Prabhu Tu Vase Mara Manma
પ્રભુ તું વસે મારા મનમાં , પ્રભુ તું વસે મારા દિલમાં ,
રહે તું સદા અંતરમાં . . . . પ્રભુ તું .
તારા નામની લગની લાગી , તારું સ્મરણ દિનરાત .
તને વિસરું ના જગતાત ,
તું છે મારો અંતર્યામી , તારું રટણ તનમનમાં , . . . . . પ્રભુ તું ( ૧ )
તારી માયા , તારી છાયા , તારો છે આધાર ,
પ્રભુ તું છે તારણહાર
તારું મંદિર સાચું શરણું , રહેવું તારા ચરણમાં , . . . . . પ્રભુ તું ( ૨ )
શ્વાસે શ્વાસે સમરું તૂજને , તું છે દિનદયાળ ,
મારો એક જ તું વીતરાગ ,
તુજને નિરખું નાથનિરંજન ઝુમી રહ્યો હું ભજનમાં , . . . પ્રભુ તું . . ( ૩ )
લાખ ચોરાશી ભવમાં ભમતા , મળીયો તું જગનાથ ,
હવે છોડું નહિ તારો સાથ ,
હું સેવક તું સ્વામી અમારો , તું છે મારા હૃદયમાં , . . . . . પ્રભુ તું ( ૪ )
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો