હે તપના અનુરાગી, તમે પુરા સદ્દભાગી
કે તપસ્યા કરવાની, ઈચ્છા તમને જાગી
હે તપના…
આ દેહતણી પ્રીતિ, તજવી બહુ અઘરી છે
એમાં પણ જીભડી ને, જીતવી તો કપરી છે
એની સ્વાદ પીપાસા ને, તમે સમજણ થી ડાબી
હે તપના…
બાંધેલા કર્મોને, આ તપ સળગાવે છે
બંધાતા કર્મોને, પણ તે અટકાવે છે
આત્માને ભમવાની, હવે બીક જશે ભાગી
હે તપના…
મહાવીરના શાસનની, તમે શાન વધારી છે
તપસ્યાની જ્યોતિને, તમે જલતી રાખી છે
અમે ઇચ્છીએ તમને, મળે મુક્તિ મનમાંગી
હે તપના…
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો