શુક્રવાર, 19 નવેમ્બર, 2021

Tapasvi Pyara Tapasvi Mara તપસ્વી પ્યારા તપસ્વી મારા

(રાગ: તારા સ્વરુપ – દ્વારિકાવાળા)

વીર વચનો ને વરનારા, એતો ભાવે તપ ધરનારા… (૨)

ઓ જિનશાસન શણગારા, તારા સત્વના જયજયકારા…

તપસ્વી પ્યારા… તપસ્વી મારા…

શાસન સિતારા… તપસ્વી મારા…


તમે શાંત રસના દરિયા, તમે સમતા રસના ભરીયા,

તપ ત્યાગે મન મોડી, કરે આતમમાં અજવાળા.. (૨)

પ્રભુ વીરના રાજે, શાસનમાં ગાજે… (૨)

બહુમુલા તપ કરનારા…

તપસ્વી પ્યારા… તપસ્વી મારા…

શાસન સિતારા… તપસ્વી મારા…


દેવ ગુરુ ધર્મ પસાયે, તપના બાંધ્યા તોરણીયા,

શીલ સંયમના સથવારે, તપના સુંદર પારણીયા.. (૨)

જે આતમ હંસે, કર્મોને જીતે… (૨)

ઇતિહાસે અંકિત ન્યારા..

તપસ્વી પ્યારા… તપસ્વી મારા…

શાસન સિતારા… તપસ્વી મારા…


દાદા જિત-શાંતિ સમુદાયે, જે તપસ્વી પહેલા બનતા,

જિનશાસનમાં દુર્લભ જે, ગુણરત્ન સંવત્સર તપતા.. (૨)

સૂરિરાજ છે શમણે, શેખરજી વરસે,

રાજ પરિવારે, પરમ રત્નને, શાંત રસે ઝીલનારા..

તપસ્વી પ્યારા… તપસ્વી મારા…

શાસન સિતારા… તપસ્વી મારા…

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top