શનિવાર, 28 ઑગસ્ટ, 2021

Nemi Maro Prano Ma Rahenaro

નેમી મારો પ્રાણોમાં રહેનારો...
*આંખડી દિઠી અણીયાળીને, કીકી કામણગારી જો,*
*શામળીયા એ નેમજી મારા, શોભી રહ્યા ગિરનારી જો,*
*નેમી મારો પ્રાણોમાં રહેનારો, એ ગિરનાર ગિરિ શણગાર,*
*નેમી મારો હૃદિયાનો ધબકારો, એ સહસાવને અણગાર...(૨)*

*ફરફર ફરફર ફરકી રહી જે, ગગને ઉડતી ધજાઓ જો*
*શ્યામલ શ્વેતલ દેહરે મનના, મોરલીયા નો ટહુકો જો,*
*નેમી તારા દરિશણ પુજન કાજે...(૨) હું ચડતો રહું પગધાર,*
*નેમી તારી યાત્રા કરતા ભવિજન...(૨) તને જોઈ જોઈ મલકાય,*
*નેમી મારો પ્રાણોમાં રહેનારો...*

*આંખડી દિઠી અણીયાળીને, કીકી કામણગારી જો,*
*શામળીયા એ નેમજી મારા, શોભી રહ્યા ગિરનારી જો,*
*નેમી મારા રૂપ રૂપના દેદારે...(૨) શ્યામલ કેવા સોહાય,*
*નેમી મારા સહસાવન સાહિબા...(૨) લીલી વનરાજી મોહાય,*
*નેમી મારો પ્રાણોથી છે પ્યારો...*

*ફરફર ફરફર ફરકી રહી જે, ગગને ઉડ઼તી ધજાઓ જો,*
*શ્યામલ શ્વેતલ દેહરે મનના, મોરલીયા નો ટહુકો જો,*
*નેમી મારા ઉંચા ગઢ ગિરનારે...(૨) શીતલતા કેવી રેલાય,*
*નેમી મારા અમાસના અંધકારે...(૨) માઁ અંબિકા રક્ષણહાર,*
*નેમી મારો પ્રાણોમાં રહેનારો...*

*આંખડી દિઠી અણીયાળીને, કીકી કામણગારી જો,* 
*શામળીયા એ નેમજી મારા, શોભી રહ્યા ગિરનારી જો,* 
*નેમી મારા રાજુલ તારણહારા...(૨) પ્યારા સંયમના દાતાર,* 
*નેમી મારા રોમે "અંકિત થાતા...(૨) મન મયૂર જે હરખાય,*
*નેમી મારો પ્રાણોમાં રહેનારો...*

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top