રાગ : ઓ કરુણાના કરનારા તારી
ઓ તપસ્યાના કરનારા,
તારા તપના તેજ નો પાર નથી
ઓ ઉગ્ર તપ કરનારા,
તારી શાતાનો સુમાર નથી
ઓ તપસ્યાના…
તમે તપ કીધો મનોહારા,
દે શાસનદેવી સહારા
ઓ કર્મ કઠીન હરનારા,
તારા તપના તેજ નો પાર નથી
ઓ તપસ્યાના…
પૂ. આચાર્ય ભગવંત પાસે,
પચ્ચખ્ખાણ કર્યા ઉલ્લાસે
ઓ અઠ્ઠાઈના કરનારા,
તારા તપના તેજ નો પાર નથી
ઓ તપસ્યાના…
રાગ: ઓ કરુણાના કરનારા તારી
તમે વશ કીધા છે મનને,
અમે શાતા પૂછીએ તમને
તપના આશીષ દયો અમને,
તારા તપના તેજ નો પાર નથી
ઓ તપસ્યાના…
તપ કીધા મહાવીરે,
સાડી બાર વરસ સુધીરે
ઓ વિરના વારસદાર,
તારા તપના તેજ નો પાર નથી
ઓ તપસ્યાના…
જે વિરના વચનો ઝીલે,
તેતો કર્મ કઠીનને પીવે
એતો જાશે મુક્તિ મંઝિલે,
તારા તપના તેજ નો પાર નથી
ઓ તપસ્યાના…
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો