Prabhu tari Prit Bandhana Lyrics
પ્રભુ તારી પ્રીત બંધાણા મારા પ્રાણ
તારી મારી વાતો જાણે છે આખું ગામ
ભલે છૂટે દુનિયા છૂટે ના તારુ નામ
ગીત ના જાણું , પ્રીતના જાણું , ભક્તિ કેરી રીત ના જાણું
દીલડુ મારુ ડોલાવે , પ્રભુ તારું નામ . . . . ભલે છૂટે . . . .
મૂર્તિમાં તારા કોઈ તેજ ભરેલા લગની લગાવી તે કેવી અલબેલા
તારો મારો ચંદ્ર ચકોર જેવો સાથ . . . . ભલે છૂટે . . . .
તારી યાદોમાં મને નિંદર ન આવે જીવન વીણાના તાર શાને રણકારે
પ્રેમ દિવાનો થઈને ફરુ ગામે ગામ . . . . ભલે છૂટે . . . .
અમી ભરેલી છે આંખડી તારી તારા વિના દુનિયા આ લાગે છે ખાલી
નિશદિન હું મસ્ત બની ગાઉ તારા ગાન . . . . ભલે છૂટે . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો