Jindgi Musafirkhanu Koi Aave Ne Lyrics
જીંદગી છે મુસાફીરખાનું કોઈ આવે ને કોઈ જવાનું ( ૧ )
પંખીનો મેળો વિખરાશે , તારી ગોરી કાયા કરમાશે
કોઈ કાયમ ના રહેવાનું , કોઈ આવે ને કોઈ જવાનું .
સ્વાર્થના સૌ છે સાથી , સાચુ ના કોઈ સંગાથી
એ સાથને શું કરવાનું , કોઈ આવે ને કોઈ જવાનું.
જીવન છે સરિતા જેવું , કવિઓની કવિતા જેવું
એક દિન , આ વહેતુ થવાનું . . કોઈ આવે ને કોઈ જવાનું .
જિનવરના ગુણલા ગાશું , છોને પાગલ દુનિયા કહેતી ,
નહિ સંસારે ફરવાનું . . કોઈ આવે ને કોઈ જવાનું
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો