Karmo Ni Karamat Kevi Che Lyrics
કર્મોની કરામત કેવી છે
એનો ત્યાગ કદીયે મળતો ના
જ્ઞાની હો કે અજ્ઞાની ભલે
કોઈ જીવ એનાથી બચતોના કર્મોની
સિદ્ધાંત સનાતન છે એના
જે વાવ્યુ છે તે લણવાનું
એનો ન્યાય જગતમાં જાહેર છે .
જે આવ્યું છે તે મળવાનું
સુખ દુઃખનું કારણ સમજીને , જીવ કોઈને દોષીત ગણતોના - કર્મોની . .
સતી સિતાને અંજના દેવી , નિર્દોષ છતાવનમાં રઝડ
નિજ સત્યમાં રહેની સ્થિર સદા , તો યે કલંક એના શિર ચઢે
સતીઓનું જીવન વિચારીને , જીવ ક્યાંય બીજે તું ફરતોના કર્મોની . .
મોંઘેરો માનવ જન્મ મળ્યો , તું તારા પોતાને પીછાની લે
કોઈ આતમને સંતાય નહીં , એ માર્ગે છે મુક્તિનો જાણી લે
જીવ ઝંખે છે અંતિમ શ્વાસે , જીવ માવ સમાધિથી ડગતો ના કર્મોની . .
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો