ઓલી ચંદનબાળાને બારણે
પ્રભુ આવી ઉભા છે પારણે ,
એનો જીવતર ધન્ય ધન્ય થાય…
એના દુઃખના દહાડા વીત્યા
એણે દર્શન દેવનાં કીધા રે,
એણે મનડું ઉજ્જવળ કીધું રે
એનો જીવતર ધન્ય ધન્ય થાય
ઓલી ચંદનબાળાને…
પાંચ પાંચ માસના ઉપવાસ માથે પચ્ચીસ દિવસના પારણાં વાયા,
હે…ઘેર ઘેર ઘૂમતા તોય પ્રભુ ને ભોજન મળે ના મનમાન્યા ,
કોઈ મોદક મીઠાં લાવતા
કોઈ પકવાન પ્રેમે આપતાં
તોય પ્રભુજી પાછા જાય
ઓલી ચંદનબાળાને…
મેવા મીઠાઈને પડતાં મુકીને લીધા અડદના બાકુડા,
હે…બંધન તૂટ્યાં જન્મોજનમના
અંતરના ઉઘડ્યા બારણાં,
એની ભિક્ષા પ્રભુએ લીધી રે
અને આશિષ ઉરની દીધી રે…
એનો જીવતર ધન્ય ધન્ય થાય
ઓલી ચંદનબાળાને…
રાજપાટ છોડીને રઝળેલી કુંવરીનું કિસ્મત ફરીથી ઉઘડી ગયું,
હે…ભિક્ષા દીધીને દીક્ષા લીધી રે,
એનું જીવતર અનેરું ઉજળી ગયું,
એણે મારગ વીરનો લીધો રે,
અને મનખો ઉજ્જવળ કીધો રે
એનો જીવતર ધન્ય ધન્ય થાય
ઓલી ચંદનબાળાને…
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો