રવિવાર, 7 નવેમ્બર, 2021

Shantinath Prabhu pratima itihas

 શ્રી શાંતિનાથ પ્રભુની પ્રતિમાનો ઇતિહાસ (તીર્થ- ૨૨)

➖➖➖➖➖➖➖➖➖

        શ્રી દાઠા તીર્થ 

shantinath prabhu datha tirth
shantinath prabhu datha tirth


       શ્રી દાઠાતીર્થએ શ્રી શત્રુંજય મહાતીર્થની પંચતીર્થીનું એક તીર્થ છે. આ પંચતીર્થીમાં શ્રી કદમ્બગિરિ,  શ્રી હસ્તગિરિ, શ્રી દાઠા, શ્રી મહુવા અને શ્રી તળાજા વગેરે તીર્થનો સમાવેશ થાય છે....


     શ્રી દાઠા તીર્થ ગુજરાતના ભાવનગરથી ૭૫ કિ.મી. દૂર તળાજાથી મહુવા તરફના માર્ગ પર સ્થિત તીર્થ છે. 


     શ્રી દાઠા શ્રી સંઘે સં.૧૯૦૫માં ઉંચુ શિખરબંધ જિનાલય બનાવી તેમાં સં. ૧૮૯૨ના લેખવાળી સમુદ્રમાંથી પ્રગટ થયેલી ૫૪ સેમી ની શ્વેતવર્ણની પદ્માસન મુદ્રામાં પ્રતિમાની પ્રતિષ્ઠા કરી છે. આ પ્રતિમા ભવ્ય અને દર્શનીય છે...


     અગાઉના ઘર દેરાસરમાં સં. ૧૬૯૯માં પ્રતિષ્ઠિત શ્રી પાર્શ્વનાથજીની પ્રતિમા પણ અહીં દેરાસરમાં બિરાજમાન છે... 


     જિનાલયમાં જયપુર પદ્ધતિ અનુસાર અતિ સુંદર અને આકર્ષક કાચનું કામ કરેલું છે. સભામંડપ વગેરેમાં બનાવેલા વિવિધ પ્રસંગોના અત્યંત કલાત્મક પટ્ટના દર્શન અન્યત્ર દુર્લભ અને આકર્ષક છે.


પાલિતાણાથી ૫૫ કિ.મી. મહુવાથી ૨૨ કિ.મી તળાજાથી ૨૨ કિ.મી., મહુવા તળાજા હાઇવેથી ૭ કિ.મી. અંદર આવેલું તીર્થ છે...


આ તીર્થ માં યાત્રિકો માટે ભોજન શાળા તેમજ ધર્મશાળાની સુંદર સગવડ છે.


તીર્થનું સરનામું 


શ્રી વીશાશ્રીમાળી જૈન પેઢી,

દાઠા તીર્થ, પોસ્ટ- દાઠા, 

જિલ્લો- ભાવનગર, 

સૌરાષ્ટ્ર - ૩૬૪૧૩૦. 

ફોન : ૦૨૮૪૨-૨૮૩૩૨૪

૯૭૨૪૬૬૦૬૭૦

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

સ્તવન સર્ચ કરો

Back To Top