સહેલું શું ? સાધુપણું કે શ્રાવકપણું ?
શ્રાવકના જીવનમાં સંસ્કારો જ સુંદર હોય. એના આચાર-વિચારની પરંપરા
જ વિશુદ્ધ હોય એને ત્યાં અભક્ષ્ય તો સહેજે ન હોય. આ સ્થિતિમાં એને નિયમમાં કાંઈ વાંધો આવે ? ન જ આવે. પણ હવે તો હું આ શ્રાવકપણાની વાત કરું છું. તે પણ તમને કઠિન લાગે છે.
જો કે શ્રાવકપણાનો માર્ગ કાંટાળો અને કચરાળો છે, જ્યારે સાધુપણાનો માર્ગ સહેલો છે. માટે તો શ્રી જિનેશ્વરદેવે પહેલાં જ સાધુધર્મ કહ્યો.
બંગલા, બગીચા કે લાડી, વાડી ને ગાડી એ કશાની પીડા સાધુને નહિ. શ્રાવકને તો હજાર ઉપાધિ.
આનંદ શ્રાવકને અવધિજ્ઞાન થયું એ આશ્ચર્ય અને મુનિઓને અવધિ, મન:પર્યવ કે કેવળજ્ઞાન થાય તો પણ ત્યાં આશ્ચર્ય નહિ.
મુનિઓને ઘણા ઉપસર્ગો થયા તેની પ્રશંસા નહિ અને આનંદ કામદેવના ઉપસર્ગોની પ્રશંસા સમવસરણમાં ભગવાન પોતે ગૌતમ મહારાજની પાસે કરે છે કે - ‘ તમે તો ત્યાગી પણ આ તો શ્રાવક, સંસારના કાદવમાં ખૂંચેલા, તેણે પણ આવા ઉપસર્ગો સહ્યા.’
વાત પણ ખરી કે ઘરમાં બેઠેલો ને બાળબચ્ચાદિ પરિવાર વચ્ચે રહેલો શ્રાવક આવા ઉપસર્ગ સહે એ કાંઈ નાનીસુની વાત નથી.
કામદેવની સામે એના બાળકના ટુકડા કરી કરીને દેવતા બતાવે છતાં કામદેવ ચલાયમાન ન થાય એ નાનીસૂની વાત નથી.
આ તો દીક્ષા લેવાય નહિ અને શ્રાવકપણામાં પણ સીધા રહેવાય નહિ, ત્યાં શું થાય ?
માટે કહું છું કે - સંસાર છોડો, ન છોડાય તો ત્યાં પણ સીધા રહો, વાંકાઈ મૂકી દો અને અયોગ્ય સંસર્ગથી આધા રહો.```
*ક્રમશઃ*
📚 *સંઘ સ્વરૂપ દર્શન 3 - ૧૨૪* 📚
14112021365
✍️ *પૂજ્ય મહારાજજી* ✍️
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો