Prabhu Ji Ne Pakkana Pakkana
હોંશે હોંશે જાવે પ્રભુને પોંખવા , સોહાગણ હર્ષ ન માય રે
પ્રેમે પ્રેમે પ્રભુજી પોંખીએ
પહેલું પોંખણ ઘોસરૂ જાણીએ , ઘોંસરૂ ગાડલે મૂકાય રે . પ્રેમે ૦૧
ધર્મનું ઘોંસરું તેમ ઉપાડીયે , સંસારથી પાર પમાય રે , પ્રેમે ૦૨
બીજે પોંખણે મુસલ જાણીએ , મુસલ ખાંડણીએ મૂકાય રે પ્રેમે ૦૩
મુસલથી જેમ તંદુલ કાઢીએ , કર્મથી જીવ જુદો થાય રે . પ્રેમે ૦૪
ત્રીજે પોંખણે રવૈયો જાણીએ , રવૈયો ગાળીએ મૂકાય રે . પ્રેમે ૦૫
રવૈયે જેમ માખણ નીપજે , મોક્ષ સુખ તેમ લેવાય રે . પ્રેમે ૦૬
ચોથે પોંખણે ત્રાકને જાણીએ , ત્રાકે તે સુતર થાય રે . પ્રેમે ૦૭
સંસાર માહે પ્રભુજી પોંખી , શીવમાલા શીધ્ર પહેરાય રે પ્રેમે ૦૮
પાંચમે પોંખણે સરઈયો જાણીએ , સરઈયે સર્વ વસ્તુ થાય રે . પ્રેમે ૦૯
સર્વ મંગલ તેમ ધર્મથી થાયે , કુંકુમ અક્ષતે વધાય રે . પ્રેમે ૦ ૧૦
વરઘોડાને સામૈયા આદિમાં , મંગલ પોંખણ કરાય રે . પ્રેમે ૦ ૧૧
પાંચે મંગલ એમ નારી વૃંદ ગાવે , જિનેન્દ્રને લાગે પાય રે . પ્રેમે ૦ ૧૨
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો