શુક્રવાર, 19 નવેમ્બર, 2021

Jay Jay Aarti Aadi Jinanda

Jay Jay Aarti Aadi Jinanda Lyrics 


જય જય આરતી આદિ જિણંદા,

નાભિરાયા મરૂદેવીકો નંદા. જય o


પહેલી આરતી પૂજા કીજે,

નરભવ પામીને લ્હાવો લીજે. જયo


દૂસરી આરતી દીન દયાળા,

ધુળેવા મંડપમાં જગ અજવાળા. જયo


­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­­તીસરી આરતી ત્રિભુવન દેવા,

સુરનર ઇન્દ્ર કરે તોરી સેવા. જયo


ચોથી આરતી ચઉગતિ ચૂરે,

મનવાંછિત ફળ શિવસુખ પૂરે. જયo


પંચમી આરતી પુણ્ય ઉપાયા,

મૂળચંદે ઋષભ ગુણ ગાયા. જયo

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top