સોમવાર, 27 એપ્રિલ, 2020

Tara Hath Nu Ramkadu Lyrics તારા હાથનું રમકડું

Tara Hath Nu Ramkadu Lyrics 


તારા હાથનું રમકડુ પ્રભુ હું તો તારા . . . .
ચાવી ચડાવે એમ ચહુ ને પડુ હું તો 

કાચી માટીનું ઘડીયું પૂતળું મજાનુ ( ૨ ) 
રંગ બે રંગી કાયા સજાવી 
રમવાને મોકલ્યુ રંગભૂમિ પર ( ૨ ) 
આડા અવળા નાચ નચાવે 
હસાવે હસુને રડાવે રડું હું તો . . . . તારા હાથનું 

તારી દીધેલી ચાવી પૂરી થશે ને ( ૨ ) 
રમતું રમકડું આ બંધ થવાનું 
રંગ રૂપાળા એના ઊડી જશે ને ( ૨ ) 
માટી હતું તે માટી થવાનું 
પાછો આવીને તારા હાથમાં પડ હું તો . . . . તારા હાથનું
મસ્ત બનીને હું તો ગાઉ તારા ગીતડા 
ઘડીકમાં આંખે આંસુની ધારા 
ઘડીકમાં રમતો રંગ વિલાસે 
ઘડીકમાં જીવન લાગે છે ખારા 
આશાની પાંખે ઉડી આભને અડું હું તો . . . . તારા હાથનું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top