Gao Re Gitda Aaj Pyara
ગાઓ રે ગીતડાં આજ પ્યારા,
તપના ઉલ્લાસને વધાવનારા
ઓ ગીત પ્યારા, ગાઓ રે ગીતડાં…
કોઈ (ભાઈ/બેની) તપસ્યા ના ભાવમાં રાચે,
મારા હૈયાનો મોરલો નાચે
જેને તપના સંસ્કાર, એને વંદન હજાર
એણે અંતરના અંધારા દૂર ટાળ્યા..
ગાઓ રે ગીતડાં…
આજે તપના ઉજમણાં આવ્યા,
જાણે મંગળ વધામણાં લાવ્યા
લાગે દિલડાંનો રંગ, જાગે તપનો ઉમંગ
એવા રંગે ત્રિલોકને રંગનારા..
ગાઓ રે ગીતડાં…
સુરલોકથી દેવતાઓ આવે,
રૂડા વાજિંત્રો સાથમાં લાવે
બાજે ઢોલક ને મંજીરા એક ધારા..
ગાઓ રે ગીતડાં…
ભાવ જાગે ને દુઃખડા ભાગે,
એને પાપકનો સંગના લાગે
જેને તપનો સંગાથ, એને મુક્તિ ની આશ
એવા શિવપૂરના માર્ગે લઇ જનારા..
ગાઓ રે ગીતડાં…
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો