સોમવાર, 27 એપ્રિલ, 2020

Vitrag Tamara Charno Ma વિતરાગ તમારા ચરણોમાં

Vitrag Tamara Charno Ma Lyrics 


વિતરાગ તમારા ચરણોમાં 
જીવનને જો કોઈ પ્યાર મળે 
હું ભૂલી જાઉ સંસાર બધો 
મને તારો જો સથવાર મળે 
વિતરાગ તમારા . . . . 

આ જીવનનું ઉપવન મારું 
વેરાન બની મૂરઝાઈ ગયું 
પીડાના આકરા તડકામાં 
મારું હૃદયકમળ કરમાઈ ગયું 
આ બાગ ફરી મહેંકી ઉઠે 
તારા સ્નેહ તણી સંચાર મળે 
વિતરાગ તમારા . . . . 

ઝંખુ છુ એ બસ જીવનભર 
મને એક તમારો સાથ મળે 
આ મસ્તક તારા ચરણોમાં 
મારા માથે સદા તારો હાથ ફરે 
મને આટલુ જો તું આપી દે 
મને સ્નેહ ભર્યો સંસાર મળે 
વિતરાગ તમારા . . . . 

થાકીને હારી બેઠો છું 
મને હળવા હાથે ઉપાડી લો 
બેચેનીનો બુરખો મારો 
મારા ચહેરા પરથી ઉતારી લો 
આ દિપ ફરી ઝળહળ થાયે 
તારા સ્નેહ તણી જો વાટ મળે 
વિતરાગ તમારા . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top