝવેરીથી પ્રભાવિત અને પ્રસન્ન રહેનારા શાહજહાં, જહાંગીર, મુરાદબક્ષ, ઔરંગઝેબ વગેરેએ પણ શત્રુંજ્ય વગેરે તીર્થો શાંતિદાસને ભેટ રૂપે આપ્યાના ફરમાનો જારી કર્યા હતા. શત્રુંજ્યની તમામ આવક-ઉપજ અને મહેસુલ ઉપરનો અધિકાર નગરશેઠ શ્રી શાંતિદાસ શેઠનો અને એના વંશજોનો છે એવા લખાણો કરાયા હતા. આવા કુલે ૭ ફરમાનો જારી થયા હતા.
અકબર દ્વારા ૧ ફરમાન નંબર ૧
જહાંગીર દ્વારા ૨ ફરમાન નંબર ૨ અને ૮
શાહજહાં દ્વારા ૩ ફરમાન નંબર ૩, ૪ અને ૫
મુરાદબક્ષ દ્વારા ૧ ફરમાન નંબર ૬
ઔરંગજેબ દ્વારા ૨ ફરમાન નંબર ૭ અને ૯
આમાંના ૭ ફરમાનો આજે પણ આણંદજી કલ્યાણજી પેઢી પાસે સચવાયેલા છે.
મુગલ સલ્તનતના વળતા પાણી થવાની સાથે દેશી નાના નાના રાજ્યો પોતાની સત્તા, પોતાનો વિસ્તાર વધારવાની પેરવી કરવા લાગ્યા. આ બાજુ અંગ્રેજો / ફિરંગીઓ વગેરે એક પછી એક રાજ્યો પર અધિકાર જમાવવા લાગ્યા. એવા સમયે અધિકારના પ્રશ્ને મુગલ ફરમાનોનું બહુ વજન કે મહત્વ રહેશે નહી. આવી વાસ્તવિક સમયજ્ઞતાને ધરાવનારા, સમયના આગોતરા પારખું શાંતિદાસ શેઠે તત્કાલીન ગોહિલવાડ (સૌરાષ્ટ્રામાં ભાવનગર આસપાસનો વિસ્તાર)ના ઠાકુર રાજવી કાંધલ જોડે શત્રુંજ્ય તીર્થના રખોપાનો બહુ મહત્વપૂર્ણ કરાર કર્યો. આ કરાર કરતી વખતે અમદાવાદ ના વીશા શ્રીમાળી જ્ઞાતિના બે ધુરંધર બંધુઓ શાહ રતનજી અને શૂરાને એમણે સાથે રાખ્યા. જો કે એ પહેલા કરારમાં કોઈ નિશ્ચિત રકમ આપવાની વાત નહોતી પણ વારે તહેવારે, પ્રસંગોપાત્‌ પહેરામણી રૂપે વસ્તુઓ, રોકડા રૂપિયા વગેરે આપવાની ગોઠવણ હતી. આં કરાર પછીં 170 વરસ જેટલા દીર્ઘ સમય સુધી પરસ્પરની સમજૂતિ અને વિશ્વાસના સુદ્રઢ પાયા ઉપર ચાલુ રહ્યો. ત્યારબાદ વિ.સ. 1877થી 1984-ઇ.સન્ 1821 થી વિ.સ. 1928 સુધી પાલીતાણાના જે તે રાજવી ઠાકોર સાથે અન્ય ચાર કરારો થયા જેમા દર વરસે નિશ્ચિત રકમ આપવાની ગોઠવણ હતી. આમ વ્યવસ્થા જળવાઈ રહી
કરાર વિ.સં. ઇ.સન્ કરારનાવર્ષ કરારનીરકમ
2 1877 1821 10 4500 રૂા
3 1919 1863 10 10000 રૂા
4 1942 1886 40 15000 રૂા
5 1984 1928 35 60000 રૂા
આ બઘા કરારો પાલીતાણાના જે તે વખતના ઠાકોર સાથે પેઢી, અને શ્રાવકો વતી કરવામાં આવ્યા હતા. પહેલો કરાર લગભગ 170 વરસ જેટલા લાંબા સમય સુઘી ચાલ્યો. બીજો કરાર પણ 40 વરસ જેટલો લાંબો રહ્યો. ત્રીજા કરાર પછી 2 વરસ મૂંડકાવેરાની(યાત્રિકદીઠ નક્કી કરેલા રૂપિયા ) પરિસ્થિતિ સર્જાઇ. ચોથો કરાર પૂરો થતા વળી મૂંડકાવેરાની સ્થિતિ ચાલુ થઇ. વિ. સ. 1982મા પાલીતાણાના તત્કાલીન ઠાકોર સાહેબ બહાદુરસિહજીની આડોડાઈ અને જોહુકમીના કારણે મુંડકા વેરા જેવો યાત્રિક દીઠ ટેક્ષ લાદવાનો નિર્ણય લેવાયો. આણંદજી કલ્યાણજી પેઢીના અગ્રણીઓના અનુરોધથી ભારતભરના તમામ જૈન સંઘોએ આનો સખત વિરોધ કર્યો અને શત્રુંજ્યની યાત્રા કરવાનું બંધ રાખ્યું. આ એક બહું જ દુઃખદ નિર્ણય હતો પણ એ વખતે ભારતભરના શ્વેતાંબર જૈન સંઘના સંપ -અને એકતાના પ્રતાપે એ શક્ય બન્યું. વિ.સ. 1982 ચૈત્ર વદ 3, ગુરુવાર, 1-4-1926 થી વિ. સ. 1984 જેઠ સુદ 13,શુક્રવાર,1-6-1928 સુધી જડબેસલાક રીતે યાત્રા બંદ રહી. પાછળથી પાલીતાણા ઠાકોરને ૩૫ વરસ સુધી વાર્ષિક રૂપિયા ૬૦ હજાર આપવાના કરારપૂર્વક સમાઘાન થયું અને વિ.સં.૧૯૮૪ જેઠસુદ ૧૩, શુક્રવાર તા. 1-6-1928 ના દિવસથી તીર્થાધિરાજની યાત્રા ફરી પ્રારંભ થઇ. જોકે દેશ આઝાદ થયા પછી 19-03-1948થી તત્કાલીન સૌરાષ્ટ્ર સરકારે રખોપાના તમામ કરારો રદ કર્યા અને યાત્રા સહુજન માટે સુલભ બની.
શત્રુંજય-પાલીતાણાએ જોયેલી તડકી-છાંયડીનો ઇતિહાસ રોમાંચક છે. દુ:ખદ છે, અને ક્યાંક આઘાત પમાડે તેવો છે.ક્યાંક જૈન શાસનની એકતા, ધૈર્ય, દ્રઢતા અને ગૌરવનો પરચો કરાવે તેવો પણ છે.

શત્રુંજય ગિરિરાજ મહાતીર્થના યાત્રિકોની ભાતા-ભક્તિ

યાત્રા કરીને નીચે ઉતરતા થાકયા પાક્યા યાત્રાળુ જેવા તળેટીએ પહોંચે છે. ત્યાંજ તેમના માટે અલ્પાહાર જે ભાતાના નામથી ઓળખવામાં આવે છે, એ ભક્તિ પૂર્વક બઘા યાત્રિકોને આપવામાં આવે છે. સામાન્ય રીતે દરેક નાના મોટા જૈન તીર્થોમાં ભાતાની વ્યવસ્થા હોય છે. પાલીતાણાના ભાતાખાતાનો પણ મજાનો ઇતિહાસ છે.

આ તીર્થની યાત્રા કરીને આવતા થાક્યા-પાક્યા યાત્રાળુ ભાઇ-બહેનોને જોઇને કરુણાથી પ્રેરાઇને પૂજ્ય પન્યાસ-મુનિશ્રી કલ્યાણવિમલજી ગણીના ઉપદેશ અને પ્રેરણાથી કલકત્તાના રાવબહાદુર બાબુ શેઠ સિતાબચંદજી ગુલાબચંદજી નહાર (કલકત્તા) એ પોતાના દાદા બાબુ ઉત્તમચંદજી નહારની સ્મૃતિમાં વિ.સં. ૧૮૮૦,માગસરસુદ ૧૩થી ભાતું આપવાનો પ્રારંભ કરેલ, શરુઆતમા તો ચણા-મમરા આપીને ભક્તિ કરાતી હતી. વચલા વરસોમાં ઢેબરા પણ અપાતા હતા.ભાથા તલાટીના મંડપની આગળ સતીવાવ છે. આ વાવ શાંતિદાસ શેઠના ભાઇ સૂરદાસના પુત્ર લક્ષ્મીદાસે યાત્રાળુને પાણીની સગવડતા રહે એ માટે વિ.સં.૧૬૫૭માં બંઘાવી હતી.આ વાવથી થોડેક દૂર શાંતિદાસ શેઠે બંધાવેલ એક દેરી છે, જેમાં શ્રીગોડીપાર્શ્વનાથના ચરણપાદુકા છે.

સતીની વાવ પસેના વડલા હેઠળ બેસીને યાત્રાળુઓ ભાતું વાપરતા હતા. વાવાઝોડામાં એ વડલો પડી જવાથી વિ. સં.૧૯૭૦મા શેઠ શ્રી લાલભાઇ દલપતભાઈના માતુશ્રી પૂજ્ય ગંગાબાએ ભાતાઘર માટે ઓરડા બંધાવી આપ્યા. વિ. સં ૨૦૨૬મા એ જગ્યાએ સુંદર અને આધુનિક સગવડતાપૂર્ણ ભાતાભવનનુ નિર્માણ કરવામાં આવ્યુ. હવે તો યાત્રિકો માટે ભક્તિરૂપ ભાથાની વ્યવસ્થા પણ આધુનિક સગવડતા સાથે નવા ભાતા ભવનમાં કરવામાં આવે છે. બુંદી, મૈસુર, સેવ, ચા, ઉકાળો તથા સાકરનું પાણી વગેરે આપવા દ્વારા ભક્તિ કરવામાં આવે છે. તપસ્વીઓ માટે ઉકાળેલા પાણીની વ્યવસ્થા પણ રાખવામાં આવે છે આ બધા માટે વખતોવખત સગવડતાઓ ઉમેરાય છે.

વિક્રમસંવત- 2026માં પેઢીએ ભાતાખાતાના ભવનનું નવિનીકરણ કર્યું તથા સગવડતાઓ વધારી કર્યુ. વિક્રમસંવત 2002માં ભાતાખાતાને માતબર રકમનું દાન આપીને સહયોગી બનનાર શેઠશ્રી નરોત્તમદાસ કેશવલાલ શાહ(લટ્ઠા) પરિવારના સકૃત અનુમોદનાની કાયમી સ્મૃતિ રૂપે ભાતાખાતા સાથે શ્રી જનકભાઇ નરોત્તમદાસ શાહ (લટ્ઠા)નું નામ જોડીને ભાતાખાતાનું નવીન નામકરણ કરવામાં આવ્યું તથા શ્રી જનકભાઇની અર્ધ પ્રતિમા ભાતાભવનમાં મૂકવામાં આવી.

ભાતા દ્વારા યાત્રિકોની ભક્તિ કરવા માટે ઘણા ભાઈ બહેનો લાભ લેવા તત્પર રહે છે. જેના માટે આવેલી અરજીઓનો નિશ્ચિત સમયના અંતરે ડ્રો કરીને વિવિધ મહાનૂભાવોને લાભ આપવામાં આવે છે.

આ ભાતાખાતું જેમની સ્મૃતિમાં પ્રારંભાયો એ શ્રી બાબૂ ઉતમચંદજી નાહરના ઘર્મપત્ની શ્રી મયાકુંવરે વિ.સ. 1913ના જેઠ વદિ11 ના દિવસે ગિરિરાજ શત્રુંજય ઉપર, દાદાના જિનપ્રાસાદના ઉપરના મજલે, જિનપ્રતિમા પઘરાવીને પ્રતિષ્ઠા કરાવી હતી. આ અંગેનો પ્રતિષ્ઠાનો લેખ સ્વ.બાબુ પુરણચંદજી નાહરના “જૈન લેખ સંગ્રહ”ના પહેલા ભાગમાં છપાયેલ છે.

सिद्धाचल ना वासी, विमलाचल ना वासी, जिन जी प्यारा, आदिनाथ ने वंदन अमारा .....

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top