Gautam Swami
હે મહા લબ્ધીવંત એ એ ગુરુ અમારા,
મહાવીર ને શરણે રહેનારા
પંચ મહાવ્રત ને ધરનારા,
ભાવિકતણા દુઃખ હરનારા
જબ તક સૂરજ ચાંદ રહેગા,
ગૌતમ તેરા નામ રહેગા
તેરા દર્શન પરદજ પામે,
આવે શ્રદ્ધા સુમન ચડાવે
હે ગુરુ ગૌતમ ને સમરતાં, પાપો જાયે ભાગી
દિવસે દિવસે સમૃદ્ધિ જાગે, પુણ્યરાશિ ભવ જાગે
ગૌતમ ને આવતા જોઈને, તાપસો ચિંતવે એમ રે
અમે નથી ચડી શકતા તો આ, પુષ્ટકાય ચડે કેમ રે
સૂર્યકિરણો અવલંબી ગૌતમ, અષ્ટાપદ ચડી જાય
દેવ વાંદી વ્રજસ્વામી જીવને, પ્રતિબોધી વળતા થાય
પંદરસો તાપસને બોધ દઈ, સાથે લઇ ને આવે
લાવી ખીર પાત્રે, અંગુઠે ધારી, સર્વંને પારણું કરાવે
ધૂન
મહાવીર બોલો તમે ગૌતમ બોલો (૨ વાર)
જિન શાસન ની જય જય બોલો (૨ વાર)
ટિપ્પણીઓ નથી:
ટિપ્પણી પોસ્ટ કરો