ગુરુવાર, 19 ઑગસ્ટ, 2021

Shatrunjay Tirth Prapt Tatha Fal

શ્રી શત્રુંજય તીર્થમાં પ્રાપ્ત થતા ફળો 

Shatrunjay tirth

1. શ્રી સિદ્ધગિરિને સ્પર્શ કરનાર પ્રાણીઓને રોગ-સંતાપ-દુઃખ-વિયોગ-દુર્ગતિ અને શોક થતા નથી.

2. આ ગિરિરાજ ના દર્શન અને સ્પર્શનથી સંસાર માં ઉત્તમ પ્રકાર ના ભોગસુખો અને અંતે મુક્તિ નું સુખ મળે છે.

3. તીર્થ ના પ્રભાવ થી ગાઢ અને નિકાચિત કર્મો નો પણ નાશ થાય છે.

4. જેઓ અહી આ તીર્થની યાત્રા-પૂજા-સંઘની ભક્તિ અને સંઘ ની રક્ષા કરે છે , તેઓ સ્વર્ગલોક માં પુજાય છે.

5. પ્રભુને શીતળ અને સુગંધી જળથી સ્નાન કરાવનારા શુભ કર્મ થી સુગંધિત બને છે.

6. પ્રભુ ને પંચામૃતથી સ્નાન કરાવનારા પંચમજ્ઞાન-કેવળજ્ઞાન પ્રાપ્ત કરી પાંચમી ગતિ મોક્ષ ને પામે છે.

7. પ્રભુને કેશર અને ચંદનથી પૂજનારા અખંડ લક્ષ્મીવાળા થઇ કીર્તીરૂપ સુગંધીના ભાગીદાર થાય છે.

8. પ્રભુને બરાસથી પૂજન કરનારા જગતમાં શ્રેઠ અને શત્રુના ભયથી મુક્ત બને છે.

9. પ્રભુને કસ્તુરી-અગરુ અને કેસરથી પૂજનારા જગતમાં ગુરુપદને પામે છે.

10. પ્રભુનું અર્ચન કરનારા ત્રણે જગતને પોતાની કીર્તિથી વાસિત કરી આ લોકમાં નીરોગી થાય છે અને પરલોકમાં સદગતિ પામે છે.

11. સુગંધી પુષ્પોથી પૂજા કરનારા સુગંધી શરીરવાળા બની ત્રણે લોકને પૂજવા યોગ્ય બને છે.

12. સાધારણ ધૂપ કરનારને ૧૫ ઉપવાસ અને કપૂર વગેરે મોટી સુગંધવાળા ધુપોથી ધૂપ કરનારને માસ-ખમણ નું ફળ પ્રાપ્ત થાય છે.

13. અખંડ અક્ષત ચઢાવનારને અખંડ સુખ સંપતિ મળે છે. અને સઘળા મનોરથો પૂર્ણ થાય છે.

14. દીપક પૂજા કરનારના શરીર ની ક્રાંતિ દેદીપ્યમાન થાય છે. અને સંસાર સબંધી અંધકાર નાશ પામે છે. અને મંગલ દીપકથી માંગલિકો પ્રાપ્ત થાય છે.

15. નૈવેધ પૂજા કરનાર ને જીવોની મિત્રતા વધે છે.

16. ફળ પૂજા કરનારને મોક્ષ સુખ પ્રાપ્ત થાય છે.

17. આભૂષણો ચઢાવનાર ત્રણે ભુવનમાં અલંકારભૂત બને છે.

18. રથયાત્રા માટે રથ આપનારને ચક્રવર્તીની સંપતિ પ્રાપ્ત થાય છે.

19. પ્રભુજીને પોંખણા કરવાથી કર્મરૂપી રજથી રહિત બને છે.

20. તીર્થમાં અશ્વ આપનારને સર્વ તરફથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. હાથી આપનારને સારા શિયળવાળી સ્ત્રીઓ પ્રાપ્ત થાય છે. પ્રભુના પ્રક્ષાલ માટે ગાય આપનાર આત્મા રાજા થાય છે.

21. ચંદરવો-છત્ર-સિહાસન-ચમાર વગેરે આપનારને બધી વસ્તુઓ ભવાંતરમાં પ્રાપ્ત થાય છે. મહેન્દ્રધ્વજ અથવા ધજા ચઢાવનારા અનુત્તર વિમાનમાં સુખ ભોગવી શાશ્વતપદ ને પ્રાપ્ત કરે છે.

22. પ્રભુના મંદિર માટે સોના-રૂપા કે તાંબાના કળશ કરાવનાર સ્વપ્નમાં પણ પીડા પામતા નથી, અને શાશ્વત મંગલ ને પ્રાપ્ત કરે છે. 

23. પ્રભુની આંગી કરાવનારા વિશ્વમાં શ્રુંગારભૂત બને છે.

24. પ્રભુની પૂજા માટે ગામ કે વાડી આપનાર ચક્રવર્તી બને છે.

25. પ્રભુ ને ૧૦ માળા ચઢાવવાથી ઉપવાસ, સો માળાથી છઠ્ઠ, હજાર માળાવડે અઠ્ઠમ, લાખ માળાવડે ૧૫ ઉપવાસ અને ૧૦ લાખ માળા વડે મહિનાના ઉપવાસ નું ફળ મળે છે.

26. શ્રી શત્રુંજયના માર્ગમાં યાત્રાર્થે જતા સાધુ અને સંઘ ની ભક્તિ , પ્રભાવના, વૈયાવચ્ચ વગેરે કરતા ગિરિરાજ દુર હોય ત્યાં સુધી ક્રોડ ગણું અને ગિરિરાજ સાક્ષાત નજરે પડતા અનંતગણું ફળ પ્રાપ્ત થઇ શકે છે.

27. જે જે મહાનુભાવ મુનિઓ ને અહી કેવળજ્ઞાન ઉત્પન થયું છે તેમજ નિર્વાણ પ્રાપ્ત થયું છે, તે સર્વ ને વંદન કરવાનું ફળ શ્રી પુંડરીક ગિરિરાજ ને ભાવસહિત વંદન કરવાથી પ્રાપ્ત થઇ શકે છે.

28. અન્ય તીર્થોમાં તપશ્ચર્યા તથા બ્રહ્મચર્ય વડે જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ શત્રુંજયગિરિ પર પ્રયત્નપૂર્વક વસવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. ( તેની સાનિધ્યતામાં રહેવાથી )

29. એક ક્રોડ મનુષ્યને ઈચ્છિત આહાર થી ભોજન કરાવવાથી જે પુણ્ય થાય છે , તેટલું પુણ્ય શ્રીશત્રુંજય તીર્થ માં એક ઉપવાસ કરી ને મેળવી શકાય છે.

30. સ્વર્ગમાં – પાતાળમાં- અને મનુષ્યલોકમાં જે કોઈ નામ માત્ર થી પણ તીર્થ છે તે સર્વ તીર્થો ને માત્ર શ્રી પુંડરીકગિરિ ને વંદન કરવાથી જોયા સમજવા અર્થાત શ્રીશત્રુંજય તીર્થને વંદન કરવાથી સર્વ તીર્થો ને વંદન કરવાનું ફળ પ્રાપ્ત થાય છે.

31. આ શાશ્વત તીર્થરાજ ને વિષે પૂજા કરવાથી એક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. પ્રતિમા નું સ્થાપન કરવાથી સો ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. અને એ તીર્થ નું પાલન કરવાથી ( રક્ષણ ) કરવાથી અનંતગણું પુણ્ય પ્રાપ્ત થાય છે.

32. જે મનુષ્ય શ્રી શત્રુંજય ગિરિ ના શિખરઉપર શ્રી જીનેશ્વરપ્રભુની પ્રતિમા બેસાડે અથવા ચૈત્ય કરાવે તે ભરતક્ષેત્ર ને ભોગવીને એટલે ચક્રવર્તી થઇ ને પછી સ્વર્ગ અથવા મોક્ષને વિષે વાસ કરે છે. એટલે સ્વર્ગ અથવા મોક્ષ ના સુખ ને પામે છે.

33. "છઠ્ઠેણં ભત્તેણં અપાણેણં તુ સત્ત જત્ત્તાઈં , જો કુણઈ સેત્તું જે , તઈયભવે લહઈ સો મુક્ખં" પાણી વિનાનો ચૌવીહાર છઠ્ઠ કરી જે પ્રાણી શત્રુંજય ની સાત યાત્રા કરે છે તે ત્રીજે ભવે મોક્ષ પામે છે.

34. અન્ય સ્થાનમાં સુવર્ણભૂમિ કે અલંકારો આપવાથી જે પુણ્ય થાય તેટલું પુણ્ય સિદ્ધગિરિ માં એક ઉપવાસથી થાય છે.

35. શ્રી અષ્ટાપદ પર્વત – શ્રી સમ્મેતશિખરજી – શ્રી પાવાપુરી - શ્રી ચંપાપુરી – અને શ્રી ગિરનારજી વગેરે તીર્થોની યાત્રા કરતા જે પુણ્ય પ્રાપ્ત થાય છે તેના કરતા સો ગણું પુણ્ય શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરવાથી પ્રાપ્ત થાય છે.

36. સેંકડો સાગરોપમ સુધી નરકગતિ માં દુખો ભોગવતા જે કર્મો ના ખપે તેનાથી અધિક કર્મો નો નાશ કારતક મહિનામાં માસખમણની તપશ્ચર્યા કરવાથી ખપે છે.

37. કાર્તિકી પૂર્ણિમાના દિવસે માત્ર એક ઉપવાસ કરવાથી આત્મા ચાર હત્યા ના પાપ થી મુક્ત થાય છે.

38. કાર્તિક પૂર્ણિમાએ ભગવંતનું ધ્યાન કરનાર સર્વ પ્રકારના સુખો ભોગવીને મોક્ષસુખને પ્રાપ્ત કરનાર બને છે.

39. કાર્તિક-ચૈત્ર-અને વૈશાખ સુદ પૂનમના જેઓ અહી આવી આદરથી દાન અને તાપ કરે છે તેઓ મોક્ષ સુખ ને પામે છે.

શ્રી સિદ્ધગિરિમાં તપ કરવાથી મળતું ફળ

• નવકારશી કરવાથી બે ઉપવાસ કાર્યનું ફળ મળે છે.

• પોરસી કરવાથી ત્રણ ઉપવાસ કાર્યનું ફળ મળે છે.

• પુરિમુઢ્ઢ કરવાથી ચાર ઉપવાસ કાર્યનું ફળ મળે છે.

• એકાસણું કરવાથી પાંચ ઉપવાસ કાર્યનું ફળ મળે છે.

• આયંબીલ કરવાથી પંદર ઉપવાસ કાર્યનું ફળ મળે છે.

• ઉપવાસ કરવાથી એક મહિનાના ઉપવાસ કાર્યનું ફળ મળે છે.

• આ રીતે શ્રી શત્રુંજયગિરિરાજમાં જેટલી તપશ્ચર્યા થાય તેનો કઈગુણો લાભ આ તીર્થ માં મળે છે. માટે પ્રમાદ કાર્ય સિવાય અને શક્તિ સંતાડ્યા વગર જેમ બને તેમ વધુ તપ કરવાની ભાવના રાખવી.

એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે કે બીજા સ્થાનમાં કરેલા પાપોને છોડવા માટે આ તીર્થસ્થાન ઉત્તમોત્તમ છે. પણ જો આ સ્થાન માં આવી પાપ કરવામાં આવેતો તે પાપ કર્મો નો તીવ્ર વિપાક ભોગવવો પડે અને દીર્ધ કાલ સુધી સંસારમાં પરિભ્રમણ કરવું પડે માટે અહી આવ્યા પછી ડગલે ને પગલે સાવચેતીપૂર્વક જીવન જીવવું જોઈએ. 

આવશ્યક સૂચનાઓ :-

• યાત્રાએ આવનાર પુણ્યાત્માઓએ ધર્મશાળા થી તળેટી સુધી ખુલ્લા પગે ચાલતા જ જવાનો આગ્રહ રાખવો જોઈએ.

• તળેટીમાં ચૈત્ય વંદન અને સાથિયાની વિધિ જરૂર કરજો.

• રસ્તામાં જયણા-જીવદયાપૂર્વક જોઈએ ને ચાલો જેથી જીવ ની વિરાધના ના થાય.

• ગિરિરાજ ઉપર ચઢતા ખુલ્લા પગે જ ચઢવું સર્વોત્તમ છે. તે જો શક્ય ન હોય તો છેવટે કપડા-કંતાન કે રબ્બરના સાધનોનો અનિચ્છાએ ઉપયોગ કરજો. પણ ચામડાના સાધનો નો કદાપી નહિ.

• રસ્તો ખુટાડવા માટે રેડીઓ – ટેપ વગેરેને સાથમાં ન લેતા. સાધનો વાતાવરણને ખૂબજ દોષિત અને ઘોંઘાટવાળું કરે છે.

• શ્રી ગિરિરાજ ના રસ્તે ચાલતા કે પગથિયા ચઢતા મનમાં શ્રી નવકાર મહામંત્ર , શ્રી આદીનાથાય નમ: , શ્રી સિદ્ધગિરિવરાય નમ: નો જાપ કરો , ધાર્મિક કથાઓ કહો, સ્તવનો કે ભજનો ગાઓ અને ગવડાવો.

• શ્રી ગિરિરાજ પર ચઢતા સંસારસંબંધી કે વ્યાપાર સંબંધી વાતો ન કરતા અથવા ઠઠ્ઠા મશ્કરી પણ ન કરતા.

• આ આખોય ગિરિરાજ પરમ પવિત્ર છે. માટે તે ગિરિરાજ પર ક્યાય પણ ખાવું, થુંકવું , કે ઝાડો પેશાબ કરવા નહિ.

• પાલીતાણા માં યાત્રાએ પધારી રાત્રિભોજન – અભક્ષ્ય ભક્ષણ કે કંદમૂળ ન જ ખાતા , પુણ્ય કરતા પહેલા પાપ થી જરૂર બચજો..

કાંકરે કાંકરે અનંતા સિધ્યા 

શાસ્ત્રોમાં લખ્યું છે - ૧ હજા૨ જીભથી કેવલી ભગવંત પણ ગિરિરાજનો મહિમા વર્ણન કરે તો પણ મહિમા પા૨ ન આવે.

આ સિધ્ધગિરિ ઉપર

• શ્રી પુંડરીક ગણધર પાંચ ક્રોડ ની સાથે ચૈત્ર સુદ ૧૫ ને દિવસે

• શ્રી દ્રાવિડ અને વારિખિલ્લજી ૧૦ ક્રોડ સાથે કારતક સુદ ૧૫ ને દિવસે

• શ્રી શાંબ અને પ્રધુમ્ન મુનીઓ ૮.૫૦ ક્રોડ સાથે ફાગણ સુદ ૧૩ ને દિવસે ( છ ગાઉ યાત્રા )

• પાંચ પાંડવો ૨૦ ક્રોડ મુનીઓ સાથે આસો સુદ ૧૫ ને દિવસે

• નમિ અને વિનમિ ૨ ક્રોડ મુનીઓ સાથે ફાગણ સુદ ૧૦ ને દિવસે

• નારદજી ૯૧ લાખ સાથે

• રામ અને ભરત ૩ ક્રોડ સાથે

• સોમયશા ૧૩ ક્રોડ સાથે

• વસુદેવ ની પત્ની ૩૫ હજાર સાથે

• શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧,૫૨,૫૫,૭૭૭ મુનિઓ

• ભરતમુનિ ૫ ક્રોડ સાથે

• અજિતસેન મુનિ ૧૭ ક્રોડ સાથે

• શ્રી અજિતનાથ પ્રભુના ૧૦ હજાર સાધુ ચૈત્ર સુદ ૧૫ ના

• શ્રી સારમુનિ ૧ ક્રોડ સાથે

• શ્રી દમિતારી ૧૪ હજાર સાથે

• પ્રધુમ્નની સ્ત્રીઓ ૪,૪૦૦ સાથે ( વૈદર્ભી આદિ. )

• થાવચ્ચા પુત્ર ૧૦૦૦ સાથે

• ગઈ ચોવીસીના બીજા તીર્થંકર શ્રી નિર્વાણી પ્રભુ ના – કદંબ ગણધર ૧ ક્રોડ સાથે

• સુભદ્રમુનિ – ૭૦૦ સાથે

• શેલકાચાર્ય – ૫૦૦ સાથે

• દેવકી ના ૬ પુત્રો

• અને બીજા અનંત આત્માઓ ....................  કર્મો ખપાવી આ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા છે.

૨ છીપાવસહી :-

 આ નાની ટૂંક ભાવસાર ભાઈઓએ વિ. સ. ૧૯૭૧ માં બંધાવી હતી. મૂળનાયક શ્રી આદિશ્વર પ્રભુ છે. ટૂંક માં ૬ મંદિરો છે. તેમાં જે બે ચમત્કારી દેરીઓ તરીકે પ્રસિદ્ધ છે તે બંને દેરીઓ સામે સામે હતી. એક ની સ્તુતિ કરતા બીજાને પૂંઠ પડતા આશાતના થાય તેથી શ્રી નંદિષેણસૂરિશ્વરે કલ્યાણમંદિર અને ભક્તામર સ્ત્રોત્રની જેમજ ભક્તિ ભરેલા હૈયાથી અજિતશાંતિ નું સ્તવન બનાવ્યું અને બોલ્યા. તેના પ્રભાવે બને દેરી ઓ જોડે જોડે થઇ ગઈ. 

 ગિરિરાજ પર આવેલી અન્ય ટૂંકોની રચનાની સરખામણીમાં આ ટૂંક પ્રમાણમાં નાની છે. આ ટૂંકમાં કુલ – ૩ દેરાસર અને ૨૧ દેરીઓ છે. આરસની કુલ ૫૨ પ્રતિમાઓ બિરાજમાન છે. નાનકડી આ ટૂંકમાં ગભારાની કોતરણી-રચના કલાની દ્રષ્ટીએ જોવાલાયક છે. મૂળનાયક તરીકે શ્રી આદિનાથ પ્રભુ બિરાજે છે. 

 આ ભાવસાર ભાઈઓને છીપાઓનો ધંધો હતો તેથી તેનું નામ છીપાવસહી પાડવામાં આવ્યું.

૩ સાકરવસહી :-

 આ ટૂંક અમદાવાદના શેઠશ્રી સાકરચંદ પ્રેમચંદ વિ. સં. ૧૯૮૩ માં બંધાવી હતી. તેમાં મૂળનાયક શ્રી ચિંતામણી પ્રભુ છે. આ મૂર્તિ ખૂબજ મનોહર છે. તે મૂર્તિ પંચધાતુની છે. એમની બાજુએ સ્ફટિક રત્નના સાથીયા છે, પદ્મપ્રભ સ્વામીના બે મંદિરો છે. શેઠ લલ્લુભાઈ જમનાદાસે સંવત ૧૮૯૩ માં એક દેરાસર બંધાવ્યું હતું અને બીજું મંદિર શેઠ મગનલાલ કરમચંદે એજ વર્ષમાં બંધાવ્યું હતું, અને આ ટૂંક માં પાંચ પાંડવોનું મંદિર પણ છે. 

સાકરચંદ શેઠે બંધાવેલ હોવાથી તેનું નામ સાકરવસહી પડ્યું.

૪ નંદીશ્વર દ્વીપ – ઊજમફઈ ની ટૂંક :-

 અમદાવાદના નગરશેઠ શ્રી પ્રેમાભાઈના ફઈ ઊજમ ફઈ એ આ ટૂંક વિ. સ. ૧૮૯૩ માં બંધાવી હતી. આ ટૂંક માં નંદીશ્વર દ્વીપમાં આવેલા બાવન જિનાલયોની રચના કરવામાં આવી છે. તેથી આના બે નામો છે નંદીશ્વરદ્વીપ ની ટૂંક અથવા ઊજમફઈ ની ટૂંક.

૫ હેમાવસહી :-

 મોગલ સમ્રાટ અકબર બાદશાહના ઝવેરી  અમદાવાદના નગરશેઠ શાંતિદાસ શેઠ ના પ્રપૌત્ર શ્રી હેમાભાઈએ આ ટૂંક વિ. સ. ૧૮૮૨ માં બંધાવી ને શ્રી શાંતિસાગરસૂરીના વરદ હસ્તે  સં. ૧૮૮૬ માં તેની પ્રતિષ્ઠા કરી હતી. તેમાં મૂળનાયક શ્રી અજીતનાથ પ્રભુ  છે. તેમાં બીજા પાંચ મંદિરો પણ છે. આ ટૂંકના મંદિરો માં ૩૨૦ પ્રતિમાઓ અને ધાતુની ૮ પ્રતિમાઓ બિરાજે છે.

હેમાભાઈ શેઠે આ ટૂંક બંધાવી હોવાથી તેનું નામ હેમવસી – હેમાવસહી પડ્યું.

૬ પ્રેમવસી – મોદીની ટૂંક :-

 અમદાવાદના વેપારી મોદી પ્રેમચંદભાઈ લવજીએ આ ટૂંક વિ. સ. ૧૮૩૭ માં બંધાવી હતી. આ ટૂંક માં મૂળનાયક આદિનાથ પ્રભુ છે. તેની સામે સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુનું મંદિર છે. તે મંદિર માં અત્યંત કારીગરીવાળા વખાણવાલાયક સાસુ-વહુ ના બે ગોખલા છે. આ ટૂંક માં બે નામ છે , એક પ્રેમવસી અને બીજું મોદીની ટૂંક કારણકે અટક મોદી હતી માટે. આ મંદિર માંથી બહાર નીકળી થોડાક પગથીયા ઉતાર્યા બાદ  પહાડ ના પથ્થરમાં કોતરેલી – શ્રી આદિનાથ દાદાની ૧૮ ફૂટ ઉંચી પ્રતિમાજી છે જેને લોકો અદબદજી દાદાના નામે ઓળખે છે. જેનું ખરું નામ અદભુત આદિનાથ છે. વિ. સ. ૧૬૮૬ માં ધર્મદાસ શેઠે બનાવી પ્રતિષ્ઠા કરી હતી. તે પ્રભુ ની વર્ષમાં એક વાર પૂજા પ્રક્ષાલ ને આંગી થાય છે.

 પ્રેમવસહી આ ટૂંકમાં મુખ્ય ૭ દેરાસરજી છે ઉપરાંત ૫૧ દેરીઓ ૧૪૫૨ ગણધરના પગલા છે. આ સાત દેરાસરોમાં સહસ્ત્રફણા પાર્શ્વનાથ પ્રભુના બે મંદિરો છે, સુરતવાળા શેઠશ્રી રતનચંદ ઝવેરચંદ અને પ્રેમચંદ ઝવેરચંદે બંધાવેલા છે. શ્રી અજિતનાથ પ્રભુનું મંદિર પાલનપુરવાળા મોદીએ બંધાવેલું છે. અને બીજા બે ચંદ્રપ્રભજી ના દેરાસરો મહુવાના નીમા શ્રાવકો અને રાધનપુરવાળા શેઠશ્રી લાલચંદભાઈએ બંધાવેલ છે. આ ટૂંકમાં નીચે એક કુંડ આવેલો છે, અને આ કુંડના પગથિયા પાસે ટૂંક ને બનાવનાર મોદી કુટુંબની કુળદેવી ખોડીયાર દેવીની મૂર્તિ છે.

 આ પ્રેમવસહી ની ટૂંકમાં ૧ >  ઋષભદેવ પ્રભુ ૨ > પુંડરીક સ્વામી ૩-૪ > શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથ ૫ > શ્રી અજિતનાથ ૬-૭ > શ્રી ચંદ્રપ્રભ સ્વામી એમ કુલ ૭ મંદિરો છે.

૭ બલાવસી :-

 હાલ મુંબઈમાં જે ગોડીજી નું દેરાસર છે, તેને બંધાવનાર ઘોઘા નિવાસી શ્રી દીપચંદ ભાઈ એ આ ટૂંક વિ. સ. ૧૮૯૩ માં બંધાવી હતી. આ ટૂંક માં મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુ છે. પ્રભુજીની મૂર્તિનું પરિકર ખૂબજ કલામય છે. તેના માળ ઉપર ચૌમુખજી પ્રતિમા છે. બીજું પુંડરીક સ્વામીનું  મંદિર પણ પોતેજ બંધાવેલું છે. ત્રીજું મંદિર ચૌમુખજીનું છે. આ મંદિર મુંબઈવાળા શેઠશ્રી ખુશાલચંદના ધર્મપત્ની ઉજમબાઈએ સં. ૧૯૦૮ માં બંધાવેલ છે.

 વાસુપૂજ્ય સ્વામીનું મંદિર સં. ૧૯૧૬ માં કપડવંજ ના રહીશ મીઠાભાઈ ગુલાબચંદે બંધાવ્યું છે. શ્રી અજિતનાથ પ્રભુનું મંદિર ઈલોરવાળા માનચંદ વિરચંદે બંધાવેલું છે. અને શાંતિનાથ પ્રભુનું મંદિર પુનાવાલા શાહ લક્ષ્મીચંદ હીરાચંદે બંધાવ્યું છે.

 બાલાવસહીની ટૂંક માં ૧ > શ્રી આદિનાથ પ્રભુનું મંદિર ૨ > શ્રી પુંડરીક સ્વામીનું મંદિર ૩ > ચૌમુખજી નું મંદિર ૪ > શ્રી વાસુપૂજ્ય સ્વામીનું મંદિર ૫ > શ્રી અજિતનાથજી નું મંદિર ૬ > શ્રી શાંતિનાથજી નું મંદિર.

 આ દીપચંદભાઈ નું હુલામણું નામ બાલાભાઈ હતું તેથી આ ટૂંક નું નામ બલાવસી અથવા બાલાભાઈ ની ટૂંક એમ બોલવા લાગ્યું.

૮ મોતીવસી – મોતીશાની ટૂંક :-

 શ્રી શત્રુંજયપર બંધાયેલી ટૂંકો માં સૌથી મોટી ટૂંક આ મોતીશા શેઠની છે. આ મોતીશા શેઠની ટૂંક બંધાઈ નહોતી ત્યારે અહી મોટી કુંતાસરની ખીણ હતી જેને જોતા ચક્કર આવી જાય આવી મોટી લાંબી અને ઊંડી ખીણ પૂરીને આના પર આ ટૂંક બાંધવામાં આવી છે. 

 મુંબઈ ના ધનાઢ્ય વેપારી શેઠ મોતીશાને એક નિમિત્તથી શ્રી શત્રુંજય પર ટૂંક બંધાવાની ઈચ્છા હતી, પણ ગિરિરાજ પર ટૂંક બાંધવા માટેની જગ્યા જોઈએ તેવી જડતી ન હતી. ત્યારે તેઓને આ કુંતાસર નામની ખીણ પૂરીને એના ઉપર ટૂંક બાંધવાનો વિચાર આવ્યો. વાળી આ રીતે જો ખાઈ પૂરીને ટૂંક બાંધવામાં આવેતો યાત્રિકોને જે ફરી ફરી ને દાદાના દરબારમાં જવું પડતું હતું તે પણ સીધું થઇ જાય. પરંતુ બે પહાડો વચ્ચેની ખીણ પૂરવાનું કામ સહેલું ન હતું. ત્યાતો લાખો કરોડો ની વાત થાય. અને ખીણ પુરાયા પછીજ ટૂંક બંધાય. છેવટે સાહસિક અને ધર્મની ધગશવાળા શેઠે ખીણ પૂરવાનો વિચાર નક્કી કર્યો, અને લાખો ના ખર્ચે પુરાવી અને તેના પર ટૂંક ની રચના કરાવી.

 ૧૬ મોટા મંદિરો અને ૧૨૩ દેરીઓ થી મંડિત આંખોને ઠારતી ને હ્રદયને ઉજ્જવળ બનાવતી આ ટૂંકનો ખર્ચ લાખો અને કરોડો ના હિસાબે થયો હતો. ( આજની ગણતરીએ તો આકડા પણ ના મૂકી શકાય ) એક કહેવાય છે કે આ ટૂંક બનાવતા જે દોરડાઓ વપરાયા હતા , તેનો ખર્ચ જ લાખોના હિસાબે થયો હતો.

 ભવ્ય રંગમંડપ અને વિશાળ પટાંગણમાં બનેલી “મોતીવસહી” ની પાછળ શેઠ મોતીશાનો ઉત્સાહ, ધર્મ, ભાવના, ધર્મપ્રત્યેની ઊંડી શ્રધ્ધા અને વિશાળ દ્રષ્ટિ જણાઈ આવે છે.

આ ટૂંક બાંધવાની શુભ શરૂઆત મોતીશાહ શેઠે કરી હતી, પણ ટૂંક બંધાઈ ને તૈયાર થતા પ્રતિષ્ઠા પહેલા તેમનો સ્વર્ગવાસ થયો. તેથી તેમના પુત્ર શ્રી ખીમચંદભાઈ એ વિ. સ. ૧૮૯૩ માં તેની ભવ્ય રીતે પ્રતિષ્ઠા કરી. આ મંદિર નો દેખાવ નલિની ગુલ્મ વિમાન જેવો છે. આ ટૂંક માંથી દર્શન કરી ને દાદાની ટૂંક માં જવાય છે.

 આ ટૂંક માં ૨૭૨૨ આરસની પ્રતિમાઓ છે. ૧૪૩ ધાતુની પ્રતિમાઓ અને ૧૪૫૭ પગલાની જોડ યાત્રિકોને જોવા મળે છે. અલૌકિકતાને સાકાર કરતી નલિની ગુલ્મ વિમાન ના આકાર જેવી આ ટૂંકની રચના પૂરી કરતા – ૭ વર્ષ લાગ્યા હતા, ૧૦૦ સાલતો તથા ૩ હજાર મજૂરોએ રાત-દિવસ કામ કર્યું હતું.

 પરંતુ વિધિની ભવિતવ્યતા કઈક જુદીજ વાત કરી રહી હતી. પ્રાણ પ્રતિષ્ઠા પહેલા શેઠ બીમાર પડ્યા. અને તેમાંથી તેઓ ન જ બચી શક્યા. જે કામ તેઓએ આદર્યું હતું , તે કામ તેમના પુત્ર શ્રી ખીમચંદ ભાઈ એ પૂરું કર્યું. સવા લાખ માણસોનો સંઘ લઇ ખીમચંદ ભાઈ પાલીતાણા પધાર્યા તે વખતે તેમના સંઘમાં ૫૨ સંઘપતિઓ હતા.

 અઢાર દિવસ સુધી આખું પાલીતાણા ધુમાડા બંધ જમ્યું હતું. એમ કહેવાય છે કે એ સમયે રોજ ના હિસાબે રસોડાનો ખર્ચ ચાલીશ હજારનો આવતો હતો. સં. ૧૮૯૩ માં દાદાની પ્રાણ પ્રતિષ્ઠા થઇ. શ્રી શત્રુંજયતીર્થ પરની હજારો પ્રતિમાજીઓમાં આ ટૂંક ની દરેક પ્રતિમાજી શિલ્પ અને સ્થાપત્ય ની દ્રષ્ટીએ સર્વોત્તમ લેખાય છે.

 દાદાના દર્શન કરતી શેઠ મોતીશા અને તેમના ધર્મપત્નીની મૂર્તિ તથા તેમના માતુશ્રીની મૂર્તિ પણ દેરાસરમાં પધરાવેલ છે. મુખ્ય દેરાસર સાથે જે ૧૬ દેરાસરો છે તે દેરાસરો શેઠ મોતીશાના મિત્રો-સગાઓ-સ્નેહીઓએ બંધાવેલા છે.

• અમદાવાદ વાળા શેઠ શ્રી હઠીસિંગ કેશરીસિંહે ધર્મનાથ પ્રભુનું દેરાસર

• શેઠ શ્રી અમીચંદ દમણી એ ધર્મનાથ પ્રભુનું દેરાસર. તેઓ શેઠના દીવાન કહેવાતા હતા , તે દેરાસરના ગભારામાં ભીતે રત્ન ના બે સાથીયા લગાવેલા છે.

• શેઠ શ્રી પ્રતાપમલ જોયતાએ ચૌમુખી નું દેરાસર. તેઓ શેઠ ના મામા થતા હતા.

• બીજું ચૌમુખી નું દેરાસર ધોલેરાવાળા શેઠશ્રી વીરચંદ ભાઈચંદે બંધાવેલ છે.

• ઘોઘા ના શેઠશ્રી પારેખ કીકાભાઈ ફૂલચંદે  આદિનાથ પ્રભુનું જીનાલય.

• ત્રીજું ચૌમુખી નું દેરાસર માંગરોળવાળા નાનજી ચીનાઈએ બંધાવેલ છે.

• અમદાવાદ વાળા ગલાલભાઈએ આદિનાથ પ્રભુનું જીનાલય.

• પાટણવાળા શેઠ શ્રી પ્રેમચંદ રણજીભાઈએ પદ્મપ્રભ સ્વામીનું જીનાલય બંધાવેલ છે.

• સુરતવાળા શેઠ શ્રી તારાચંદ નથ્થુભાઈ એ પાર્શ્વનાથ સ્વામીનું જીનાલય બંધાવેલ છે.

• સુરતવાળા શેઠ શ્રી ખુશાલચંદ તારાચંદે ગણધર પગલાનું જીનાલય બંધાવેલ છે.

• મુંબઈવાળા જેઠાલાલ નવલ શાહે શ્રી સહ્સ્ત્રકૂટ નું જીનાલય બંધાવેલ છે.

• શેઠ શ્રી કરમચંદ પ્રેમચંદે શ્રી સંભવનાથ સ્વામીનું જીનાલય બંધાવેલ છે.

• ખંભાતવાળા શેઠશ્રી પારેખ સ્વરૂપચંદ હેમચંદે સુપાર્શ્વનાથ સ્વામીનું જીનાલય બંધાવેલ છે.

• પાટણવાળા શેઠ શ્રી જેચંદભાઈ પારેખે મહાવીર સ્વામીનું જીનાલય બંધાવેલ છે.

નરશી કેશવજીની ટૂંક

 ચૌમુખજીની ટૂંક માં પ્રવેશતા જમણી બાજુએ શેઠ નરશી કેશવજીની પહેલી ટૂંક આવે છે. આ ટૂંકની પ્રતિષ્ઠા સંવત ૧૯૨૧ માં થઇ હતી. મૂળનાયક પ્રભુ શ્રી અભિનંદન સ્વામી બિરાજે છે. ભમતીની મનોહારી રચના આંખને ઠારે છે.

શ્રી અભિનંદન સ્વામીના આ મંદિર માં યક્ષ-યક્ષિણીઓની મૂર્તિઓ સુંદર છે, અને ઉપરના ભાગમાં ત્રણ ચૌમુખજી બિરાજે છે. આ ટૂંક અને ચૌમુખજીની ટૂંક ને જોડતી રચનાને “ખરતરવસી“ કહેવામાં આવે છે.

ખરતર વસહીની રચના

 આ ખરતર વસહીમાં શ્રી શાંતિનાથ પ્રભુનું દેરાસર ઘણુંજ પ્રાચીન છે. શ્રી સંપ્રતિ રાજાએ આ દેરાસર બંધાવ્યું છે એમ કહેવાય છે. બીજું નાનકડું મરૂદેવી માતાનું મંદિર છે તે પણ ઘણું જ જુનું છે.

 આ સિવાય ખરતરવસીમાં શ્રી ચંદ્રપ્રભ સ્વામીનું દેરાસર શેઠશ્રી નરશી કેશવજીએ બંધાવેલુ છે. આ દેરાસર માં શેઠ અને શેઠાણીની મૂર્તિ છે. શ્રી ધર્મનાથ ભગવાનનું મંદિર શેઠ દેવશી પુનશી સામંતે બંધાવેલું છે. આ દેરાસર માં ઉપર ના ભાગમાં ચોવીશ તીર્થંકરો ની મૂર્તિ છે. અને મધ્યમાં ચૌમુખજી પ્રભુ બિરાજે છે. આ સિવાય પણ ભગવાન :- શ્રી કુંથુનાથ , શ્રી અજીતનાથ, શ્રી ચંદ્રપ્રભ સ્વામી વગેરેના મંદિરો આવેલા છે. સંવત ૧૮૯૩ માં મુર્શિદાબાદવાળા બાબુ હરખચંદજી ગુલેચ્છા એ શ્રી સુમતિનાથ પ્રભુનું મંદિર છે.

 શ્રી શાંતિનાથ – શ્રી મરુદેવા માતા – શ્રી ચંદ્રપ્રભ સ્વામી – શ્રી ધર્મનાથ પ્રભુ - શ્રી કુંથુનાથ સ્વામી - શ્રી અજિતનાથ પ્રભુ - શ્રી ચંદ્રપ્રભ સ્વામી – શ્રી આદિશ્વર પ્રભુ – શ્રી ચૌમુખજી – શ્રી સુમતિનાથ – શ્રી સંભવનાથ અને શ્રી આદિશ્વર પ્રભુ એમ કુલ ૧૨ જિન મંદિરો ખરતરવસહીમાં છે. 

ચૌમુખજી ની ટૂંક – સવા સોમાની ટૂંક :-

 પર્વતરાજ શ્રી શત્રુંજય તીર્થ ઉપરની આ ઉંચામાં ઉંચી ટૂંક છે. આ ટૂંક માં મૂળનાયક પ્રભુ શ્રી આદિનાથની ચૌમુખ પ્રતિમા બિરાજે છે. ચૌમુખજીની મોટી ટૂંક ના બે વિભાગો છે. બહારના વિભાગને “ખરતરવસહીની” તરીકે ઓળખવામાં આવે છે અને અંદરના વિભાગને ચૌમુખજી ની ટૂંક અથવા સવા સોમાની ટૂંક કહેવાય છે.

 વિક્રમ સંવત ૧૬૫૭ માં આ ટૂંકની રચના થઇ હતી. કળા-કોતરણી ની દ્રષ્ટીએ પણ મનોહર લાગતી આ ટૂંક માં ૬૨ * ૫૭ ફૂટ નો ભવ્ય પ્રાસાદ છે. તેનું શિખર ૯૭ ફૂટ ઊંચું છે.

 મંદિરની ફરસમાં લીલા – શ્વેત અને ભૂરા રંગ ના સુંદર આરસ ના કટકાઓ જડેલા છે. ગભારામાં ૨ ફૂટ ઉંચા અને ૧૨ ફૂટ લાંબા ને પહોળા સફેદ આરસ ના પવાસન પર ૧૦ ફૂટ ઉંચી આદિનાથ દાદાની ચાર મંગલકારી મૂર્તિઓ સોહે છે.

 મુખ્ય મંદિરના રંગ મંડપ માં ૧૨ સ્તંભો ઉપર ૨૪ દેવીઓના મનોહર મંગલકારી ચિત્રો છે. દેવીઓને વાહન સહીત કલામય રીતે કોતરવામાં આવેલ છે. ગભારાની પાસે એક ગોખલામાં પદ્માવતી દેવીની નાનકડી પણ મનોહર મૂર્તિ બિરાજમાન છે.

 વિ.સ. ૧૬૫૭ માં આ ટૂંક ની રચના થઇ હતી ત્યારે તેની પાછળ ૪૮ લાખ રુપીઓનો ખર્ચ થયો હતો. યાત્રિકોને આ ખર્ચનો અંદાજ જાણીને આશ્ચર્ય થશે કે આ ટૂંક ની રચના પાછળ પથ્થર વગેરેને ઉચકવા માટે જે દોરડા વપરાયા હતા તેનો ખર્ચ ૮૪ હજાર રૂપિયા થયો હતો.

 કુલ ૧૨૦૦ જેટલી આરસની પ્રતિમાઓ અને જિન બિંબો ધરાવતી આ ટૂંક ના અધિષ્ઠાતા મૂળનાયક શ્રી આદિનાથ પ્રભુજી છે. ચૌમુખજી ની આ ટુક ને સવા સોમાની ટૂંક પણ કહેવામાં આવે છે.

 ચૌમુખજી ની આ ટૂંકની પાછળ પાંડવોનું મંદિર – સહસ્ત્ર કૂટમંદિર અને ૧૭૦ જીનેશ્વર અને ચૌદ રાજલોકનો પટ આરસ માં કોતરેલો છે. પાંડવોના આ મંદિર પાસે ના એક ગોખલામાં કુંતામાતા ની મૂર્તિ છે. અને સામે ના એક ગોખલામાં દ્રૌપદી બિરાજમાન છે.

 પાછળ ના ભાગમાં બીજી એક દેરી આવેલી છે. આ દેરીમાં સહસ્ત્રકૂટના ૧૦૨૪ પ્રતિમાઓ પાષાણમાં કોતરેલા છે. અને ભીતને અડકીને આરસમાં પુરુષાકારે ચૌદ રાજલોક નું ચિત્ર બનાવેલ છે. બીજી બાજુ સમવસરણ અને સિદ્ધચક્રની રચના છે.

 આ ટૂંકમાં આવેલા દેરાસરજીઓમાં શ્રી આદિનાથ પ્રભુ અને પુંડરીક સ્વામીનું દેરાસર શેઠશ્રી સવા સોમાના નામથી બંધાવી સંવત ૧૬૯૫ માં પ્રતિષ્ઠા કરવામાં આવેલ છે. શ્રી શાંતિનાથ પ્રભુનું મંદિર શેઠ સુંદરદાસ રતનજીએ બંધાવેલ છે. શ્રી પાર્શ્વનાથ પ્રભુનું મંદિર અમદાવાદવાળા કરમચંદ હીરાચંદ સં. ૧૭૮૪ માં બંધાવેલ હતું.

 આ ટૂંકમાં આવેલું શ્રી મરૂદેવી માતાનું મંદિર ઘણુંજ જુનું છે. આ સવા સોમાની ટૂંકમાં જે જે દેરાસરો છે તેના નામો :-

૧ > શ્રી આદિનાથ પ્રભુ ૨ > શ્રી પુંડરીક સ્વામી ૩ > શ્રી શાંતિનાથ પ્રભુ ૪ > શ્રી શાંતિનાથ પ્રભુ નું બીજું મંદિર ૫ > શ્રી પાર્શ્વનાથ પ્રભુ ૬ > શ્રી સીમંધર સ્વામી ૭ > શ્રી અજીતનાથ પ્રભુ ૮ > શ્રી આદિનાથ પ્રભુ નું બીજું મંદિર ૯ > શ્રી શાંતિનાથ પ્રભુ નું ત્રીજું મંદિર ૧૦ > શ્રી પાર્શ્વનાથ પ્રભુ ૧૧ > રાયણ પગલા અને ગણધર પગલા.

 એમ કુલ ૧૧ મંદિરો છે. 

શ્રી આદિનાથ પ્રભુ શ્રી શત્રુંજયઉપર નવ્વાણું પૂર્વ વાર (વખત) સમવસર્યા તેની સમજ 

 ૮૪ લાખ ને ૮૪ લાખ વડે ગુણતા જે સંખ્યા આવે તેને એક પૂર્વ કહેવામાં આવે છે.

 84,00,000 * 84,00,000 = 7,05,60,00,00,00,000.  આટલી સંખ્યા એક પૂર્વ કહેવાય. એટલે સિત્તેર લાખ છપ્પન હજાર કરોડ વર્ષ થાય. આવા ૯૯ પૂર્વ વાર સ્પર્શના કરવા માટે શ્રી આદિનાથ પ્રભુ શ્રી શત્રુંજય પર સમવસર્યા. 7,05,60,00,00,00,000 * 99 =  6,98,54,40,00,00,00,000. આ સંખ્યા ને શાસ્ત્રીય પરિભાષામાં બોલવી હોય તો આ રીતે બોલી શકાય – અગણોસિત્તેર કોડાકોડી પંચાસી લાખ ક્રોડ અને ચુમ્માલીશ હજાર કરોડ. ચૈત્રી પૂનમના દેવ વંદનમાં – પાંચમા જોડામાં પ્રથમ થોય માં લખ્યું છે.

જિહાં ઓગણોતેર કોડાકોડી , તેમ પંચાશી લાખવળી જોડી , ચુમ્માલીશ સહસકોડી ;

સમવસર્યા જીહા એતીવાર , પૂર્વ નવ્વાણું એમ પ્રકાર, નાભિ નરીદ મલ્હાર.

અત્યાર ની ભાષામાં બોલવું હોય તો – ૬૯ લાખ ૮૫ હજાર ૪૪૦ અબજ. આટલી વાર શ્રી આદિશ્વર ભગવાન ઘેટીપાગ થી  ફાગણ સુદિ ૮ ના દિવસે ગિરિરાજ પર રાયણવૃક્ષ નીચે પધાર્યા હતા. શ્રી આદિનાથ પ્રભુ નું આયુષ્ય ૮૪ લાખ પૂર્વ નું હતું, તેમાંથી તેઓ ૮૩ લાખ પૂર્વ સુધી ગૃહસ્થ અવસ્થા માં રહ્યા અને પછી દીક્ષા લઇ એક લાખ પૂર્વ માં આ બધું થયું.

શ્રી આદિનાથ પ્રભુનું આયુષ્ય :- 7,05,60,00,00,00,000 * 84,00,000 = 59,27,04,00,00,00,00,00,00,000. (ઓગણસાહીઠ   હજાર બસો સિત્તેર કરોડ ચાલીશ લાખ અબજ વર્ષ)

આવશ્યક સૂચનાઓ :-

• યાત્રાએ આવનાર પુણ્યાત્માઓએ ધર્મશાળા થી તળેટી સુધી ખુલ્લા પગે ચાલતા જ જવાનો આગ્રહ રાખવો જોઈએ.

• તળેટીમાં ચૈત્ય વંદન અને સાથિયાની વિધિ જરૂર કરજો.

• રસ્તામાં જયણા-જીવદયાપૂર્વક જોઈએ ને ચાલો જેથી જીવ ની વિરાધના ના થાય.

• ગિરિરાજ ઉપર ચઢતા ખુલ્લા પગે જ ચઢવું સર્વોત્તમ છે. તે જો શક્ય ન હોય તો છેવટે કપડા-કંતાન કે રબ્બરના સાધનોનો અનિચ્છાએ ઉપયોગ કરજો. પણ ચામડાના સાધનો નો કદાપી નહિ.

• રસ્તો ખુટાડવા માટે રેડીઓ – ટેપ વગેરેને સાથમાં ન લેતા. સાધનો વાતાવરણને ખૂબજ દોષિત અને ઘોંઘાટવાળું કરે છે.

• શ્રી ગિરિરાજ ના રસ્તે ચાલતા કે પગથિયા ચઢતા મનમાં શ્રી નવકાર મહામંત્ર , શ્રી આદીનાથાય નમ: , શ્રી સિદ્ધગિરિવરાય નમ: નો જાપ કરો , ધાર્મિક કથાઓ કહો, સ્તવનો કે ભજનો ગાઓ અને ગવડાવો.

• શ્રી ગિરિરાજ પર ચઢતા સંસારસંબંધી કે વ્યાપાર સંબંધી વાતો ન કરતા અથવા ઠઠ્ઠા મશ્કરી પણ ન કરતા.

• આ આખોય ગિરિરાજ પરમ પવિત્ર છે. માટે તે ગિરિરાજ પર ક્યાય પણ ખાવું, થુંકવું , કે ઝાડો પેશાબ કરવા નહિ.

• પાલીતાણા માં યાત્રાએ પધારી રાત્રિભોજન – અભક્ષ્ય ભક્ષણ કે કંદમૂળ ન જ ખાતા , પુણ્ય કરતા પહેલા પાપ થી જરૂર બચજો

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top