સોમવાર, 27 એપ્રિલ, 2020

mare re siddhachal javu che મારે રે સિદ્ધાચલ જવું છે

mare re siddhachal javu che lyrics 


મારે રે સિદ્ધાચલ જાવું છે 
ઋષભનું મુખડુ મારે જોવું છે 
મારે સિદ્ધાચલ . . . 

જગમાં તારી શીતલ છાયા 
સહુને લાગે તારી માયા 
ગિરિરાજની છાયામાં મારે રહેવું છે 
મારે રે સિદ્ધાચલ . . . .

ઊંચા ઊંચા ડુંગરા ડોલે 
આદિશ્વર દાદા ત્યાં તો ઝુલે 
દાદાજીને જોવા મારે જાવું છે 
મારે રે સિદ્ધાચલ . . . .

ભાવ ધરીને યાત્રા કરવી 
તળેટીની પૂજા કરવી 
દાદા તારી ભક્તિમાં ભીંજાવું છે
મારે રે સિદ્ધાચલ . . . .

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top