શુક્રવાર, 19 નવેમ્બર, 2021

jena pavan pagla thi jay jaykar kare diksha jain stavan lyrics

Jena Pavan Pagla thi Jay Jaykar Kare Diksha Jain Stavan Lyrics


જે ના પાવન પગલાં થી, ધરતી ધબકાર કરે

ને વીર પ્રભુ નો વેશ ધરી, સંયમ શણગાર કરે

દેવો પણ… સાધુ જીવન નો…

જય જયકાર કરે… (4)


કોઈ ભક્ત બની ને આવે

અરે આવે આવે આવે… (2)

પણ મન માં હે મુનિવર ના

હરખાવે ના હરખાવે… (2)

કોઈ ઉપસર્ગો વરસાવે… (2)

એની હૈયું તો, રમતું સમતા ભાવે…

સન્માન અને અપમાન ભૂલી, સરખો ઉપકાર કરે

દેવો પણ… સાધુ જીવન નો…

જય જયકાર કરે… (4)


દીક્ષા લઇ ને અણગારા

અણગારા રે અણગારા… (2)

ભિક્ષા માટે ઘર-ઘર માં

ફરનારા એ ફરનારા… (2)

મળશે તો સંયમ વૃદ્ધિ… (2)

ના મળશે તો માને તપ ની વૃદ્ધિ…

એ રાગ વિના ને દ્વેષ વિના, સહુનો સ્વીકાર કરે

દેવો પણ… સાધુ જીવન નો…

જય જયકાર કરે… (4)


કોઈ નિંદે ને કોઈ વંદે

હા વંદે રે ભાઈ વંદે… (2)

ભીતર-થી રહે આનંદે

આનંદે રે આનંદે… (2)

મુનિવર જંગમ તીરથ છે… (2)

મારે રેહવું છે, મુનિવર ના સંબધે…

મુનિરાજ તણા આ જીવન થી, ઉદય ભવપાર કરે

દેવો પણ… સાધુ જીવન નો…

જય જયકાર કરે… (4)


 (રચના : પ. પૂ. પન્યાસ ઉદયરત્નવિજયજી મ. સા.)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top