સોમવાર, 27 એપ્રિલ, 2020

Prabhu Ji Ne Pakkana Pakkana પ્રભુજીને પોંખણના પોંખણા

Prabhu Ji Ne Pakkana Pakkana Lyrics 

શ્રી જિનરાજને પોંખવા એ , સાથે આવે સૈયરનો સાથ ,
જીણંદને પોંખવા એ . 

ગાવે ગાવે સોહાગણ નાર - જિ . 
ધ્વજ પૂજન અભિષેકમાં એ , કરો સામૈયામાં સાર જિ ૦૦૧ 
વળી વરઘોડામાં સાર સાર – જિ 

ઈંડી પિંડી ઘૂસરે મૂસલ એ , રવૈયો સંપૂટ કરાય - જિ 
મંગલ દ્રવ્ય કરે પુંખણાએ , સંઘને મંગળ થાય જિ ૦૦૨ 

પૂર્વે ઈંદ્રાણીએ પોંખવા એ , વિધિ વિનય એક નાર , જિ 
હેતુ ગુરૂગમ ધારીએ , ટાળવા કર્મ સંભાર જિ ૦૦૩ 

કુંકુમ અક્ષત વધાવીયાએ , મોતીએ તે મોડ ધરાય - જિ  
સુંદરી શિર ધરી ઘાટડીએ , લળી લળી પ્રણમે પાય - જિ ૦૦૪ 

કરણીએ ભરણી પુન્યનીએ , મલી મલી વનિતા વૃંદ જિ 
કરશે તરશે અનુક્રમે એ , એમ કહે ખીમચંદ જિ

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top