શનિવાર, 20 નવેમ્બર, 2021

Moti Badi Sadhu Vandna મોટી સાધુ વંદના

નમૂં અનંત ચૌબીસી, ઋષભાદિક મહાવીર ।

ઇણ આર્ય ક્ષેત્ર માં, ઘાલી ધર્મ ની સીર.. (૧)


મહાઅતુલ-બલી નર, શૂર-વીર ને ધીર ।

તીરથ પ્રવર્તાવી, પહુંચા ભવ-જલ-તીર.. (૨)


સીમંધર પ્રમુખ, જઘન્ય તીર્થંકર બીસ ।

છૈ અઢ઼ી દ્વીપ માં, જયવંતા જગદીશ.. (૩)


એક સૌ ને સત્તર, ઉત્કૃષ્ટ પદે જગીશ ।

ધન્ય મોટા પ્રભુજી, તેહ ને નમાઊઁ શીશ.. (૪)


કેવલી દોય કોડ઼ી, ઉત્કૃષ્ટા નવ કોડ઼ ।

મુનિ દોય સહસ કોડ઼ી, ઉત્કૃષ્ટા નવ સહસ કોડ઼.. (૫)


વિચરે છૈ વિદેહે, મોટા તપસી ઘોર ।

ભાવે કરિ વંદૂં, ટાલે ભવ ની ખોડ઼.. (૬)


ચૈબીસે જિન ના, સગલા હી ગણધાર ।

ચૈદહ સૌ ને બાવન, તે પ્રણમૂઁ સુખકાર.. (૭)


જિનશાસન-નાયક, ધન્ય શ્રી વીર જિનંદ ।

ગૌતમાદિક ગણધર, વર્તાયો આનંદ.. (૮)


શ્રી ઋષભદેવ ના, ભરતાદિક સૌ પૂત ।

વૈરાગ્ય મન આણી, સંયમ લિયો અદ્ભૂત.. (૯)


કેવલ ઉપજાવ્યૂં, કર કરણી કરતૂત ।

જિનમત દીપાવી, સગલા મોક્ષ પહૂંત.. (૧૦)


શ્રી ભરતેશ્વર ના, હુઆ પટોધર આઠ ।

આદિત્યજશાદિક, પહુંત્યા શિવપુર-વાટ.. (૧૧)


શ્રી જિન-અંતર ના, હુઆ પાટ અસંખ ।

મુનિ મુક્તિ પહુંત્યા, ટાલિ કર્મ નો વંક.. (૧૨)


ધન્ય કપિલ મુનિવર, નમી નમૂં અણગાર ।

જેણે તત્ક્ષણ ત્યાગ્યો, સહસ-રમણી-પરિવાર.. (૧૩)


મુનિ બલ હરિકેશી, ચિત્ત મુનીશ્વર સાર ।

શુદ્ધ સંયમ પાલી, પામ્યા ભવ નો પાર.. (૧૪)


વલિ ઇખુકાર રાજા, ઘર કમલાવતી નાર ।

ભગ્ગૂ ને જશા, તેહના દોય કુમાર.. (૧૫)


છયે છતી ઋદ્ધ છાંડી, લીધો સંયમ-ભાર ।

ઇણ અલ્પકાલ માં, પામ્યા મોક્ષ-દ્વાર (૧૬)


વલિ સંયતિ રાજા, હિરણ-આહિડે જાય ।

મુનિવર ગર્દભાલી, આણ્યો મારગ ઠાય.. (૧૭)


ચારિત્ર લેઈ ને, ભેટ્યા ગુરુ ના પાય ।

ક્ષત્રી રાજ ઋષીશ્વર, ચર્ચા કરી ચિત લાય.. (૧૮)


વલિ દશે ચક્રવર્તી, રાજ્ય-રમણી ઋદ્ધિ છોડ઼ ।

દશે મુક્તિ પહુંત્યા, કુલ ને શોભા ચ્હોડ઼.. (૧૯)


ઇસ અવસર્પિણી કાલ માં, આઠ રામ ગયા મોક્ષ ।

બલભદ્ર મુનીશ્વર, ગયા પંચમે દેવલોક.. (૨૦)


દશાર્ણભદ્ર રાજા, વીર વાંદ્યા ધરિ માન ।

પછિ ઇંદ્ર હટાયો, દિયો છઃ કાય-અભયદાન.. (૨૧)


કરકંડૂ પ્રમુખ, ચારે પ્રત્યેક બુદ્ધ ।

મુનિ મુક્તિ પહુંત્યા, જીત્યા કર્મ મહાજુદ્ધ.. (૨૨)


ધન્ય મોટા મુનિવર, મૃગાપુત્ર જગીશ ।

મુનિવર અનાથી, જીત્યા રાગ ને રીશ.. (૨૩)


વલિ સમુદ્રપાલ મુનિ, રાજમતી રહનેમ ।

કેશી ને ગૌતમ, પામ્યા શિવપુર-ખેમ.. (૨૪)


ધન વિજયઘોષ મુનિ, જયઘોષ વલિ જાણ ।

શ્રી ગર્ગાચાર્ય, પહુંત્યા છૈ નિર્વાણ.. (૨૫)


શ્રી ઉત્તરાધ્યયન માં, જિનવર કર્યા બખાણ ।

શુદ્ધ મન સે ધ્યાવો, મન મેં ધીરજ આણ.. (૨૬)


વલિ ખંદક સંન્યાસી, રાખ્યો ગૌતમ-સ્નેહ ।

મહાવીર સમીપે, પંચ મહાવ્રત લેહ.. (૨૭)


તપ કઠિન કરીને, ઝૌંસી આપણી દેહ ।

ગયા અચ્યુત દેવલોકે, ચવિ લેસે ભવ-છેહ.. (૨૮)


વલિ ઋષભદત્ત મુનિ, સેઠ સુદર્શન સાર ।

શિવરાજ ઋષીશ્વર, ધન્ય ગાંગેય અણગાર.. (૨૯)


શુદ્ધ સંયમ પાલી, પામ્યા કેવલ સાર ।

યે ચારે મુનિવર, પહુંચ્યા મોક્ષ મંઝાર.. (૩૦)


ભગવંત ની માતા, ધન-ધન સતી દેવાનંદા ।

વલિ સતી જયંતી, છોડ઼ દિયા ઘર-ફંદા.. (૩૧)


સતિ મુક્તિ પહુંત્યા, વલિ તે વીર ની નંદ ।

મહાસતી સુદર્શના, ઘણી સતિયોં ના વૃંદ.. (૩૨)


વલિ કાર્તિક સેઠે, પડિ઼મા વહી શૂર-વીર ।

જીમ્યો મોરાં ઊપર, તાપસ બલતી ખીર.. (૩૩)


પછી ચારિત્ર લીધો, મિત્ર એક સહસ આઠ ધીર ।

મરી હુઓ શક્રેન્દ્ર, ચવિ લેસે ભવ-તીર.. (૩૪)


વલિ રાય ઉદાયન, દિયો ભાણેજ ને રાજ ।

પછી ચારિત્ર લેઈને, સાર્યા આતમ-કાજ.. (૩૫)


ગંગદત્ત મુનિ આનંદ, તારણ-તરણ જહાજ ।

મુનિ કૌશલ રોહો, દિયો ઘણાં ને સાજ.. (૩૬)


ધન્ય સુનક્ષત્ર મુનિવર, સર્વાનુભૂતિ અણગાર ।

આરાધક હુઈ ને, ગયા દેવલોક મઝાર.. (૩૭)


ચવિ મુક્તિ જાસે, વલિ સિંહ મુનીશ્વર સાર ।

બીજા પણ મુનિવર, ભગવતી માં અધિકાર.. (૩૮)


શ્રેણિક નો બેટો, મોટો મુનિવર મેઘ ।

તજી આઠ અંતેઉરી, આણ્યો મન સંવેગ.. (૩૯)


વીર પૈ વ્રત લેઈ ને, બાંધી તપ ની તેગ ।

ગયા વિજય વિમાને, ચવિ લેસે શિવ-વેગ.. (૪૦)


ધન્ય થાવચ્ચા પુત્ર, તજી બતીસો નાર ।

તેની સાથે નિકલ્યા, પુરુષ એક હજાર.. (૪૧)


શુકદેવ સંન્યાસી, એક સહસ શિષ્ય લાર ।

પાંચ-સૌ સે શેલક, લીધો સંયમ-ભાર.. (૪૨)


સબ સહસ અઢ઼ાઈ, ઘણા જીવોં ને તાર ।

પુંડરિકગિરિ ઊપર, કિયો પાદોપગમન સંથાર.. (૪૩)


આરાધક હુઈ ને, કીધો ખેવો પાર ।

હુઆ મોટા મુનિવર, નામ લિયાં નિસ્તાર.. (૪૪)


ધન્ય જિનપાલ મુનિવર, દોય ધન્ના હુઆ સાધ ।

ગયા પ્રથમ દેવલોકે, મોક્ષ જાસે આરાધ.. (૪૫)


શ્રી મલ્લીનાથ ના છહ મિત્ર, મહાબલ પ્રમુખ મુનિરાય ।

સર્વે મુક્તિ સિધાવ્યા, મોટી પદવી પાય.. (૪૬)


વલિ જિતશત્રુ રાજા, સુબુદ્ધિ નામે પ્રધાન ।

પોતે ચારિત્ર લઈ ને, પામ્યા મોક્ષ-નિધાન.. (૪૭)


ધન્ય તેતલી મુનિવર, દિયો છ કાય અભયદાન ।

પોટિલા પ્રતિબોધ્યા, પામ્યા કેવલજ્ઞાન.. (૪૮)


ધન્ય પાંચે પાંડવ, તજી દ્રૌપદી નાર ।

થેવરાં ની પાસે, લીધો સંયમ-ભાર.. (૪૯)


શ્રી નેમિ વંદન નો, એહવો અભિગ્રહ કીધ ।

માસ-માસખમણ તપ, શત્રુંજય જઈ સિદ્ધ.. (૫૦)


ધર્મઘોષ તણા શિષ્ય, ધર્મરુચિ અણગાર ।

કીડિ઼યોં ની કરુણા, આણી દયા અપાર.. (૫૧)


કડ઼વા તૂઁબા નો, કીધો સગલો આહાર ।

સર્વાર્થસિદ્ધ પહુંત્યા, ચવિ લેસે ભવ-પાર.. (૫૨)


વલિ પુંડરિક રાજા, કુંડરિક ડિગિયો જાણ ।

પોતે ચારિત્ર લેઈ ને, ન ઘાલી ધર્મ માં હાણ.. (૫૩)


સર્વાર્થસિદ્ધ પહુંત્યા, ચવિ લેસે નિર્વાણ ।

શ્રી જ્ઞાતાસૂત્ર માં, જિનવર કર્યા બખાણ.. (૫૪)


ગૌતમાદિક કુંવર, સગા અઠારે ભ્રાત ।

સબ અંધકવિષ્ણુ-સુત, ધારિણી જ્યાંરી માત.. (૫૫)


તજી આઠ અંતેઉર, કાઢ઼ી દીક્ષા ની બાત ।

ચારિત્ર લેઈ ને, કીધો મુક્તિ નો સાથ.. (૫૬)


શ્રી અનીકસેનાદિક, છહે સહોદર ભાય ।

વસુદેવ ના નંદન, દેવકી જ્યાંરી માય.. (૫૭)


ભદ્દિલપુર નગરી, નાગ ગાહાવઈ જાણ ।

સુલસા-ઘર વધિયા, સાંભલી નેમ ની વાણ.. (૫૮)


તજી બત્તીસ-બત્તીસ અંતેઉર, નિકલિયા છિટકાય ।

નલ કૂબેર સમાના, ભેટ્યા શ્રી નેમિ ના પાય.. (૫૯)


કરી છઠ-છઠ પારણા, મન મેં વૈરાગ્ય લાય ।

એક માસ સંથારે, મુક્તિ વિરાજ્યા જાય.. (૬૦)


વલિ દારુક સારણ, સુમુખ-દુમુખ મુનિરાય ।

વલિ કુંવર અનાધૃષ્ટ, ગયા મુક્તિ-ગઢ઼ માંય.. (૬૧)


વસુદેવ ના નંદન, ધન-ધન ગજસુકુમાલ ।

રૂપે અતિ સુંદર, કલાવન્ત વય બાલ.. (૬૨)


શ્રી નેમી સમીપે, છોડ્યો મોહ-જંજાલ ।

ભિક્ષુ ની પડિ઼મા, ગયા મસાણ મહાકાલ.. (૬૩)


દેખી સોમિલ કોપ્યો, મસ્તક બાંધી પાલ ।

ખેરા નાં ખીરા, શિર ઠવિયા અસરાલ.. (૬૪)


મુનિ નજર ન ખંડી, મેટી મન ની ઝાલ ।

પરીષહ સહી ને, મુક્તિ ગયા તત્કાલ.. (૬૫)


ધન જાલી મયાલી, ઉવયાલી આદિ સાધ ।

શાંબ ને પ્રદ્યુમ્ન, અનિરુધ સાધુ અગાધ.. (૬૬)


વલિ સતનેમિ, દૃઢ઼નેમિ, કરણી કીધી નિર્બાધ ।

દશે મુક્તિ પહુંત્યા, જિનવર-વચન આરાધ.. (૬૭)


ધન અર્જુનમાલી, કિયો કદાગ્રહ દૂર ।

વીર પૈ વ્રત લઈ ને, સત્યવાદી હુઆ શૂર.. (૬૮)


કરી છઠ-છઠ પારણા, ક્ષમા કરી ભરપૂર ।

છહ માસાં માંહી, કર્મ કિયા ચકચૂર.. (૬૯)


કુઁવર અઇમુત્તે, દીઠા ગૌતમ સ્વામ ।

સુણિ વીર ની વાણી, કીધો ઉત્તમ કામ.. (૭૦)


ચારિત્ર લેઈ ને, પહુંત્યા શિવપુર-ઠામ ।

ધુર આદિ મકાઈ, અન્ત અલક્ષ મુનિ નામ.. (૭૧)


વલિ કૃષ્ણરાય ની, અગ્રમહિષી આઠ ।

પુત્ર-બહુ દોય, સંચ્યા પુણ્ય ના ઠાઠ.. (૭૨)


જાદવ-કુલ સતિયાં, ટાલ્યો દુઃખ ઉચાટ ।

પહુંચી શિવપુર માં, એ છે સૂત્ર નો પાઠ.. (૭૩)


શ્રેણિક ની રાણી, કાલી આદિક દશ જાણ ।

દશે પુત્ર-વિયોગે, સાંભલી વીર ની વાણ.. (૭૪)


ચંદનબાલા પૈ, સંયમ લેઈ હુઈ જાણ ।

તપ કર દેહ ઝૌંસી, પહુંચી છૈ નિર્વાણ.. (૭૫)


નંદાદિક તેરહ, શ્રેણિક નૃપ ની નાર ।

સગલી ચંદનબાલા પૈ, લીધો સંયમ-ભાર.. (૭૬)


એક માસ સંથારે, પહુંચી મુક્તિ મંઝાર ।

એ નેવું જણા નો, અંતગડ માં અધિકાર.. (૭૭)


શ્રેણિક ના બેટા, જાલી આદિક તેવીસ ।

વીર પૈ વ્રત લેઈ ને, પાલ્યો વિસવાવીસ.. (૭૮)


તપ કઠિન કરી ને, પૂરી મન જગીશ ।

દેવલોકે પહુંત્યા, મોક્ષ જાસે તજી રીશ.. (૭૯)


કાકન્દી નો ધન્નો, તજી બત્તીસે નાર ।

મહાવીર સમીપે, લીધો સંયમ ભાર.. (૮૦)


કરી છઠ-છઠ પારણા, આયંબિલ ઉજ્ઝિત આહાર ।

શ્રી વીર બખાણ્યો, ધન ધન્નો અણગાર.. (૮૧)


એક માસ સંથારે, સર્વાર્થસિદ્ધ પહુંત ।

મહાવિદેહ ક્ષેત્ર માં, કરસે ભવનો અંત.. (૮૨)


ધન્ના ની રીતે, હુઆ નવ હી સંત ।

શ્રી અનુત્તરોવવાઈ માં, ભાખિ ગયા ભગવંત.. (૮૩)


સુબાહુ પ્રમુખ, પાંચ-પાંચ સૌ નાર ।

તજી વીર પે લીધા, પાંચ મહાવ્રત સાર.. (૮૪)


ચારિત્ર લેઈ ને, પાલ્યો નિર્ અતિચાર ।

દેવલોક પહુંચ્યા, સુખવિપાકે અધિકાર.. (૮૫)


શ્રેણિક ના પોતા, પઉમાદિક હુઆ દસ ।

વીર પૈ વ્રત લેઈ ને, કાઢ઼્યો દેહ નો કસ.. (૮૬)


સંયમ આરાધી, દેવલોક માં જઈ બસ ।

મહાવિદેહ ક્ષેત્ર માં, મોક્ષ જાસે લેઈ જસ.. (૮૭)


બલભદ્ર ના નન્દન, નિષધાદિક હુઆ બાર ।

તજી પચાસ અંતેઉરી, ત્યાગ દિયો સંસાર.. (૮૮)


સહુ નેમિ સમીપે, ચાર મહાવ્રત લીધ ।

સર્વાર્થસિદ્ધ પહુંચ્યા, હોસે વિદેહે સિદ્ધ.. (૮૯)


ધન્ના ને શાલિભદ્ર, મુનીશ્વરોં ની જોડ઼ ।

નારી ના બંધન, તત્ક્ષણ નાંખ્યા તોડ઼.. (૯૦)


ઘર-કુટુમ્બ-કબીલો, ધન-કંચન ની કોડ઼ ।

માસ-માસખમણ તપ, ટાલસે ભવ ની ખોડ઼.. (૯૧)


શ્રી સુધર્મા ના શિષ્ય, ધન-ધન જંબૂ સ્વામ ।

તજી આઠ અંતેઉરી, માત-પિતા ધન-ધામ.. (૯૨)


પ્રભવાદિક તારી, પહુંત્યા શિવપુર-ઠામ ।

સૂત્ર પ્રવર્તાવી, જગ માં રાખ્યૂં નામ.. (૯૩)


ધન ઢંઢણ મુનિવર, કૃષ્ણરાય ના નંદ ।

શુદ્ધ અભિગ્રહ પાલી, ટાલ દિયો ભવ-ફંદ.. (૯૪)


વલિ ખંદક ઋષિ ની, દેહ ઉતારી ખાલ ।

પરીષહ સહી ને, ભવ-ફેરા દિયા ટાલ.. (૯૫)


વલિ ખંદક ઋષિ ના, હુઆ પાંચસૌ શીશ ।

ઘાણી માં પીલ્યા, મુક્તિ ગયા તજ રીશ.. (૯૬)


સંભૂતિવિજય-શિષ્ય, ભદ્રબાહુ મુનિરાય ।

ચૈદહ પૂર્વધારી, ચંદ્રગુપ્ત આણ્યો ઠાય.. (૯૭)


વલિ આદ્ર્રકુંવર મુનિ, સ્થૂલભદ્ર નંદિષેણ ।

અરણક અઇમુત્તો, મુનીશ્વરોં ની શ્રેણ.. (૯૮)


ચૈબીસે જિન ના મુનિવર, સંખ્યા અઠાવીશ લાખ ।

ઊપર સહસ અડ઼તાલીસ, સૂત્ર પરંપરા ભાખ.. (૯૯)


કોઈ ઉત્તમ વાંચો, મોંઢે જયણા રાખ ।

ઉઘાડ઼ે મુખ બોલ્યાં, પાપ લગે ઇમ ભાખ.. (૧૦૦)


ધન્ય મરુદેવી માતા, ધ્યાયો નિર્મલ ધ્યાન ।

ગજ-હોદે પાયો, નિર્મલ કેવલ જ્ઞાન.. (૧૦૧)


ધન આદીશ્વર ની પુત્રી, બ્રાહ્મી સુન્દરી દોય ।

ચારિત્ર લેઈ ને, મુક્તિ ગઈ સિદ્ધ હોય.. (૧૦૨)


ચૈબીસે જિન ની, બડ઼ી શિષ્યણી ચૈબીસ ।

સતી મુક્તિ પહુંચ્યા, પૂરી મન જગીશ.. (૧૦૩)


ચૈબીસે જિન ના, સર્વ સાધવી સાર ।

અડ઼તાલીસ લાખ ને, આઠ સે સત્તર હજાર.. (૧૦૪)


ચેડ઼ા ની પુત્રી, રાખી ધર્મ ની પ્રીત ।

રાજીમતી વિજયા, મૃગાવતી સુવિનીત.. (૧૦૫)


પદ્માવતી મયણરેહા, દ્રૌપદી દમયંતી સીત ।

ઇત્યાદિક સતિયાં, ગઈ જમારો જીત.. (૧૦૬)


ચૈબીસે જિન નાં, સાધુ-સાધવી સાર ।

ગયા મોક્ષ દેવલોકે, હૃદય રાખો ધાર.. (૧૦૭)


ઇણ અઢ઼ી દ્વીપ માં, ઘરડ઼ા તપસી બાલ ।

શુદ્ધ પંચ મહાવ્રત ધારી, નમો-નમો તિહું કાલ.. (૧૦૮)


ઇણ યતિયોં સતિયોં ના, લીજે નિત પ્રતિ નામ ।

શુદ્ધ મન થી ધ્યાવો, એહ તિરણ નો ઠામ.. (૧૦૯)


ઇણ યતિયોં સતિયોં સૂં, રાખો ઉજ્જ્વલ ભાવ ।

ઇમ કહે ઋષિ ‘જયમલ’ એહ તિરણ નો દાવ.. (૧૧૦)


સંવત્ અઠારા ને, વર્ષ સાતે સિરદાર ।

ગઢ઼ જાલોર માંહી, એહ કહ્યો અધિકાર.. (૧૧૧)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top