શ્રી નમિજિન ! તુજશું સહિ, મેં કરી અવિહડ પ્રીત રે,
પ્રભુ તું નિઃસ્નેહી થઈ રહ્યો ! એ નહી ઉત્તમ રીત રે
સામુ જુઓ, હે સામુ જુઓ ! મારા વ્હાલા રે ! મન ખોલી સામુ જુઓ રે !...સામુ(૧)
એટલા દિન મેં ત્રેવડી, પ્રભુજી તાહરી લાજ રે;
આજથી ઝગડો માંડશું, જો નહિ સારે મુજ કાજ રે...સામુ(૨)
આગળથી મન માહરૂં, તે કીધું નિજ હાથરે;
હવે અળગો થઈને હુંતો રહ્યો રે, તે દાવો છે તુમ સાથરે...સામુ(૩)
કઠિણ હૃદય સહિ તાહરૂં, વજ્રથકી પણ બેજ રે;
નિગુણ ગુણે રાચે નહિં, તિલ માત્ર નહિં તુજ હેજ રે...સામુ(૪)
મેં એક તારી આદરી, નાવે તુજ મન નેહ રે;
છોડંતા કિમ છૂટશો, આવી પાલવ વિલગ્યા જેહ રે...સામુ(૫)
સો વાતે એક વાત છે, ઉંડુ આલોચી જોય રે;
આપણને જો આદર્યા, ઈમ જાણે જગ સહુ કોય રે...સામુ(૬)
જો રાખી સહી તાહરૂં, ભક્ત વત્સલ અભિધાન રે;
હંસરતનને તો સહિ, દીજે મનવાંછિત દાન રે...સામુ(૭)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો