શુક્રવાર, 19 નવેમ્બર, 2021

Prabhu Narak Tanaa Dukh Dohila

Prabhu Narak Tanaa Dukh Dohila


પ્રભુ નરક તણાં દુઃખ દોહીલાં,

ગૌતમ સ્વામી પૂછે વીરને,

પરભવ થાશે કેમરે સોહીલાં,

પ્રભુ નરક તણાં…


ભોજન કેરી રસના ન છુટે,

વિષય તણી વાસના નવિ તુટે,

મારા કર્મોં કેમ રે ફૂટે,

પ્રભુ નરક તણાં… (૧)


ઘરનો ધંધો લઈને બેઠો,

માંગે કોઈ પાણીનો લોટો,

મારો જીવડો બની ગયો ખોટો,

પ્રભુ નરક તણાં… (૨)


તરસ્યો જીવડો માંગે પાણી,

શીશાના રસની ત્યાં થાયે લાણી,

પરમાધામીની નિર્દયતા જાણી,

પ્રભુ નરક તણાં… (૩)


અતિશય ઠંડી ગરમી ત્યાં છે,

દુઃખોના તો ડુંગરા ત્યાં છે,

વર્ષો વરસનું આયુષ્ય ત્યાં છે,

પ્રભુ નરક તણાં… (૪)


તળતળતી કઢાઈમાં નાખે,

ઘાણી માંહી જીવને નાંખે,

ત્યાંના દુઃખો દુ:સહ્ય ભાખે,

પ્રભુ નરક તણાં… (૫)


રાય રંક નો ભેદ નહી રે,

હોય તીર્થંકર ચક્રવર્તી રે,

ત્યાનો ન્યાય તો ચોખ્ખો જી રે,

પ્રભુ નરક તણા… (૬)


નહીં રે જવું નરક માંહી,

નહીં રે જવું દૈવી સુખો માંહી,

માહરે જવું મોક્ષની માંહી,

પ્રભુ નરક તણાં… (૭)


“ઉદય” રતનની એક હી આશ,

નિત્ય મારે રહેવું તારી પાસ,

એ વાત તો ઘણી ખાસ,

પ્રભુ નરક તણા… (૮)


(રચના: પૂ. પ. શ્રી ઉદયરત્ન વિજયજી મહારાજ સાહેબ )

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top