તપસ્યા કરતા કરતા હો કે,
ડંકા જોર બજાયા હો..
તપસ્યા કરતા કરતા હો કે,
ડંકા જોર બજાયા હો..
ઉજમણા તપ કેરાં કરતા,
શાસન સોહ ચઢાયા હો;
વીર્ય ઉલ્લાસ વધે તેને કારણ,
કર્મ નિર્જરા પાયા.
તપસ્યા…
અડસિદ્ધિ અણિમા લચિમાદિક,
તિમ લબ્ધી અડવીસા હો;
વિષ્ણુકુમારાદિક પરે જગમાં,
પાવત જયંત જગીશા.
તપસ્યા…
ગૌતમ અષ્ટાપદગીરી ચઢીયા,
તાપસ આહાર કરાયા હો;
તે તપ કર્મ નિકાચિત તપવે,
ક્ષમા સહિત મુનિરાયા.
તપસ્યા…
સાડા બાર વર્ષ જિન ઉત્તમ,
વીરજી ભૂમિ ન ઠાયા હો;
ઘોર તપે કેવલ લાહ્યા તેહના,
પદ્મવિજય નમે પાયા.
તપસ્યા…
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો