સોમવાર, 27 એપ્રિલ, 2020

Tu Tare ke na tare Taro sath na chdu તુ તારે કે ન તારે

Tu Tare ke na tare Taro sath na 


તુ તારે કે ન તારે તારો સાથ ના છોડુ 
જે જોડ્યા તુજને હાથ બીજે હાથ ના જોડુ 

ચમત્કારો દેખાડી કોઈ મુજને ભરમાવે 
વિચારો ક્રાંતિના ફેલાવી કોઈ બહેકાવે 
અનાથ સમજીને લાલચમાં કોઈ લપટાવે ( ૨ )
એ માયાવી મૃગજળની પાછળ નાથના દોડ 
તુ તારે કે ન તારે . . .

ભલે ને દિવસો આવે ભૂખ્યા તરસ્યા રહેવાના 
ભયંકર ઉપસર્ગોને એકીસાથે સહેવાના 
કદાચ જગના લોકો મુરખ મુજને કહેવાના ( ૨ ) 
પણ સમજીને જે લીધો તે સંગાથ ના છોડ 
તુ તારે કે ન તારે . . . 

ભરોસો છે કે મારો બેડો પાર થઈ જાશે 
મને તું વહેલો મોડો સામે પાર લઈ જાશે 
તમામ ઝંઝાવાતો ઠંડા થઈને રહી જાશે ( ૨ ) 
જે મૂક્યો છે તારામાં તે વિશ્વાસ ના તોડું 
તુ તારે કે ન તારે . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top