Ucho Dungar Adinath No re
ઊંચો ડુંગર આદિનાથનો રે
ચાલો દર્શન કરવા આજ
સહુ દર્શન કરવાને જાય
સોરઠ દેશમાં શોભતું , રૂડું પાલિતાણા ધામ
આદિનાથ દાદા બિરાજતાં , એ તો સહુના કરતા કામ
ઊંચો ડુંગર . . . .
ડુંગર દાદાનો રૂડો શોભતો , ડુંગરની વસમી છે વાટ
ઋષભ પ્રભુને ભેટતા , ઉતરે ભવનો પાર
ઊંચો ડુંગર . . . .
ભક્તિના ફૂલડા હું તો લાવ્યો , લાવ્યો છુ હીરા કેરો હાર
તારા ચરણોનો દાસ છું , મને ભવથી પાર ઉતાર
ઊંચો ડુંગર . . . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો