He Nath Mane Lagyo Chhe Updhan No
શ્રાવક જીવનની ઉત્કૃષ્ટ આરાધના,
ઉપથાન ની સાધના નો રંગ..
લાગ્યો મને ઉપધાન ની સાધના નો રંગ…
શ્રમણ ધર્મની છે રુડી ઉપાસના,
ઉપધાન ની સાધના નો રંગ..
હે નાથ મને લાગ્યો… (૩) છે સાધના નો રંગ…
હે નાથ મને લાગ્યો છે ઉપધાન નો રંગ…
હે નાથ મને લાગ્યો છે સાધના નો રંગ…
હે… હે.. મહાનિશિધ સૂત્ર ના પાને વર્ણાવ્યો છે,
ઉપધાન ની સાધના નો રંગ…
લાગ્યો મને ઉપધાન ની સાધના નો રંગ..
સાધુ ને સંતો એ શાસ્ત્રો માં ભાખ્યો છે,
ઉપધાન ની સાધના નો રંગ..
હે નાથ મને લાગ્યો…
હે…અંતર ની ધારા માં ભીંજાતા ભીંજાતા,
ઉપધાન ની સાધના નો રંગ…
લાગ્યો મને ઉપધાન ની સાધના નો રંગ..
દેવ ગુરુ નિશ્રામાં સાધક એ સાધ્યો છે,
ઉપધાન ની સાધના નો રંગ…
હે નાથ મને લાગ્યો…
હે..હે.. સો સો લૌગસ્સ, સો સો ખમાસમણા,
ઉપધાન ની સાધના નો રંગ…
લાગ્યો મને ઉપધાન ની સાધના નો રંગ..
ઉપવાસ નીવી ના સથવારે રમતો એ,
ઉપધાન ની સાધના નો રંગ..
હે નાથ મને લાગ્યો…
હે.. રૂડાં હેમ ની કાંતિ એ ઝળહળતો દીઠો છે,
ઉપધાન ની સાધના નો રંગ…
લાગ્યો મને ઉપધાન ની સાધના નો રંગ..
રૂડો અવસરિયો પ્રિયંકાર ના ગાણે રંગાતો,
ઉપધાન ની સાધના નો રંગ..
હે નાથ મને લાગ્યો…
(રચના : મુનિ શ્રી પ્રિયંકરપ્રભ વિજયજી મ. સા.)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો