શનિવાર, 20 નવેમ્બર, 2021

Punyanu Poshan Paryushana Thoy પુણ્યનું પોષણ પર્યુષણ થોય

પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી

કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી;

કુંવર ગયવર ખંધે ચઢાવી, ઢોલ નિશાન વજડાવોજી

સદ્દગુરુ સંગે ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવોજી. (૧)


પ્રથમ વખાણે ધર્મસારથીપદ, બીજે સુપના ચારજી,

ત્રીજે સુપન પાઠક વળી ચોથે, વીર જનમ અધિકારજી;

પાંચમે દીક્ષા છટ્ટે શિવપદ, સાતમે જિન ત્રેવીશજી,

આઠમે થિરાવલી સંભળાવી, પિયૂડા પૂરો જગીશજી. (૨)


છડ અટ્ઠમ અઠ્ઠાઈ કીજે, જિનવર ચૈત્ય નમીજે જી,

વરસી પડિક્કમણું મુનિ વંદન, સંઘ સયલ ખામીજેજી;

આઠ દિવસ લગે અમર પળાવી, દાન સુપાત્રે દીજેજી,

ભદ્રબાહુ ગુરુ વયણ સુણીને, જ્ઞાન સુધારસ પીજેજી. (૩)


તીરથમાં વિમલાચલ ગિરિમાં, મેરુ મહીધર જેમજી,

મુનિવરમાંહિ જિનવર મોટા, પર્વ પજુસણ તેમજી;

અવસર પામી સાહમ્મિવચ્છલ, બહુ પકવાન્ન વડાઇજી,

ખિમાવિજય જિન દેવી સિદ્ધાઇ, દિન દિન અધિક વધાઇજી. (૪)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top