Me to taru naam laine
મેં તો તારું નામ લઈને , નાવે મુકી મઝધાર
મેં તો તારું નામ લઈને , નાવે મુકી મઝધાર
તારનારો તુ બેઠો પછી ફીકર શી તલભાર
મે તો તારુ . . . .
મસ્ત બની છોને ઉછળે મોજા
છોને આ શઢ ઝૂલે
છોને ભયાનક થાયે ભડાકા
નાવ માં મારી ડુબે
હૈયા ધારણ એટલી છે
તારો છે આધાર ( ૨ )
તારનારો તું બેઠો પછી . . . .
આધી ભયંકર આવે ભલે ને
છોને તોફાન સતાવે
છોને ભીષણ વાદળ ના દળ
ગાજી ગાજી ગભરાવે
ઘોર અંધારા આભમાં છોને
વીજ કરે ચમકાર
તારનારો તું બેઠો પછી . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો