💐 *ભવ આલોચના ભાગ ૧૯* 💐
💐 *આલોચના વિના કરમાયેલા ફૂલો વાર્તા નં ૧૦* 💐
💐 *ઇર્ષ્યાની આલોચના ન લીધી* 💐
*ઈર્ષ્યા એક એવી આગ છે. જે સામેની વ્યક્તિને કાંઈ ન કરી શકે, પણ વ્યક્તિ પોતે જ બળી બળીને રાખ થઈ જતી હોય છે, નાના, મોટા વગેરે ૫૦૦ સાધુઓની ખડેપગે ગોચરીઆદિથી વયાવચ્ચ કરનાર બાહુ અને ૫૦૦ સાધુની વિશ્રામણા કરનાર સુબાહુની ગુરુએ પ્રશંસા કરી. એમાં પીઠ અને મહાપીઠને કાંઈક અજુગતું લાગ્યું. ‘રે... આપણે આખો દિવસ શાસ્ત્રની વાતોને સિદ્ધ કરવા પ્રશ્નોના જવાબ આપવા માથાનું દહીં કરીયે, તો ય આપણી કાંઈ કિંમત ન આંકી, અને પાણી લઈ આવવું. ગોચરી લઈ આવવું. પગ દબાવવા જેવા મજૂરીના કામો કરનારની ગુરુ મહારાજે પ્રશંસા કરી દીધી.' એમણે આ ન વિચાર્યું કે અરે ભાઈ ! અવસરે – અવસરે બધાની કિંમત પણ આ વાત સમજે કોણ ! એમનું મન ને ઈષ્યની આગમાં શેકાતા હતું.*
*આ ઈર્ષ્યાની આલોચના ન લીધી...! જોઈ લ્યો મજા. ચારે મુનિ કાળ કરી દેવલોકમાં ગયા. અને દેવના ભવ પછી ઈર્ષ્યા કરનારા બન્નેને સ્ત્રી નો અવતાર મળ્યો, એટલે કે પીઠ એને મહાપીઠ બન્યા બ્રાહ્મી અને સુંદરી... બાહુ અને સુબાહુ બન્યા ભરત એ લી. આવું જાણ્યા પછી આલોચનાશુદ્ધિ બધાએ કરવી જોઈએ.*
*જોયું ને ઇર્ષ્યાની આલોચના પુરુષમાંથી સ્ત્રીનો અવતાર પણ કરાવે છે.*
💐 *જો જે કરમાયના પ્રસ્તુતિના અંશ* 💐
💐 *લેખક : પ.પૂ. આ. શ્રી ગુણરત્નસૂરિશ્વરજી મ.સા.*💐
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો