શુક્રવાર, 19 નવેમ્બર, 2021

Chandanbala Sajjay ચંદનબાળા સજજાય

તારા મુખડા ઊપર જાઊં વારી રે

વીર મારા મન માન્યા… (૨)

તારા દર્શન ની બલિહારી રે

વીર મુટ્ઠી બાકુલા માટે આવ્યા

મને હેત ધરી બોલાવ્યા

તારા મુખડા ઊપર જાઊં વારી રે

વીર મારા મન માન્યા…


પાયે કીધી ઝાંઝરની ઝેણ વીર

માથે કીધી મુગટની વેણ રે વીર

પ્રભુ શાસનનો એક રૂડો રે વીર

યે તો પેર્યો તારા નામનો ચૂડો રે

આ ચૂડો સદાકાલ છાજે રે વીર

મારા માથે વીર ઘણી ગાજે રે

મને આપી જ્ઞાનની હેલી રે

પહેલા થયા ચંદનબાલા ચેલી રે

વીર મારા મન માન્યા….


ઐને ઓઘો મુહપત્તિ આપ્યા રે વીર

તીહાં મહાવીર વિચરતા આવ્યા રે વીર

મને આપી જ્ઞાન ની હેલી રે વીર

બીજા થયા મૃગાવતી ચેલી રે વીર

તીહાં દેશના અમૃત ધારા રે વીર

ભવી જીવનો કીધો ઉપકાર રે

ચંદ્ર – સૂર્ય મૂલ વિમાને આવ્યા રે વીર

ચંદનબાલા ઉપાશ્રયે આવ્યા રે

વીર મારા મન માન્યા….


ચંદ્ર – સૂર્ય સ્વસ્થાને જાય રે વીર

મૃગાવતી ઉપાશ્રય આવ્યા રે વીર

ગુરૂણીજી બાર ઉઘાડો રે વીર

ગુરૂણીયે કીધો તાડો રે

ગુરૂણી ને ખમાવવા લાગ્યા રે વીર

કેવલ પામ્યા ને કર્મ ભાગ્યા રે વીર

ઐણે આવતા સર્પને દીઠો રે વીર

ગુરૂણીજી નો હાથ ઊંચો લીધો રે

વીર મારા મન માન્યા….


ગુરૂણી જી ઝબકીને જાગ્યા રે વીર

સાધ્વી ને પૂછવા લાગ્યા રે વીર

તને ઐ શું કેવલ થાયી રે વીર

ગુરૂણી જી તમારા પસાય રે

ચંદનબાલા ચેલીને ખમાવ્યા રે

તિહાં ખામતા કેવલ પાયા રે

ગુરૂણી ને ચેલી મોક્ષ પાયા રે

તેમ પદ્મવિજય ગુણ ગાયા રે

વીર મારા મન માન્યા….


(રચના – પૂજ્ય શ્રી પદ્મવિજયજી)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top