Jain Stuti Lyrics
અહો દેવના દેવ હે વિશ્વસ્વામી
કરુ હું સ્તુતિ આપની શીશ નામી
દયાળુ પ્રભ આપદાથી ઉગારો
દિનાનાથ તે એક આધાર મારો
પ્રભુ આપ છો સર્વને પાળનારા
તમે છો સદા સંકટો ટાળનારા
કીધા છે કરોડો તમે ઉપકારો
દિનાનાથ એક આધાર મારો
અમે બાળકો બોલીએ હાથ જોડી
અમારી વિનંતી છે પ્રભુ આજ થોડી
દયા રાખીને મારી વિનતી સ્વીકારો
દિનાનાથ તે એક આધાર મારો
નથી મે કરી આપની કાંઈ ભક્તિ
નથી આપના ગુણ ગાવાની શક્તિ
દયા લાવીને પ્રાર્થના દિલમાં ધારો
દિનાનાથ તુ એક આધાર મારો
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો