શનિવાર, 6 નવેમ્બર, 2021

Questions answers

દેવદ્રવ્ય સામે નજર કરનારાઓને

```આજે કેટલાક દેવદ્રવ્ય માટે કહે છે કે```

_‘ભગવાનની ભક્તિ માટે અર્પિત થયેલું અને ભેગું થતાં થતાં વધી પડેલું દ્રવ્ય બેકાર શ્રાવકોને કેમ ન અપાય ?'_

 *આ કેવો પ્રશ્ન ?*

 ```રાજ્યનાં સેંકડો ખાતાં હોય પણ દરેકનો વહીવટ અલગ જ હોય. તેમ અહીં પણ બંધારણ હોય એ પ્રમાણે જ વપરાય. તેમાં મરજી ન ચાલે.``` 

_સભા :  ‘બંધારણ તો સંઘે જ રચેલું ને ?'_

```હા ! પણ સંધ કોણે રચ્યો ? 
શ્રી જિનેશ્વરદેવે..```

 *સંધ તે કે જે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા માને.* 
*આગમાનુસારી બંધારણ હોય તે જ માન્ય થાય.* 
*આગમથી વિરુદ્ધ બંધારણ રચનારા સંઘ બહાર ગણાય.*

 ```સંઘમાં રાજ્ય કોનું ?
અમદાવાદના સંઘનું, કે મુંબઈના સંઘનું ? 
કહો કે એ કોઈનું નહિ; 
પરંતુ ભગવાન શ્રી મહાવીરદેવનું. 

ભગવાન શ્રી મહાવીરદેવના કાયદાને બાજુ પર રાખી જો કોઈ સ્વચ્છંદીઓ પોતાને ફાવતા જુદા કાયદા કાઢે તો તે જાણે; પણ તેવાઓ આ સંઘમાં ન રહી શકે.

કોર્ટ અને જેલનાં મકાનો બાંધે કડિયા-સુથાર, પણ એ કહેવાય સરકારનાં.
એનો વહીવટ સરકારના કાયદા પ્રમાણે ચાલે, કડિયા સુથારના કાયદા પ્રમાણે નહીં. 
એ જ રીતે પ્રભુભક્તિ માટે અર્પણ કરાયેલા લાખો રૂપિયાનો વહીવટ આગમે ફરમાવેલ કાયદા મુજબ ચાલે, વહીવટદારની મરજી પ્રમાણે નહીં. 
એ મિલકત ખાઈ જવાનો કોઈ હક્ક નથી. 

તમારી પાસે ઘણી મિલકત હોય તો મહિને ખર્ચ જેટલા રૂપિયા રાખી બાકીના આપી દેવા તૈયાર છો ? ત્યાં તો  કહેવાના કે ‘એ તો મારી મિલકત ! આપી કેમ દઉં ?'
 તો પછી આ મિલકત મરજી મુજબ ગમે ત્યાં આપી દેવાનો તમને શો અધિકાર છે ? 

લાખો રૂપિયાનો વહીવટ કરનાર મુનીમને પેઢીનો માલિક હોશિયાર જરૂર કહે પણ એ જ મુનીમ પૈસાની ઉઠાવગીરી કરતો માલૂમ પડે તો માલિક એને હાથકડી પહેરાવે.``` 

*એ જ રીતે તમે અને અમે પ્રભુશાસનના સેવકો છીએ. એ શાસનના એ કાયદા મુજબ વર્તવા બંધાયેલા છીએ. જેને એ કાયદા ન ગમે તે રાજીનામું આપે. રાજીનામું ન આપે ત્યાં સુધી તો એને શાસનના કાયદા માનવા જ પડે.*

 ```મુનીમને પણ જ્યારે પોતાના શેઠની નોકરી ન ફાવે ત્યારે રાજીનામું આપી છૂટો થાય પણ એ શેઠની ગાદી પર બેસી બીજાનું કામ કરે એ ન ચાલે. 
રાજના અમલદારને ન ફાવે તો રાજીનામું આપે તે વાત જુદી પણ ખુરસી પર બેસે ત્યાં સુધી રાજ્યના કાયદા મુજબ એને વર્તવું જ પડે. 

એકસો ચોવીસમી કલમ લાગુ થતી હોય તો ગમે તેને પણ એ અમલદારે સજા કરવી જ પડે.

 જજ્ ભલે હિન્દી હોય અને દેશના આગેવાનોને પકડીને એની સામે ખડા કર્યા હોય તો પણ એને કાયદેસર સજા કરવી જ પડે. 
એ" ગમે તેવા તોયે નોકર કોના ?

 પોતાને કામ કરવું ન રૂચે તો રાજીનામું આપે એ વાત જુદી પણ રાજીનામું ન આપે, એ જ ખુરસી પર બેસે અને કાયદા પ્રમાણે ન વર્તે તો, એ ન ચાલે.```


*ક્રમશઃ*

📚 *સંઘ સ્વરૂપ દર્શન 3 - 86-87* 📚

17102021343

✍️ *પૂજ્ય મહારાજજી* ✍️

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top